June 28, 2011

અમૃતા, પ્રીતમ, મીનાકુમારી, દીપ્તિ નવલ, પરવીન શાકીર, સારાહ શગુફ્તા, ઇસ્મત ચુગતાઇ, કૃષ્ણા સોબતી, ઉષા પ્રિયંવદા જેવી સ્ત્રીલેખકો આ ભયમાંથી બહાર નીકળીને સર્જન કરી શકી છે, પરંતુ એવી સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે અને એમના વાચકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધુ! પ્રામાણિક અને લાગણીઓનું સર્જન વાચકને આકર્ષતું રહ્યું છે, એ સ્ત્રીનું હોય કે પુરુષનું!
પુરુષના સર્જન વિશે વિચારીએ તો સમજાય કે એને માટે સર્જન એના વ્યક્તિત્વ સાથે જોડાયેલા નાના-મોટા અહંકારનું દર્પણ છે. એણે જે કંઇ લખ્યું છે અથવા લખે છે તેમાં એનું પુરુષત્વ પ્રગટ થયા વિના રહી જાય એ પુરુષને મંજૂર નથી. સ્ત્રી વિશેની વાર્તા લખતો પુરુષ પણ ક્યાંક જાણે-અજાણે પોતાનું પુરુષત્વ પ્રગટ કરી બેસે છે. સાવ નાનકડા બાળકને પણ જો એ રડતો હોય તો એમ કહીને ચૂપ કરાય છે કે, ‘છોકરીઓની જેમ રડ નહીં...’ પ્રેમની ઉત્કટ અભિવ્યક્તિને ‘વેવલાવેડા’નું નામ આપીને પુરુષને અમુક અંશે જડ અને રૂક્ષ બનાવવાનો આ સમાજ પ્રયત્ન કર્યા કરે છે. આ ધીમે ધીમે પીવડાવવામાં આવતો ‘મજબૂત’ હોવાનો અહેસાસ પુરુષના વ્યક્તિત્વનું કવચ બની જાય છે. ક્યારેક અભિવ્યક્ત થવા માગતો પુરુષ પણ ફક્ત ડરને કારણે લાગણીને અભિવ્યક્ત કરવાનું ટાળે છે.

પુરુષના પ્રમાણમાં અભિવ્યક્તિ વખતે સ્ત્રી વધુ નિર્ભિક અને વધુ સંવેદનશીલ હોય છે. જેને ચાહતી હોય એને પોતાના મનની વાત કહેવામાં કે પોતાના પ્રિય પુરુષ સામે ઘૂંટણિયે પડવામાં સ્ત્રીને ગૌરવનો અનુભવ થાય છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સાવ સહજ બાબત છે એટલે કદાચ એના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી રેલાય છે. લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડાની વાત નથી. ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષપિ્ત મનોદશાની કોઇ પણ લાગણી સ્ત્રીની અભિવ્યક્તિમાં જેટલી સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે એટલી સ્વાભાવિકતા સુધી પુરુષસર્જકો આજે પણ પહોંચી શક્યા નથી.

પુરુષને પ્રગટ થઇ જવાનો ભય હોય છે. કોઇ પોતાને પૂરેપૂરો જાણી લેશે તો આજે જે સંબંધ છે તે યથાવત્ નહીં રહી શકે એવા ભય સાથે પુરુષ પ્રગટ થતાં ડરે છે. સ્ત્રી જાણે છે કે એને કોઇ ગમે તેટલું ઓળખી લે, છતાં એની પાસે એકાદ પાસું એવું છે કે જે ઓળખવાનું બાકી રહી શકે છે. સ્ત્રી પોતે જ એક રહસ્ય છે. બીજા માટે તો પછી, પહેલાં એના પોતાના માટે! એને પોતાને જ એના મનના ખૂણાઓની પૂરેપૂરી ઓળખાણ નથી હોતી. આ મિસ્ટરી અથવા રહસ્ય સ્ત્રીના સર્જનને વધુ રસપ્રદ બનાવે છે!
ઇમોશન અથવા લાગણી યુનિવર્સલ છે. વ્યક્તિમાત્રને ક્યાંક ને ક્યાંક લાગણીશીલ-ઇમોશનલ થવું ગમતું હોય છે. મોટા ભાગની વ્યક્તિઓ પોતાની જાણ બહાર ઇમોશનલ થઇ જતી હોય છે. એમના ગમા-અણગમા અને અભિવ્યક્તિ એમની લાગણી સાથે જોડાયેલા હોય છ. આ લાગણી એમની જિંદગીના વર્ષો સાથે ઉછરતી, બદલાતી જાય છે. સ્ત્રી જ્યારે સર્જન કરે છે ત્યારે એમાં એનાં સંતાનથી શરૂ કરીને એના શબ્દ સુધીના વિસ્તૃત વિસ્તારને આવરી લેવાય છે.

સ્ત્રી માટે એનું બાળક એની કવિતા કે એની ટૂંકી વાર્તા જેટલી જ તીવ્ર અભિવ્યક્તિ છે. એક પિતા અને માતા વચ્ચે જેટલો ફેર હોય એટલો ફેર એક સ્ત્રીલેખક અને પુરુષલેખક વચ્ચે જોવા મળે છે. મા અને પિતા બંને પોતાના સંતાનને ચાહે છે. બંને એને ઉત્તમ શિક્ષણ અને સવલતો મળી રહે એ માટેના પ્રયત્નો કરે જ છે, તેમ છતાં મા સાથેનું બોન્ડ-સેતુ સાવ જુદા જ પ્રકારનો હોય છે.

જ્યારે વાત સાહિત્ય પૂરતી કરીએ અને શબ્દોને માપવા બેસીએ ત્યારે સમજાય છે કે સ્ત્રીના સર્જનમાં સંવેદના અને લાગણી પુરુષના સર્જન કરતાં વધુ તીવ્ર હોય છે. ક્યારેક ખૂંપી જાય, પેસી જાય એટલી તીણી અને ધારદાર લાગણીઓ સ્ત્રીના સર્જનમાંથી પ્રગટે છે. હું સ્ત્રી છું માટે આવું કહું છું એવું નથી, પરંતુ સ્ત્રી જ્યારે વિચારે છે ત્યારે એમાં એની પીડા સાથે જોડાયેલી કલ્પના પણ કામ કરે છે. સ્ત્રીની પીડા દરેક વખતે એ જેટલી માને અથવા ધારે છે એટલી બધી તીવ્ર ન પણ હોય, પરંતુ એની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતા એની પીડાને પણ એક નવો આયામ કે પરિમાણ આપીને જુદી જ રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે.
સ્ત્રીના સાહિત્યમાં સર્જનની વાત કરીએ ત્યારે સ્ત્રી પોતાની વેદના અને પીડાને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકે છે, એની સાથે જીવી શકે છે. બાળસખીની માફક એને પોતાની સાથે રાખીને દરેક અનુભવ સાથે વહેંચીને રહે છે. જેના લીધે એનું સર્જન વધારે રસપ્રદ બને છે.

પોતાના વિશે સમાજ કે લોકો શું વિચારશે એ ભય રાખ્યા વિના સર્જન કરી શકે એવી સ્ત્રીઓ બહુ ઓછી છે. પોતાની અંદર રહેલી કોઇ લાગણી વિશે સ્ત્રી પોતે જ અજાણ હોય છે, આથી એ જ્યારે સર્જન કરે ત્યારે એની આ લાગણી બહાર આવે છે અને એની અભિવ્યક્તિની તીવ્રતા ધારદાર હોય છે.
થોડા વખત પહેલાં એક ન્યૂઝ ચેનલમાં બેંગ્લોરના ૭ વર્ષના શ્રીધરન નામના બાળક વિશે સમાચાર હતા. જનરલ નોલેજ ક્વિઝમાં ૧૫ વર્ષના બાળકોની કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવેલા શ્રીધરનના મોઢે ૨-જી સ્પેકટ્રમ, ફુડ ઓઇલ, શેરબજારનો ઇન્ડેક્સ, ઓપિનિયન પોલ, ઓઝોન લેયર શબ્દો વિશેની સમજણ અને જ્ઞાન દાદ માગી લે એવાં હતાં. આ શક્ય કેવી રીતે બન્યું તેના જવાબમાં તેના પિતાએ સરળ વાત કહી, ‘રોજ સવારે સ્કૂલે મૂકવા જતાં હું તેને કોઇ પણ એક શબ્દ વિશે સમજણ આપું.’

૧૫ મિનિટના સ્કૂલે જવાના સમયનો કેટલો સુંદર સદુપયોગ! રાત્રે સૂતાં પહેલાં ૧૦ મિનિટ ફક્ત રોજ સમાચારપત્રની હેડલાઇન વાંચવાની. તેને કોઇ પ્રશ્ન પૂછવો હોય તો પૂછે!!! બે-ત્રણ મહિનામાં જ રોજ શીખેલા શબ્દ સાથે હેડલાઇનનો સમન્વય કરતાં તેને આવડી ગયું. બાળકના કુમળા મગજનો મા-બાપ ધારે તે દિશામાં સદુપયોગ કરી શકે છે. ઘણા મા-બાપ તેમના ૬-૭ વર્ષના બાળકને મોબાઇલ અને લેપટોપની કીના કાર્યો કેટલા સારી રીતે આવડે છે તેની વાતો કરતાં હોય છે.

ઘણી વાર નાના બાળકો વીડિયો ગેમમાં મોટાઓને પણ હંફાવતાં હોય છે. નાનાં છોકરાંઓને કોઇ પણ નવી વસ્તુ કહીએ કે શીખવાડીએ તો તે ઝડપથી શીખી તો લે જ છે. લાંબા સમય સુધી ભૂલતાં પણ નથી. તે પછી સામાન્ય જ્ઞાન હોય, ડાન્સના સ્ટેપ હોય કે મોબાઇલના ફંકશન હોય તેને યોગ્ય સમય કાઢી નિયમોની સમજૂતી આપો તો તે ખૂબ સુંદર રીતે કરી જ શકશે. ફક્ત જરૂર છે તેમાં મા-બાપના સમય અને સાંનિધ્યની. શ્રીધરન જેવા જ ઘણાં બાળકો પપ્પા કે મમ્મી સાથે સ્કૂલે જતાં ગાડીમાં સીડી પર વાગતાં ગીતોની કડીઓ પણ કંઠસ્થ કરી લેતાં હોય છે ને!!!
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે..જનનીની..
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે...જનનીની..
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે...જનનીની...
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે...જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે...જનનીની...
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે...જનનીની...
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે...જનનીની...
ધરતીમાતાએ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે...જનનીની...
ગંગાનાં નીર તો વધેઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે...જનનીની...
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે...જનનીની...
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે...
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ.

દામોદર ખુશાલદાસ બોટાદકર
સાથીના પ્રેમનું ક્યારેય મૂલ્યાંકન ન કરો. આના લીધે સાથીદારની લાગણી દુભાઇ શકે છે.

સાથીદાર પોતાને કંઇ લઇ આપે અથવા તો પોતે કહે તે મુજબ જ વર્તન કરે એવી શરતો ક્યારેય પ્રેમસંબંધમાં હોતી નથી. સાચો પ્રેમ ક્યારેય શરતોને આધીન થઇને કરી શકાતો નથી. બિનશરતી પ્રેમ કરવો એ દાંપત્ય અને પ્રેમસંબંધની પ્રથમ શરત છે.

પ્રેમ તો એવી ભાવના છે, જેમાં સાથીદારને તમે ગમે તેટલું આપો તો પણ ઓછું પડે અને સાથીદાર તમને કદાચ કંઇ ન આપે તો પણ માત્ર એના પ્રેમથી જ સંતોષ મળી જાય. આવી ઉદાત્ત ભાવનાને કોઇ ભૌતિક વસ્તુ કે ભોગવટો બનાવી દઇને કેટલાક દંપતી પ્રેમનું મૂલ્યાંકન ઓછું કરી રહ્યાં છે.
એવા ઘણા લોકો છે જેમને અમુક ઉંમર પછી જિંદગી વ્યર્થ લાગવા માંડે છે. આનું મુખ્ય કારણ એ છે કે એમણે જિંદગીમાં ‘સંતોષ’ નામના શબ્દ સાથે કામ પાડવાનો પ્રયત્ન જ કર્યો નહીં. શાસ્ત્રો કહે છે કે, સ્ત્રી ઘરને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે-જો આ વાત સાચી હોય તો દરેક સ્ત્રીએ પોતાના ઘરને સંતોષના રંગે રંગીને-સમજદારી અને શાંતિના સાજથી સજાવીને-સ્નેહના ભોજન પીરસીને સૌને સુખી થતા શીખવવું જોઇએ. ચોથા ફેરામાં આગળ રહેતી સ્ત્રી પાસે ઘણી શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ પંચાત કરવામાં, ટીવી જોવામાં કે પોતાની પાસે શું નથી એનો હિસાબ કરવામાં વેડફવાને બદલે પોતાના ઘરને અને પ્રિયજનોને સુખી કરવામાં વાપરવી જોઇએ. જો પ્રિયજન સુખી હશે તો સ્ત્રી આપોઆપ જ સુખી થશે, એ નક્કી છે.
કેટલાક લોકો નિશ્વિત ધ્યેય, નિશ્વિત ઝડપ સાથે પોતાની સફર પૂરી કરે છે. એમને કોઇ અફસોસ, તિરાડ કે ફરિયાદો નથી હોતી. મેળવ્યાનો અહંકાર નથી હોતો કે ગુમાવ્યાનો કકળાટ નથી હોતો... આવા લોકો ‘સુખી’ હોય છે. એ મહેનત નથી કરતા એવું નથી, એમને જીવનમાં કશું નથી જોઇતું એવું પણ નથી હોતું, પોતાના કુટુંબને સુખી કરવા માટે બનતા પ્રયત્નો કરે જ છે-સગવડો આપે જ છે, પરંતુ ફક્ત સગવડોને બદલે પોતાનો સમય અને સ્નેહ પણ કુટુંબ માટે ફાળવે છે.

આવા લોકો સંતોષી હોય છે અને એટલે જ કદાચ જેની પાછળ એ નથી દોડતા એ બધી જ વસ્તુઓ એમને મળે છે. પૈસા, પ્રસિદ્ધિ, સંપત્તિ, સત્તા જેવી બાબતોને મેળવવા માટે માણસ દોડવા લાગે છે ત્યારે એને સમજાતું નથી કે એ આ દોડમાં હાંફી જવાનો છે. જે મેળવવા માટે દોડી રહ્યો છે એ મેળવવાના ઉધામા કરવાની લહાયમાં એના હાથમાં જે છે એ ખોઇ બેસે છે. એ પછી એક વિચિત્ર ખાલીપો એને ઘેરી વળે છે.
જ્યારે જે મળવાનું લખ્યું હોય ત્યારે જ તે મળે છે. આ જાણતાં હોવા છતાં લોકો વધારે મેળવવાની દોડમાં ભાગતાં રહે છે અને જે હોય તેનો આનંદ માણવાનું વિસરી જાય છે.

પોતાની પાસે જે છે, તેનાથી સંતોષ માનવાને બદલે આજે માણસમાત્ર ‘વધુ ને વધુ’ મેળવવાની દોડમાં જે છે, તેનું સુખ માણી શકતો નથી.

June 25, 2011

Research has shown that clever people resent being managed; what they most want and need from their leaders is to be able to express their talents, to develop their expertise, to work on assignments that measure up to their skills, to be freed from administrative distractions, to be allowed to fail, to be recognized for their expertise and to have the time to pursue private efforts.
‘મારે પૈસાદાર થવું છે’ એ વાકયનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે... પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો.- પાઉલો કોએલો

૧૩ જુલાઈ ૨૦૧૦ના બપોરે એકઝેટ પાંચ વાગ્યે બ્રાઝિલમાં રહેતા પાઉલો કોએલોના દિમાગમાં એક વિચારતણખો ફૂટે છે. તેઓ ફટાફટ પોતાના કમ્પ્યુટર પર ટાઈપ કરે છે: જીવન બહુ ટૂંકું છે. કોઈના પ્રત્યે દિલમાં રહેલી લાગણીની અભિવ્યક્તિને મુલતવી રાખવાનો આપણી પાસે સમય જ નથી. બ્રાઝિલથી હજારો કિલોમીટર દૂર ભારતમાં તેમના ચાહકોની કમ્પ્યુટર સ્ક્રીન પર એ જ ક્ષણે આ શબ્દો ઊપસી આવે છે. અલબત્ત, ભારતમાં તે વખતે રાતનો દોઢ વાગ્યો છે. પોતાના પ્રિય લેખકનું આ કવોટેબલ કવોટ વાંચીને સૌના ચહેરા પર સાગમટે નાનકડું સ્માઈલ ફરકે છે.

આ ટ્વિટરની કમાલ છે. ૨૦૦૬માં જેક ડોરસીએ ટ્વિટર નામની આ સોશિયલ નેટવર્કિંગ અને માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ક્રિયેટ કરી ત્યારે તેણે કલ્પના સુઘ્ધાં કરી હશે ખરી કે ચાર જ વર્ષમાં દુનિયાભરના ૧૯ કરોડ કરતાંય વધારે લોકો એનો ઉપયોગ કરતાં થઈ જશે અને એમાં સુપર સેલિબ્રિટીઝ પણ સામેલ હશે? પાઉલો કોએલો ઓલ-ટાઈમ-બેસ્ટ સેલિંગ પોર્ટુગીઝ લેખક છે. તેમની નવલકથાઓનો ગુજરાતી સહિત ૬૭ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે.

દુનિયાભરના ૧૫૦ દેશોમાં તેમનાં પુસ્તકોની દસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. પાઉલો કોએલો સત્તર વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતાએ તેમને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા પડયા હતા. ત્રણ વર્ષર્ અહીં રહીને તેઓ બહાર આવ્યા અને જિપ્સી બનીને અમેરિકા, આફ્રિકા અને યુરોપમાં ખૂબ રખડયા. પછી પાછા બ્રાઝિલ આવીને પુસ્તકો લખવા લાગ્યા. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે મોટા થઈને મારે લેખક થવું છે. પોતાનાં સપનાંને, પોતાની બિલિફને કદીય ન છોડવા એવો સંદશો આપતી તેમની ‘ધ અલ્કેમિસ્ટ’ નવલકથા સર્વાધિક લોકપ્રિય બની છે.

જિપ્સી લાઈફ જીવી રહ્યા હતા ત્યારે કોએલો ડ્રગ્ઝના રવાડે ચડી ગયા હતા. આજકાલ તેઓ ટ્વિટરને રવાડે ચડયા છે! એક તાજી ટ્વિટમાં તેમણે ‘ધ અલ્કેમિસ્ટ’ જેવી જ વાત કહી છે: ‘મારે પૈસાદાર થવું છે’ એ વાકયનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે... પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો. લેખક માટે અનુભવોની સમૃદ્ધિ અનિવાર્ય છે. અત્યંત ઘટનાપ્રચૂર જીવન જીવેલા કોએલો એટલે જ કહે છે-

- એન ઈન્ટેન્સ લાઈફ નીડ્સ અ ટચ ઓફ મેડનેસ. તીવ્રતાથી જીવવા માટે થોડું પાગલપણું જરૂરી છે.
શ્ર તમને જીવનમાં જે ફટકા પડયા છે તેનાથી શરમાઓ નહીં, ગર્વર્ અનુભવો (કે આટઆટલી પીડા સહ્યા પછી પણ તમે ટકી રહ્યા છો).

- મારામાં એક પ્રકારની આંતરિક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) છે, જે રોજ શ્રદ્ધા, અંત:સ્ફૂરણા અને શિસ્તના માપદંડથી મને જણાવે છે કે હું કયાં ઊભો છું.

પોતાની લેટેસ્ટ નોવેલ ‘ધ વિનર સ્ટેન્ડ્સ અલોન’માં કોએલો કહે છે, ‘વૃદ્ધાવસ્થાને અભિશાપ ગણાય છે, ડહાપણની જમાવટ નહીં. લોકો ધારી લે છે કે માણસ પચાસ વર્ષનો થઈ જાય એટલે ઝપાટાભેર બદલાતા જમાના સાથે તાલ મિલાવી શકવાની ક્ષમતા ખતમ થઈ જાય...’ પણ ૬૩ વર્ષના કોએલોએ સમય સાથે બરાબર સમરસ થઈ ગયા છે. આખી દુનિયામાં હાલ જેનો જબરદસ્ત ક્રેઝ છે તે ટ્વિટર પર તેઓ એટલા એકિટવ છે, જાણે વીસ વર્ષનો ઉત્સાહી કોલેજિયન જોઈ લો! પોતાના વાચકો સાથે સંવાદ સાધવા માટે તેઓ ટ્વિટરનો ફાંકડો ઉપયોગ કરે છે. કોઈ વાચકે કોએલોને ટ્વિટ મોકલીને કહ્યું કે સર, મેં તમારી ‘ઈલેવન મિનિટ્સ’ નોવેલ વાંચવાનું શરૂ કર્યું છે. કોએલોએ સામી ટ્વિટ મોકલીને એને આગોતરી ચેતવણી આપી: આશા રાખું કે તમને ‘ઈલેવન મિનિટ્સ’માં મજા આવે... પણ મારાં વર્ણનો વાંચીને આઘાત ન પામતા, પ્લીઝ!

‘ઈલેવન મિનિટ્સ’ની પ્રમાણમાં શોકિંગ થીમ ધરાવતી નવલકથામાં સાચા પ્રેમની શોધમાં નીકળી પડેલી એક બ્રાઝિલિયન યુવતી સ્વેચ્છાએ વેશ્યા બની જાય છે. કોએલોએ ટ્વિટર પર હમણાં જ કહ્યું છે કે –

- મારામાં કંઈ વાંચન કે સમયને લીધે પરિવર્તન નથી આવ્યું. હું તો બદલાયો છું પ્રેમને કારણે.

પણ ‘ઈલેવન મિનિટ્સ’ કોએલોએ સાવ સામા છેડાની વાત કરી છે. નવલકથાનો હીરો એક જગ્યાએ કહે છે,‘કોઈ લેખકે લખ્યું છે કે માણસ નથી સમયને લીધે બદલાતો, નથી જ્ઞાન એને બદલી શકતું, એક જ વસ્તુ છે જે માણસ મન બદલી શકે અને તે છે પ્રેમ. વોટ નોનસેન્સ! હા, માણસના સમગ્ર જીવન પર અસર કરી શકે તેવી કેટલીક બાબતોમાં પ્રેમનો સમાવેશ થાય ખરો, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. એક લાગણી જેનામાં માણસના જીવનનો પ્રવાહ તદ્દન જ પલટી નાખવાની તાકાત છે તે છે આશાભંગ. કોઈના જીવનમાં પરિવર્તન આણવાનું કામ પ્રેમ કરતાં આશાનું તૂટી જવું ઘણી વધારે ઝડપથી કરી શકે છે...’

હવે આ બેમાંથી કઈ વાત સાચી માનવી? ચોપડીમાં લખેલી વાત કે લેટેસ્ટ ટ્વિટવાળી વાત?

ફિફા વલ્ર્ડ કપની ધમાલ થોડા સમય પહેલાં જ આટોપાઈ. ફૂટબોલના શોખીન કોએલોએ પણ ફિફા બરાબર માણ્યું. એક ટ્વિટમાં તેમણે લખેલું –

- હું રોજ પાંચ-પાંચ કલાક ટીવી સામે કાઢું છું, પણ મને ઐ વાતનું જરાય ગિલ્ટ નથી!

‘ઈલેવન મિનિટ્સ’માં કોએલોએ સ્પોર્ટ્સ વિશે એક ઈન્ટરેસ્િંટંગ વ્યાખ્યા બાંધી છે. તેમણે લખ્યું છે: ‘સ્પોટર્ર્્સ એટલે બીજું કંઈ નહીં, પણ એકબીજાંને સમજતાં હોય તેવાં બે (કે બેથી વધારે) શરીરો વરચેનો સંવાદ!’
ટ્વિટરની મજા એ છે કે એ તમારામાં લાઘવનો ગુણ આપોઆપ વિકસાવી દે છે! તમારા સંદેશો એટલે કે ટ્વિટ વધુમાં વધુ ૧૪૦ અક્ષરોનો હોઈ શકે. આ મર્યાદામાં રહીને તમારે જે કંઈ કહેવું હોય તે લખી નાખવું પડે. પાઉલો કોએલોના ઈશ્વર વિશેના ટિ્વટ્સ પણ મજાના છે. જુઓ –

- આઈપોડ બનો અને આઈગોડ સાથે કનેકટ થઈ એના શબ્દોને ડાઉનલોડ કરો (આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી!).

- થ્રીડી = ડિસઅપોઈન્ટમેન્ટ (નિરાશા) વત્તા ડિફીટ (પરાજય) વત્તા ડિસ્પેર (વિષાદ). આપણને સાચી દિશા બતાવવા માટે ઈશ્વર કયારેક આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરતો હોય છે.

- તમે કોરી નોટબુક બનો અને ભગવાનને પેન બનવા દો.

- તમને મંઝિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોત તો ભગવાન પર ભરોસો રાખો, ઝાઝા સવાલો ન પૂછો.

અલબત્ત, જિંદગી પાર વગરના પ્રશ્નો આપણી તરફ ફેંકે જ છે. એના ઉત્તરો પૂરેપૂરા કયારેય મળતા નથી, કારણ કે- મને જેવું લાગે કે બધા જ જવાબો મળી ગયા છે, તરત સવાલો બદલાઈ જાય છે!

- જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઈ ગઈ છે એવું લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીય માહિતી ખોટી છે...
સમજણપૂર્વક થયેલો પરિશ્રમ જ લક્ષ્ય સુધી પહોંચાડે છે. લક્ષ્ય બદલતાં રહીને આપણે દોડી તો શકીએ છીએ, પરંતુ ક્યાંય પહોંચી નથી શકતા.

અરવલ્લીના પહાડ વચ્ચે એક સુંદર ગામ હતું. ત્યાં એક વિદ્વાન શિક્ષક રહેતા હતા. વિદ્યાર્થીઓ દૂરદૂરથી એમની પાસે ભણવા આવતા. ભણતર પૂરું થયા પછી ગુરુએ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે આ ગામ માટે કૂવો ખોદી કાઢો. ગુરુભક્ત વિદ્યાર્થીઓ તરત જ ઉત્સાહપૂર્વક કૂવો ખોદવા માંડ્યા. જમીન ઘણી સખત અને પથરીલી હતી, એટલે થોડું ખોદકામ કરતાં જ તેઓ થાકી ગયા.

બધાએ નક્કી કર્યું કે આ કૂવામાંથી પાણી નીકળે એમ નથી એટલે બીજો કૂવો ખોદીએ. પહેલો કૂવો અધૂરો રાખીને તેઓ બીજો કૂવો ખોદવા લાગ્યા. એમાંથી પણ પાણી ન નીકળતાં તેમણે ત્રીજો કૂવો ખોધો. આમ, તેઓ સ્થળ બદલતાં રહીને એક પછી એક કૂવો ખોદતા ગયા, પણ પાણી તો ન જ નીકળ્યું. આ વિદ્યાર્થીઓમાં એક એવો હતો જેણે કયા સ્થળે કૂવો ખોદવો એ નક્કી કરવામાં પૂરતો સમય લીધો અને પછી એકલો જ એ સ્થળે સતત ખોદતો રહ્યો.

છેવટે તે કૂવામાંથી એક દિવસ પાણી નીકળ્યુ. એણે ફક્ત એક જ કૂવો ખોદેલો, પણ તે આખો હતો. બીજા વિદ્યાર્થીઓ સો કૂવા ખોદી ચૂકેલા, પણ બધા અધૂરા હતા. ગુરુએ પેલા શિષ્યને કહ્યું: વત્સ, તારું શિક્ષણ પૂરું થયું છે... તું ઘરે જઈ શકે છે!
એક વાત ઘ્યાનમાં રાખવી કે જેના જીવનમાં ઉપરથી પોકાર નથી આવતો એના જીવનમાં નીચેથી બૂમ આવવાની શરૂઆત થઇ જાય છે. જીવનમાં બે પ્રકારના પોકાર છે. એક છે ઉપરથી આવતો, પહાડો પરથી આવતો પોકાર. મનુષ્યે પશુઓ સાથેની એક યાત્રા પૂર કરી છે. હવે એણે એક યાત્રા કરવાની છે પરમાત્માનાં દ્વાર સુધીની. ઉપરથી આવતો પોકાર એને પરમાત્મા સુધી લઇ જાય છે. નીચેથી આવતો પોકાર પશુઓનો પોકાર છે, જે એની પોતાની અંદર છુપાયેલો છે. જે રાજનીતિ એમ કહે કે ધર્મ સાથે અમારો કોઇ સંબંધ નથી, એ રાજનીતિ મનુષ્યની નિમ્નતમ વૃત્તિઓનો ખુલ્લો ખેલ બની રહે છે.
મનુષ્યના આત્માની એકમાત્ર ભૂખ છે સ્વતંત્રતા. તમામ પ્રકારનાં બંધનોથી મુક્તિ. જે માણસ જેટલો આત્મવાન છે, એટલો જ તે મુકત ચેતનાનો માલિક છે. આ તો એકદમ સાત્ત્વિક વાત થઈ, બધા સત્પુરુષોની ભાવદશાની વાત થઈ, પરંતુ દુષ્ટજન પણ દુષ્ટતાના પોતાના ખેલ માટે પૂરી સ્વતંત્રતા ઇચ્છે છે. અહંકારી પણ સ્વતંત્રતાથી પોતાનો ઝંડો ફરકાવવા માગે છે. 

એટલે જ એક બુદ્ધ અને એક સિકંદરની સ્વતંત્રતા વરચે ઘણું અંતર છે, એક લાઓ ત્સે અને એક ચંગીઝખાનની સ્વતંત્રતાની ઇચ્છા વરચે ફરક છે. બુદ્ધ અને લાઓ ત્સે જેવા માનવ પોતે મુકત થઇને આખી દુનિયાને મુક્તિનો આનંદ આપવા ઇચ્છે છે. સિકંદર, નેપોલિયન, હિટલર અને ચંગીઝખાન મુકત થઇને દુનિયામાં હિંસાનો ખુલ્લો નાચ કરવા ઇચ્છે છે.
અર્નેસ્ટ હેમિંગ્વેએ એક વખત વખત કહેલું: ‘હું ૯૧ પાનાં જેટલો કચરો લખું ત્યારે તેમાંથી માસ્ટરપીસને લાયક હોય તેવું એક પાનું માંડ નીકળે.’ ઈવન હેમિંગ્વેએ પણ ‘કેવી રીતે લખવું’ એના નિયમો આપ્યા છે: (૧) ટૂંકાં ટૂંકાં વાકયો લખો,

(૨) શરૂઆતમાં ફકરા નાના હોવા જોઈએ, (૩) ભાષા પાસેથી કસીને કામ લો, (૪) લખતી વખતે પોઝિટિવ અપ્રોચ રાખો, નેગેટિવ નહીં અને (૫) માત્ર ચાર નિયમોથી સંતોષ ન માનો!
આમિર ખાને એક ઈન્ટવ્યુમાં કહેલું: ‘એક તબક્કે ‘પીપલી લાઈવ’માં નથ્થાનું મુખ્ય પાત્ર હું ભજવું તેવી શક્યતા ઊભી થઈ હતી. રાઈટર-ડિરેકટર અનુશા રિઝવી મારો વિડીયો ટેસ્ટ પણ લેવાની હતી. અમે જોવા માગતા હતા કે આ કેરેકટરમાં હું કેવોક દેખાઉં છું.. પણ ત્યાં જ અમને ઓમકારદાસ માણિકપુરી મળી ગયો. તે નથ્થાના રોલ માટે એટલો પરફેકટ હતો કે પછી મારો વિડીયો-ટેસ્ટ જ ન લેવાયો.’

છત્તીસગઢના દેહાતી કલાકાર ઓમકારદાસના અસલી જીવનના અનુભવોનું વિશ્વ દેખીતી રીતે જ મુંબઈમાં ફાઈવસ્ટાર જીવન જીવેલા કરોડપતિ આમિર ખાન કરતાં જુદું હોવાનું, નથ્થાના કિરદારથી વધારે નિકટ હોવાનું. નથ્થાના પાત્રમાં ઓમકાર જે અસર ઊપજાવી શકયો છે તે આમિર ક્યારેય પેદા કરી શકયો ન હોત. અભિનેતા હોય કે લેખક, આખરે તો તેણે ખુદના અનુભવો, અનુભૂતિઓ, નિરીક્ષણોમાંથી અને સમજના ડેમમાંથી પોતાની કલા માટે જરૂરી હોય એટલું પાણી ‘ખેંચવાનું’ છે.
ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

June 23, 2011

Reimagining Japan: The Quest for a Future That Works


Earthquake, tsunami, and the worst nuclear crisis since Chernobyl: the triple disasters of March 2011 hit Japan when it was already feeling vulnerable, its confidence shaken by debt, deflation, and political inertia. Yet those terrible days also revealed Japan’s strengths, most notably the sense of community that created order and dignity amid the chaos.
In the short term, no one doubts Japan’s capacity to rebuild, but the country still faces daunting long-term challenges. Its population is aging and its workforce shrinking. In trade and diplomacy, it faces new pressures from a rising China. Many leading Japanese companies have lost global market share over the past two decades and struggled to become truly global competitors. Japan still excels at manufacturing, but it has been slow to develop its service sector. Meanwhile, the country’s education system continues to emphasize rote learning and cramming at the expense of innovation and creative thinking.
For Reimagining Japan: The Quest for a Future That Works, McKinsey invited 80 men and women from around the world to contemplate the challenges and opportunities facing the country as it recovers from the triple disasters. Contributors include CEOs, economists, Japan scholars, foreign-policy experts, authors, and journalists, as well as stars from sports and culture. This unique and distinguished collection of authors shares perspectives on Japan in essays that are insightful, thought provoking—and sometimes contradictory.
One theme stands out: Japan’s destiny is not fixed. The country can defy the prophecies of inevitable decline—if it acts without delay. As author Ian Buruma observes, “Japan has experienced periods of relative stagnation before, and managed to renew itself with extraordinary bursts of energy.” Contributors also agree that Japan must embrace the contradictions of its position—for example, by being both more global and more distinctly itself. Another point of agreement is that while Japan’s problems may be acute, they are shared in varying degrees by other developed societies. Japan’s response to its challenges offers important lessons for the rest of the world.

How To Get 5 Responses in 30 Seconds


How well does your company use social networking internally, for people to pick each other’s brains most effectively and access the full breadth of the organization’s collective intelligence?
If the answer is not very well, take a look at Tata Consultancy Services, which has over 198,500 IT consultants in 42 countries.
Some thoughts from K. Ananth Krishnan, TCS’s chief technology officer:
  • “If you’re dealing with a particular problem and you need help, you go into our social platform and you just ask. You type in a question saying, ‘This is a problem I’m having. Has anybody solved this before?’ And you might get five responses in 30 seconds from people who have done exactly what you tried to do, and they have their solutions. Of course, three responses might say one thing and two might say something totally different. So you still have to use the intuition and the judgment.”
  • “I find that Gen X and the Gen Y people are actually good at this. Better than older people like me. We might get stymied by what to do next, but they seem to be able to kind of figure out okay, I’m going to go with what these three people said.”
  • “I [recently wrote a blog post] on the ideation process. There are a lot of things that I as the CTO of India’s largest software company should be looking at. Obviously, I don’t have the bandwidth to look at all of them. So I’m asking my readers to help me find out what am I missing. What are the three things they feel I should be paying attention to? Hopefully I will get a few hundred responses, and then I and my staff will go through and make sure that we pick the top three from there. I do this quite often to supplement what I’m reading from all the other sources of information. The kind of insights that our business leaders might need for creating a new service offering or going after a new market or whatever, many of those get validated by this softer data.”
True authentic confidence comes from a sense of self-efficacy, self-worth and self-esteem, all key traits of self-leadership, which have been built over time from experience - learning lessons from failures as well as successes. Professor Albert Bandura from Stamford University, amongst other luminaries has published a number of books and conducted studies on self-efficacy, I have found them inspiring reading. 

June 22, 2011

Knowledge builds confidence! When I say knowledge, I am referring to many aspects of what we do on a daily basis. First, you must be transparent with yourself on your mind set. If you believe in yourself and your abilities thats all you need. Secondly, If you have reservations about yourself in certain areas, attack them with complete focus and on purpose intent to defeat any anxiety on the issues at hand. Lastly, Confidence is being two to three steps ahead of the game! Be fearless in any effort to maximize your confidence! 
Directors with an ownership mindset whether from the family or outside - have passion for the company, look long term, and take personal responsibility for the firm. They will spend time to understand things they don't know and not pass the buck to others. 

They will stand their ground when it is called for. Ultimately, the success of the company over the long term matters to them at a deep, personal level.

June 18, 2011

Many of the Chinese Firms surveyed did not even employ managers who spoke the same language as the workers, relying on interpreters or basic sign language for communication. As you can imagine, this does not lead to a feeling of mutual support between management and workers.

June 17, 2011


અખબારી આલમમાં જબરદસ્ત ઊથલપાથલ થઈ રહી છે. કેટલીક પ્રકાશન સંસ્થાઓમાં તંત્રીઓનું અવમૂલ્ય થઈ રહ્યું છે. અનેક અખબારી માલિકો હવે એમ માનતા થઈ ગયા છે કે અખબાર એક કન્ઝ્યુમર પ્રોડકટ છે. જેમ ટૉઇલેટ સોપની ગોટી એમ અખબાર પણ માર્કેટિંગની કરામત ઉપર ચાલે છે. મેનેજમેન્ટની અને એડિટોરિયલની ભેળસેળ થઈ રહી છે. એક જમાનામાં તંત્રી સર્વોપરી ગણાતો હતો. આજે એવું નથી. જરીપુરાણી જૂની શૈલીઓ હવે રસ્તાની બેઉ બાજુએ ત્યજી દેવાયેલી વિખરાયેલી પડી છે. અખબારોનાં પ્રથમ પાનાઓને હવે પ્રયાસપૂર્વક ઝમકદાર, નાટયપૂર્ણ અને ઓફ્બીટ બનાવવામાં આવી રહ્યાં છે. અખબારો અને સામયિકોની માંહ્યોમાંહ્યની કોમ્પિટિશન કાતિલ છે. 

એમાં વળી બીબીસી અને સ્ટાર ટીવી અને દૂરદર્શન ઉપર ચિક્કાર પ્રમાણમાં ન્યુસ તથા વ્યુઝ આપવામાં આવે છે. બાપડાં દૈનિકો કે સાપ્તાહિકો માટે કશું જ બચતું નથી. અખબારી માલિકો કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરે છે. અખબારોનો ફેલાવો શી રીતે ટકાવી રાખવો અને જાહેરખબરોની આવકો શી રીતે વધારવી તે અખબારી માલિકો માટે એક મોટી શિરોવેદના છે. અખબારી કાગળના ભાવ આસમાને ગયા છે અને અંગ્રેજોની જેમ અખબારી માલિકોનું રાજ પગારે જવા બેઠું છે. પત્રકારો અને અખબારી મેનેજરોનાં વેતનો ફૂલીને ફાળકો થઈ ગયાં છે. માલિક ઇરછે છે કે તંત્રીઓ કશુંક નવું કરી બતાવે. મોટા ભાગના તંત્રીઓ જુનવાણી રૂઢિચુસ્ત સ્કૂલના છે. 

તેઓ ઝટ ન્યુ જર્નલિઝમની તરકીબો અજમાવતા નથી. આથી માલિકોએ વારંવાર હાયર એન્ડ ફાયર કરવું પડે છે. અખબારીસ્વાતંત્ર્યની વાતો થાય છે ત્યારે એ સ્વાતંત્ર્ય કોનું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. માલિકો કહે છે, અમે અબજો રૂપિયા આ ધંધામાં હોમ્યા છે, યુ હેવ નો રાઇટ ટુ પ્લે ડકસ એન્ડ ડ્રેકસ વિથ અવર પ્રોપર્ટી. અખબારી આલમમાં ચઢતીઊતરતી ભાંજણીના હોદ્દાઓ હોય છે. હયદળ, પાયદળ, હાથી, ઘોડા, ઊંટ અને વઝીરની આ આલમમાં તંત્રીખાતાના સાહેબલોકો સૌથી એદી અને આળસું ગણાય છે. 

નવી દિલ્હીની ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની કચેરીમાં બેનેટ કોલમનના પ્રોપરાયટર સમીર જૈને એકવાર કહ્યું હતું કે ડઝનબંધ સિનિયર એડિટરો, એસિસ્ટંટ એડિટરો, ડેપ્યુટી એડિટરો, એક્ઝિક્યુટિવ એડિટરો અને રેસિડેન્ટ એડિટરોની આખી ફોજ અઠવાડિયે ૨૦૦ શબ્દોનો એક ફાલતું કટકો (પીસ) ઘસડી કાઢે એટલું કામ પર્યાપ્ત નથી. મુદ્દે રાષ્ટ્રીય અખબારોને પહેલે પાને હવે રોજ અવનવા ઇન્નોવેશન્સ થઈ રહ્યાં છે. ચોલી અને સેકસી સોન્ગ અને માઇકલ જેકસન અને લૉરેના બૉબિટ અને પ્રિન્સેસ ડાયના અને સારાહ ફગ્ર્યુસન જેવી ફ+ન્સી આઇટેમો હવે હકથી અખબારોને પહેલે પાને આવીને ચપ્પટ બેસી જાય છે. હવે કોઈ આઇટેમ અછૂત નથી ગણાતી.

આફ્ટર ઓલ, વૉટ ઈઝ ન્યુસ? જેમાં નાવીન્ય હોય તે ન્યુસ. જેમાં ડ્રામા હોય તે ન્યુસ. જે અણધાર્યું હોય તે ન્યુસ. જે અકલ્પ્ય હોય તે ન્યુસ. પત્રકારત્વનાં પાઠયપુસ્તકોની હેક્નિડ બાનીમાં કહીએ તો કૂતરો માણસને કરડે તે ન્યુસ નથી પણ માણસ કૂતરાને બચકું ભરે તો તે ન્યુસ છે. સુજ્ઞ વાચક, ધારો કે દેવિકારાણી મૃત્યુ પામે તે ન્યુસ છે અને આપણે એ આઇટમ પહેલે પાને છાપીએ પરંતુ તેમનો નશ્વર દેહ બીજે દહાડે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય એ આઇટેમ પહેલે પાને છાપવી જોઈએ? કરડતા કુત્તાવાળો પેલો માપદંડ અજમાવીએ તો દેવિકારાણીની અંતિમક્રિયા એ ન્યુસ નથી પણ જો દેવિકારાણીનું બોડી છેલ્લી ઘડીએ એકાએક બેઠું થાય, ઊભું થાય અને દોડવા માંડે તો તે બેશક, ન્યુસ છે. 

બસ અકસ્માતમાં ૬૯ માણસો મૃત્યુ પામ્યા તેને ન્યુસ ગણીને આપણે પહેલે પાને છાપીએ. ઓકે. છાપીએ. પરંતુ બીજે દહાડે ધ ટોલ રાઇઝીઝ ટુ સેવન્ટી એવી આઇટેમ પહેલે પાને વિચિત્ર લાગતી નથી? ભલાદમી, ૫૦ જણ ઘાયલ થયા હોય એમાંથી ઓર એક મૃત્યુ પામે અને ૬૯ જણ જો અગાઉ મૃત્યુ પામ્યા હોય તો કુલ્લે સરવાળો ૭૦ થાય જ. માલિકો વિરુદ્ધ તંત્રીઓની લડાઈમાં કોઈએ જગતકાજી બનવાની જરૂર નથી. તંત્રીઓએ ચીલાચાલુ ઘરેડમાંથી બહાર આવવું જ પડશે. માલિકો તંત્રીને સમજાવશે કે, ભઈ, આમ ન ચાલે, આપણે તો આપણું પ્રોડકટ વેચવાનું છે. 

માલિકોએ કેટલાંક અખબારોમાં સિનિયર મેનેજરોને અને સિનિયર એડિટરોને શા માટે સ્વપ કર્યા? શા માટે તેમણે ભેળસેળ કે અદલાબદલી કરી? તંત્રીસાહેબો પાસે શો વિકલ્પ છે? સિમ્પલ: ન ફાવે તો ચાલતી પકડવાની. તંત્રી વિભાગોના ટોચના કહેવાય એવા આ હોદ્દાઓ એવા છે કે ત્યાં એ મેન સ્ટુન્ડ્ઝ ઓર ફૉલ્સ ઓન ધ બેસિસ ઓફ મેરિટ. અત્યારે અનેક મેનેજમેન્ટોએ સિનિયર પત્રકારોને કોગ કે સ્ક્રૂ કે નટ કે બોલ્ટ જેવા બનાવી દીધા છે. અનેક માલિકો માને છે કે અખબાર એવું હોવું જોઈએ કે જે વાચકોની ચાહના અને વાચકોનો રિસ્પેકટ ધરાવતું હોય. જેને ક્રેડિબિલિટી હોય. જે સાચ્ચા ન્યુસની અને ફરમાયશી ન્યુસની ભેળસેળ ન કરતું હોય. જે સગલાંઓને અને સમાજના બનીબેઠેલા મોભીઓને એકધારી રીતે પ્રસિદ્ધિ આપતું ન હોય. જેમાં ભદ્ર સમાજના અમુક જ શ્રીમંત વગદાર પ્રસિદ્ધિ ભૂખ્યા મહાનુભાવોનાં ભાષણો અને ફોટા રોજ ન છપાતાં હોય. જે જ્ઞાતિનેતા બેરિસ્ટરોને અને હીરાના સમ્રાટોને ચિક્કાર જગ્યા ફાળવતાં ન હોય. 

અનેક તંત્રીઓ કહેશે કે માલિકોનાં સ્થાપિત હિતોનો પ્રચાર અમારે શા માટે કરવો? જવાબ: જરા ભીતર નજર કરો અને કહો કે તમારાં પોતાનાં સ્થાપિત હિતો અને વળગણો અને નેપોટિઝમ કમ છે? તંત્રીઓએ જો પોતાની ગરિમા જાળવી હોત, તંત્રીઓએ જો વ્યવસાયની સ્વરછતા જાળવી હોત, તંત્રીઓએ જો પત્રકારત્વનું ઉરચ ધોરણ ટકાવી રાખ્યું હોત, તંત્રીઓએ જો ન્યુસમાં અને વ્યુઝમાં પાણી નાખ્યું ન હોત, તંત્રીઓએ જો ન્યુસમાં અને વ્યુઝમાં સબસ્ટેન્ડર્ડ માલ ઠપકાર્યોન હોત તો આજે પ્રોપરાયટરો તેમની છાતી ઉપર ચઢી બેસવાની હિંમત ન કરત. 
તમે જીવનમાં માત્ર આનંદ અને આનંદ ભોગવ્યો હોય તે વાતોની ડાયરી રાખતા થાઓ. તેને પછીથી વાંચશો તો પ્રતીત થશે કે આ જિંદગીએ આપણને કેટલો આનંદ અને સુખ આપ્યાં છે! જ્યારે પણ ગમગીનીમાં હો ત્યારે આ આનંદની ડાયરી વાંચો. કવિ ટી.એસ. ઇલિયટની કહે છે: જો તમારી ઇચ્છાશક્તિ પ્રમાણે જીવી શકાય તેમ ન હોય તો પછી જિંદગી જે કાંઇ તમને આપે તે સ્વીકારીને જલસાથી જીવો. બીજો કોઇ વિકલ્પ નથી. 

એફ. ડબ્લ્યુ. જે. શીલિંગ નામના ફિલસૂફે કહેલું, ‘શું ઇશ્વરનું એકમાત્ર ઘ્યેય સર્જનનું જ હતું? કે ધીમેધીમે વિકસવાની વાત હતી? આખરે આ જીવન શું છે? ઈશ્વર જીવન છે અને જીવન જ ઈશ્વર છે. તેના ઉપર આવરણ કે પડળ આવ્યાં કરે છે, આવશે અને પછી ઊખળી જશે.’ તેથી આશાવંત-ઓપ્ટિમિસ્ટ બનવું જ રહ્યુ. 

‘વ્હોટ ઇઝ એનલાઈટનમેન્ટ’ નામના પુસ્તકમાં ટોમ હ્યુસ્ટને કહ્યું છે કે માનવીમાં આખરે પૂર્ણ આઘ્યાત્મિકતા આવશે જ. વર્તનાનની વાસ્તવિકતાનો આ વાત સાથે જોકે મેળ ખાતો નથી, પરંતુ બીજા વંઠે છે, તો તેના વાદેવાદે આપણે શું કામ વંઠાવું જોઇએ? આજ સુધી ઉપભોગવાદ અને હિંસાના વાતાવરણમાં ઊછરેલા પિશ્ચમના ફિલોસોફરો જો આશા આપતા હોય અને આઘ્યાત્મિકતાની ચરમ સીમાનો લાડવો દેખાડતા હોય તો શું કામ તેમાં શ્રદ્ધા ન રાખવી? અમેરિકન ચિંતક રાલ્ફ વાલ્ડો ઇમર્સનથી માંડીને ભારતના ફિલસૂફ અને સ્ટેટસમેન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઓસ્ટ્રિયાના નૃવંશશાસ્ત્રી તેમ જ ફયુચરિસ્ટ રૂડોલ્ફ સ્ટેઇનર, ઇગ્લિંશ ફિલોસોફર આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ વગેરે મહાનુભાવો કહે છે કે માનવજાત આખરે વિકાસ પામીને પૂર્ણત્વ પામશે, કારણ કે ઇશ્વર માનવ છે અને માનવ જ ઇશ્વર છે.

ટોમ હ્યુસ્ટને શ્રી મહર્ષિ અરવિંદનો દાખલો આપ્યો છે. તેમણે માનવની ઇવોલ્યુશનરી થિયરીને ભારતના રહસ્યવાદની ચેતના સાથે જોડીને આશા બતાવી છે કે માનવ આ સૃષ્ટિમાં રહીને જ નિર્વાણ પામશે. તેણે આઘ્યાત્મિક માર્ગથી રયુત થવાનું નથી. તમે માળા ફેરવતા હો, મંદિરે જતા હો, નમાજ પઢતા હો, મક્કાની હજ કરતા હો કે હિમાલયમાં અમરનાથની યાત્રા કે માનસરોવરની યાત્રા શ્રદ્ધા સાથે કરવા માગતા હો તો શ્રદ્ધા છોડશો નહી. માનવની એ શ્રદ્ધા જ તેને પૂર્ણતા બક્ષશે. 

ઈશ્વર ઉપરની શ્રદ્ધા છોડશો નહીં. દર્દ ખૂબ વધી જાય ત્યારે દર્દ જ દવા બની જાય છે. આજુબાજુની હિંસાથી વ્યથિત થશો નહીં. સદીઓ પહેલાં તો આજના કાશ્મીર કે પૂર્વ ભારત કરતાં વધુ હિંસા થતી હતી. અગાઉની સરખામણીએ આજે આપણે ખૂબ શાંતિથી જીવીએ છીએ. તાત્પર્ય એ કે માનવમાં અહિંસા કે પ્રેમ કે સહકારની ભાવના વધુ ખીલશે. મહર્ષિ અરવિંદની આગાહી પ્રમાણે એક દિવસ ભારત-પાકિસ્તાન એક થશે. તાજેતરમાં એક પુસ્તક પ્રગટ થયું છે, તેનું નામ ‘મેક્કાનોમિક્સ’ છે. 

તેના લેખક વાલી નસ મૂળ ઇજિપ્તના છે. તેઓ કહે છે કે આરબ દેશો, પેલેસ્ટાઇન અને બીજા મુસ્લિમ દેશોના મુસ્લિમો સમજી ગયા છે કે આખરે તો આર્થિક પ્રગતિ જ તેમનો ઉદ્ધાર કરશે. ફંડામેન્ટલિઝમ કે જિહાદ કે ટેરરિઝમથી કંઇ નહી વળે. ધારો કે પાંચ લાખ મુસ્લિમો ટેરરિઝમમાં હોય તો કુલ સવાઅબજ મુસ્લિમોની તુલનામાં તેઓ કંઇ નથી. તમામ જૈનો અહિંસક નથી. તમામ હિંન્દુઓ શાકાહારી નથી. થોડાક જ અપવાદો છે. ઇસ્લામમાં જોકે આવા અપવાદની સંખ્યા મોટી છે પણ આખરે બધાની સાન ઠેકાણે આવશે જ. 
જર્મન ફિલોસોફર ગોટફ્રાયડ વિલહેલ્મ લિબનિઝે ૩૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે માનવજાત ધડામ્ દઇને વિકસી નથી. તમામ વિકાસની પ્રગતિ ધીમી હોય છે. અંગ્રેજીમાં તેને ઇવોલ્યુશન કહે છે. ઇવોલ્યુશન એટલે ક્રમિક વિકાસ, ઉત્કર્ષ, ઉત્ક્રાન્તિ, પરિવર્તન વગેરે. ફિલોસોફર લિબનિઝ શ્રદ્ધાળુ હતા. તેઓ કહે છે કે આ ઉત્ક્રાન્તિ કે વિકાસની પ્રક્રિયા એ ઇશ્વરની જ રચના છે. બધું જ ધીમેધીમે વિકસે છે. આ ફિલોસોફર કંઇ અલખ નિરંજન કહીને ચીપિયો પછાડનાર જેવો તેવો બાવો નહોતો. તે ફિલોસોફર ઉપરાંત સાયન્ટિસ્ટ, વકીલ, ભાષાશાસ્ત્રી, મેથેમેટિશિયન અને શોધક પણ હતો. કમ્પ્યુટર ટેકનોલોજી જેના આધારે વિકસી તેનો સિદ્ધાંત લિબનિઝે શોધેલો
ચારપાંચ દાયકા પહેલાં દર એક મહિને સુરત, અમદાવાદ કે મુંબઇમાં એક-બે જૈન યુવક-યુવતી દીક્ષા લેતાં. આજે સંખ્યા ઘટી ગઈ છે. કથાકારોની કથામાં શ્રોતાની સંખ્યા ઘટતી જાય છે. હા, મંદિરો, મક્કાની હજ અને ગુરદ્વારામાં ગિરદી વધી છે. તીર્થસ્થાનોમાં ગિરદી વધી છે. તેનો અર્થ એ થયો કે તમામ સમૃદ્ધિ છતાં પીડા અને બીમારી વઘ્યાં છે. તેના ઇલાજ માટે માણસ હાથ ઊંચા કરી દે છે ત્યારે ઇશ્વર, અલ્લાહ કે મહાવીર ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે છે. અશ્રદ્ધાળુ કે નિરીશ્વરવાદીઓ તેમ જ ‘ગોડ ઈઝ ડેડ’નું સૂત્ર લખનારા નિત્શે જેવા જર્મન ફિલોસોફરો પણ ગાંગરી ગાંગરીને મરી ગયા છતાં આજે આપણે વધુ ને વધુ ઇશ્વરમાં માનતા થયા છીએ. તો શું માનવજાત ઇશ્વરનું સતત રટણ કરતી કરતી ઉપભોગ, સેકસનો અતિરેક, હિંસા અને ધનનો લોભ કરીકરીને નષ્ટ થઇ જવાની છે? ના. ઇશ્વરે એ માટે સૃષ્ટિ રચી નથી તેવી ખાતરી પણ તાજેતરમાં તાજી થતી જાય છે.

તેલ, નેચરલ ગેસ વગેરે ઊર્જાના કુદરતી સ્રોતો થયા, પણ તે કંઈ અક્ષયપાત્ર નથી. ઊર્જાના વૈકિલ્પક સ્રોતો વિકસાવ્યા વગર આપણે ચાલવાનું નથી.

શું તમે જાણો છો કે અમેરિકનોનો ઇલેક્ટ્રિસિટીનો વપરાશ દર ૨૦ વર્ષે બમણો થઈ જાય છે? એક અંદાજ મુજબ ૨૦૩૦ સુધીમાં અમેરિકાનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ૪૫ ટકા જેટલું વધી જવાનું. આ તો એકલા અમેરિકાની વાત થઈ. દુનિયાભરના દેશોની હાલત વત્તેઓછે અંશે આવી જ છે. તેલ, નેચરલ ગેસ વગેરે ઊર્જાના કુદરતી સ્રોતો થયાં, પણ આ સ્ત્રોતો કંઈ અક્ષયપાત્ર નથી કે ક્યારેય ખતમ જ ન થાય. ક્યારેક તો એનું તળિયું દેખાવાનું જ છે. ભવિષ્યમાં દુનિયાની ગાડી વિનાઅવરોધે ચાલતી રહે તે માટે ઊર્જાના વૈકિલ્પક સ્રોતો વિકસાવ્યા વગર ચાલવાનું નથી. વૈકિલ્પક ઊર્જાના અમુક પ્રકારો (જેવા કે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી) આંશિક રીતે ઓલરેડી ઉપયોગમાં લેવાય છે. આ દિશામાં નવા નવા પ્રયોગ સતત ચાલતા રહે છે. જિયોથર્મલ અને બાયોફયુઅલ એનર્જી જેવા પ્રકારો વિશે આમઆદમી પ્રમાણમાં ઓછું જાણે છે. 

આગળ વધતાં પહેલાં કેટલાક એનર્જી ફન્ડા વિશે સ્પષ્ટ થઈ જઈએ. એનર્જી શબ્દનું મૂળ ગ્રીક energeia શબ્દમાં છુપાયેલું છે. ઈસવી સન પૂર્વે ચોથી સદીમાં એરિસ્ટોટલ લિખિત Nicomachean Ethics નામના પુસ્તકમાં આ શબ્દ પહેલી વાર પ્રયોજાયો એવું માનવામાં આવે છે. આપણી આસપાસ જે કંઈ છે તે સઘળામાં એનર્જી યા તો શક્તિ કે ઊર્જા છે. આપણી ભીતર પણ ઊર્જા સંઘરાયેલી છે. ઊર્જા એટલે એકઝેકટલી શું? સાવ સાદી ભાષામાં વ્યાખ્યા બાંધીએ તો, એનર્જી એટલે કામ કરવાની ક્ષમતા. કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે તો તે ગતિમાન બને. ગતિને કારણે પેદા થતી શક્તિને કાઈનેટિક એનર્જી (ગતિ-શક્તિ) કહે છે. જો બળને છૂટું ન મુકાય અને વસ્તુ ગતિમાન ન થાય તો તે વસ્તુમાં પોટેન્શિયલ એનર્જી (સ્થિતિ-શક્તિ) છે તેમ કહેવાય. કાઈનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી - આ બન્નોના ઘણા પ્રકાર છે.

ઉષ્મા(હીટ) અને ઇલેક્ટ્રિક એનર્જી કાઈનેટિક એનર્જીનાં સ્વરૂપો છે. અણુઓનાં હલનચલનથી પેદા થતી કાઈનેટિક એનર્જીથી ઉષ્મા પેદા થયા કરે છે. ઈલેકટ્રોન્સની ગતિથી પેદા થતી ઊર્જા ઇલેક્ટ્રિક એનર્જી છે. કેમિકલ રિએકશનને લીધે અણુ-પરમાણુઓ ગતિમાં આવે તેની પહેલાં તેમનામાં પોટેન્શિયલ એનર્જી સંગ્રહાયેલી હોય છે. તે જ પ્રમાણે, ફોટોન તરીકે ઓળખાતા અણુને ખૂબ બધી ગતિ મળે ત્યારે કાઈનેટિક એનર્જીને લીધે તે પ્રકાશિત થઈ ઊઠે છે. કેટલાંક તત્ત્વોના ન્યૂક્લિયસમાં પોટેન્શિયલ ન્યૂક્લિયર એનર્જી સંગ્રહાયેલી હોય છે. આ પોટેન્શિયલ એનર્જી જ્યારે રિલીઝ થાય છે ત્યારે ગરમી અને રેડિયેશનના રૂપમાં કાઈનેટિક (યા તો ન્યૂક્લિયર) એનર્જી પેદા થાય છે. હવે, બેક ટુ ઓલ્ટરનેટિવ એનર્જી સોર્સિસ. સૌથી પહેલાં સોલાર એનર્જી.

સોલાર પાવર (સૌર શક્તિ)

લિયોનાર્ડોદ વિન્ચીએ છેક ૧૪૪૭માં આગાહી કરેલી કે ભવિષ્યમાં સોલાર એનર્જીનું ઓધોગિકીકરણ થશે. દુનિયામાં વીજળીની અછત હંમેશાં રહી છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં બે અબજ લોકો પાસે હજુ સુધી વીજળી પહોંચી નથી. આની સામે આ વિગત પણ જાણી લો: અમેરિકામાં દુનિયાની માત્ર પાંચ ટકા વસતી રહે છે, પણ તેઓ દુનિયાના કુલ વીજ ઉત્પાદનના ૨૬ ટકા હિસ્સો ઓહિયા કરી જાય છે!

સોલાર પાવરનો નિયમ બહુ સાદો છો. સૂર્યના પ્રકાશને સોલાર સેલ્સમાં ‘કેદ’ કરી લેવામાં આવે અને તેનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે. એક અંદાજ પ્રમાણે, સૂર્ય પૃથ્વીની સપાટી પર માત્ર એક મિનિટમાં જેટલો પ્રકાશ ફેંકે છે તે સઘળો જો આપણે કેપ્ચર કરી શકીએ અને તેનું એનર્જીમાં રૂપાંતર કરી શકીએ તો સમગ્ર દુનિયાની એક વર્ષની જરૂરિયાત પૂરી થઈ જાય! આ તો ખેર, થિયરીની વાત થઈ. બાકી સૌરશક્તિનો ઉપયોગ સામાન્યપણે પાણી (અથવા બીજું કંઈ પણ) ગરમ કરવામાં, રાંધવામાં અને વીજળી પેદા કરવામાં થાય છે. આ એક એવી એનર્જી છે, જે સૂર્ય છે ત્યાં સુધી ચોક્કસપણે અસ્તિત્વમાં રહેશે! 

આ એનર્જી નથી ગંદું પાણી છોડતી, નથી વાયુ પ્રદૂષિત કરતી કે નથી હાનિકારક કેમિકલ રિએકશન પેદા કરતી. ૧૯૯૦માં સોલાર એનર્જી વડે અમેરિકામાં એક વિમાને ૪૦૬૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું, જે એક વિક્રમ છે. સોલાર પદ્ધતિની ખામી એ જ કે રાત સિવાય આકાશ વાદળછાયું હોય ત્યારે પણ તેના વડે એનર્જી પેદા થઈ શકતી નથી. વળી, સોલાર સ્ટેશનો બાંધવા ખર્ચાળ છે અને ઝાઝી સૌર ઉર્જા પેદા કરનાર પ્રોજેકટ્સ જગ્યા પણ ઘણી રોકે છે. આ થયા માઈનસ પોઈન્ટ્સ.

આપણે રોજિંદાં જીવનમાં જે ઉપકરણો વાપરીએ છીએ તેમાંથી સૌથી વધારે વીજળી કોણ ખાઈ જાય છે, જાણો છો? ઇલેક્ટ્રિક ઓવન. બીજા નંબરે આવે છે માઈક્રોવેવ અને તે પછીના નંબર છે એરકંડિશનર. ભવિષ્યમાં આ બઘું સોલાર પાવરથી સંચાલિત થઈ જાય તો નવાઈ નહીં. 

વિન્ડ પાવર (વાયુશક્તિ)

વાયુશક્તિનું સૌથી પ્રખ્યાત સિમ્બોલ હોય તો એ છે પવનચક્કી. પવનચક્કીનો જન્મ સદીઓ નહીં, સહસ્ત્રાબ્દીઓ પહેલાં થઈ ચૂકયો છે- છેક ઈસવી સન પૂર્વ ૨૦૦મા વર્ષમાં. તે જમાનામાં ચાઈના અને મઘ્ય પૂર્વના દેશોમાં લોકો પવનચક્કી વડે પાણી સીંચતા.

પહેલી આધુનિક વિન્ડ ટર્બાઈન અમેરિકાના વર્મોન્ટ સ્ટેટમાં ૧૯૪૦ના દાયકામાં ઊભી થઈ. વિન્ડ એનર્જી ફૂંકાતી હવાને ‘બાંધી’ને વિન્ડ ટર્બાઈનના પાંખિયાંને ફેરવે છે. ઇલેક્ટ્રિક જનરેટરની મદદથી પાંખિયાંની વર્તુળાકાર ગતિનું ઇલેક્ટ્રિક કરંટમાં રૂપાંતર કરવામાં આવે છે. અગાઉ વિન્ડમિલોમાં પવનશક્તિનો ઉપયોગ યંત્રો ચલાવવામાં પણ થતો હતો, જેમ કે અનાજ દળવું કે પાણીનો પમ્પ ચલાવવો. હવે વિશાળ વિન્ડ ફામ્ર્સમાં ઇલેક્ટ્રિક પાવરને એકત્રિત કરવામાં આવે છે, જે મુખ્ય વસાહતથી દૂર હોય તેવી જગ્યાઓ તેમ જ સ્વતંત્ર રહેણાંકમાં ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આજે વિન્ડ ટર્બાઈન વડે અમેરિકાના છ લાખ પરિવારોની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. 

વિન્ડ પાવર કુદરતી રીતે જ પ્રદૂષણમુકત છે. આ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ. પવન એક એવો સ્ત્રોત છે, જે ક્યારેય ખતમ થવાનો નથી. વિન્ડ પાવરની ખામી છે સાતત્યનો અભાવ. પવનની ગતિ જેવી ઘટે કે પાંખિયાં ધીમા પડે ને વીજળી ઓછી પેદા થાય. ઇલેક્ટ્રિસિટીના એકધારાં ઉત્પાદન માટે સાતત્ય ખૂબ જરૂરી છે. વિન્ડ એનર્જીને વીજળીમાં રૂપાંતરિત કરવા માટે પવન ફૂંકાવાની ગતિ સરેરાશ ૧૪ માઈલ પ્રતિ કલાકની હોવી જરૂરી છે. 

જિયોથર્મલ એનર્જી 

એકદમ શાબ્દિક અર્થ જોઈએ તો, જિયોથર્મલ એટલે પૃથ્વીની ગરમી. જિયોથર્મલ એનર્જી એટલે પૃથ્વીના પટ નીચે સંગ્રહાયેલી ઉષ્મા. પૃથ્વીના પેટાળમાં સતત ગરમી ઉત્પન્ના થતી રહે છે. આ ગરમીને કેપ્ચર કરવામાં આવે તો તે ઊર્જાનો એક ઉત્તમ સોર્સ બની રહે. જમીનમાં છિદ્ર કરવામાં આવે તો ભીતર પેદા થયેલી ગરમી વરાળના રૂપમાં બહાર ધસી આવે છે. આ વરાળનું શુદ્ધીકરણ કરીને તેનાથી ટર્બાઈન્સ ચલાવી શકાય છે. આ ટર્બાઈન્સ ઇલેક્ટ્રિક જનરેટર્સને પાવર પૂરો પાડી શકે. જો પૂરતી તકેદારી લેવામાં આવે, તો જિયોથર્મલ એનર્જી કોઈપણ હાનિકારક આડપેદાશ વગર ઉત્પન્ના કરી શકાય છે. જો તકેદારી ન લેવાય તો પ્રદૂષણ પેદાં થતાં વાર ન લાગે. જમીનને ડ્રિલ કરવામાં જોખમ એ રહે છે કે હાનિકર્તા ખનીજો અને વાયુ બહાર ખેંચાઈ આવી શકે છે.

ન્યૂક્લિયર એનર્જી

જર્મની અને ફ્રાન્સ જેવા દેશમાં ન્યૂક્લિયર એનર્જીનો સારો એવો ઉપયોગ થાય છે. અલબત્ત, ન્યૂક્લિયર એનર્જીના વપરાશ અંગે એક વર્ગ હંમેશાં વિરોધ કરતો રહ્યો છે. ૧૯૮૬માં યુક્રેઈનમાં ચર્નોબીલ રિએકટરમાં થયેલી ભયાનક દુઘટર્ના લોકો ભુલ્યા નથી. તે વખતે મેલ્ટડાઉન અને વિસ્ફોટોને પરિણામે રેડિયોએકિટવ વાદળો છવાઈ ગયાં હતાં. અમુક અસરગ્રસ્ત લોકોના જનીનિક માળખામાં એટલું નુકસાન થયું કે તેમણે ખોડખાપણવાળાં સંતાનોને જન્મ આપ્યો. આ દુઘટર્ના પછી ન્યૂક્લિયર રિએકટર ટેકનોલોજીમાં સિરેમિકસનો ઉપયાગ થવા માંડયો. સિરેમિકસમાં આત્યંતિક ગરમી સામે ઝીંક ઝીલી શકવાની ક્ષમતા હોવાથી તે સંભવિત મેલ્ટડાઉનને અટકાવી શકે છે. 

હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર એનર્જી

સલામતીના કારણસર ન્યૂક્લિયર પ્લાન્ટ્સથી દૂર રહેવા માગતા કેટલાક દેશો વૈકિલ્પક ઊર્જા તરીકે હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર વાપરે છે. જો પાણીનો પુરવઠો પૂરતો હોય તો હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર એક કિફાયતી વિકલ્પ બની રહે છે. આખી દુનિયામાં પાણી એ સૌથી પ્રચલિત રિ-ન્યુએબલ એનર્જી રિસોર્સ છે, જેના વડે હાલ બે કરોડ ૮૩ લાખ લોકોની વીજળીની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. અમેરિકામાં એરિઝોના અને નેવાડા રાજયોની વચ્ચે આવેલો હૂવર ડેમ વર્ષોથી હાઈડ્રોઇલેક્ટ્રિક એનર્જી પેદા કરે છે. ચીનના થ્રી જયોર્જ ડેમનું કામકાજ સંભવત: ૨૦૧૧માં પૂરું થઈ જશે અને તે દુનિયાનો સૌથી મોટું હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ધરાવવાનું માન ખાટી જશે. પ્રોજેકટ પૂરો થયા પછી તે વર્ષે ૨૨,૫૦૦ મેગાવોટ્સ જેટલી ઊર્જા પેદા કરશે. જોકે ડેમ બાંધવામાં સૌથી મોટી સમસ્યા વિસ્થાપિતોની ઊભી થાય છે. ગુજરાતવાસીઓ આ વાત બહુ સારી રીતે જાણે છે! 
જીવનની ઋતુઓ બદલાય છે. હવામાન તબદીલ થતું રહે છે પણ બે શબ્દો મનુષ્યના પ્રથમ શ્વાસથી અંતિમ ઉરછ્વાસ સુધી રહે છે : પ્રેમ અને દોસ્તી! આ બે શબ્દો વિનાના મનુષ્યનું અસ્તિત્વ લગભગ નિર્જીવ બની જાય છે. પ્રેમ શું છે, અને મૈત્રી શું છે, એવા પ્રશ્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જિંદગીમાં પ્રેમ અને દોસ્તી છે. મારે માટે પ્રેમનું પાત્ર સ્ત્રી છે, મૈત્રીનું પાત્ર પુરુષ છે. હું સ્ત્રીની સાથે મૈત્રી જ ફ્ક્ત રાખી શકતો નથી, અંતે એ મૈત્રીએ પ્રેમરૂપે ખીલવું જ પડશે. પુરુષની સાથે પ્રેમની શરૂઆત અંતે દોસ્તીમાં પરિણમે છે. દોસ્તી સમાંતર કે હોરીઝોન્ટલ વ્યાપમાં વિસ્તરે છે, પ્રેમની ગતિ ઊર્ધ્વ કે વર્ટિકલ છે. મારે હોરીઝોન્ટલ અને વર્ટિકલનો આ ક્રોસ કે સલીબ ઉપાડીને જિંદગી ગુજારવાની છે.

જીવનમાં ક્યારેય દુ:ખનો પડછાયો પણ ન અનુભવ્યો હોય એવી જાજવલ્યમાન અને શ્રીમંત ઘરની સ્ત્રીએ ફૂટપાથ પરના લઘરવઘર જેકને બોલાવ્યો. જેકને લાગ્યું કે એની મશ્કરી થઈ રહી છે એટલે ઊચું માથું કરી સામે જોયું પણ નહીં પણ એ સ્ત્રી તો સ્મિત વેરતી ત્યાં જ ઊભી રહી. પછી ધીમેથી હેતાળ સ્વરે ફરી બોલી, ‘તને ભૂખ લાગી હશે, નહીં?’ જેકના મોંમાંથી કટુ શબ્દો સરી પડયા, ‘ના રે ના. હમણાં જ રાષ્ટ્રપતિ સાથે ભયાôભાણે ભોજન કરી પાછો ફર્યોછું!’ હવે એ સ્ત્રીએ જેકનો હાથ પકડી એને ઊભો કરવાની કોશિશ કરી. એનો હાથ તરછોડતાં જેકે કહ્યું, ‘ચાલ્યા જાઓ, તમે અહીંથી જતા રહો અને મને એકલો છોડી દો.’

નજીક ઊભા રહી આ તમાશો જોઈ રહેલો પોલીસ એ બંનેની પાસે આવ્યો. એને નવાઈ લાગી. વર્ષોથી ફૂટપાથ પર જ રહેતા જેકનું આ સ્ત્રીને શું કામ પડયું હશે? સ્ત્રીની ઈરછા જેકને સામે દેખાતી હોટેલમાં લઈ જઈ ખવડાવવાની હતી. એણે પોલીસને કહ્યું, ‘મારી મદદ કરશો?’ પોલીસ કંઈ કહે કે કરે એ પહેલાં જેકે પોલીસને બે હાથ જોડી વિનંતી કરી કે મારે ક્યાંય નથી જવું. મારો કોઈ ગુનો નથી સાહેબ, મને છોડી દો.

પણ પોલીસને તો જેકનું નસીબ ઊઘડતું લાગ્યું. તેણે જેકને સખતાઈથી ઊભો કર્યોઅને પેલી સ્ત્રીની સાથે સામેની હોટેલમાં દોરી ગયો.હોટેલમાં ખાસ ભીડ નહોતી. એક ખૂણાના ટેબલ પર ત્રણેય બેઠાં. આ સ્ત્રી કોઈ મોટી કંપનીની માલિક હતી અને આ જ હોટલના બેન્કવેટ રૂમમાં એમની કંપનીની મિટિંગો યોજાતી. એને આ રીતે જેક સાથે આવેલી જોઈ મેનેજરને અચરજ થયું. 

પોલીસ અને મેનેજરને હજુ એનો ઉદ્દેશ સમજાતો નહોતો. છેવટે એણે મોઢું ખોલ્યું. જેક સામે જોઈ બોલી, ‘જેક, તને યાદ છે, હું કોણ છું? જેકે કરચલીવાળા ચહેરા પરની ઝીણી આંખો વધુ ઝીણી કરીને ધારીધારીને જોયું. તેને કશું યાદ ન આવ્યું. સ્ત્રીએ વાત આગળ વધારી. ‘વર્ષોપહેલાં આ જ હોટેલમાં હું ઠંડીથી ઠૂંઠવાતી અને ભૂખીતરસી આવી હતી. એ વખતે જેક આ હોટલમાં મેનેજર હતો અને મારી પરિસ્થિતિ અવળી હતી. 

નોકરીની શોધમાં રઝળપાટ કરતાં મારા ખિસ્સામાં માત્ર થોડા જ પૈસા બરયા હતા. ભૂખને કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. એ વખતે હોટલની પોલિસી વિરુદ્ધ જઈને તમે મને સેન્ડવિચ અને ગરમાગરમ કોફી આપ્યાં હતાં અને બિલના પૈસા પોતાના ખિસ્સામાંથી ચૂકવી નાખ્યા હતા. પછી એ દિવસ મારા માટે અતિ શુકનિયાળ સાબિત થયો. મને નોકરી પણ મળી અને ધીમે ધીમે સંજોગોએ પલટો લીધો. ઈશ્વરકૃપાથી હું એક મોટી કંપનીની માલિક બની અને આજે ઘણું ધન કમાઉં છું.’ સ્ત્રીએ જેકને પેટભરીને જમાડયો અને પોતાનું કાર્ડ આપ્યું. 

સારાં કપડાં ખરીદવા તથા ભાડેથી રહેવા માટેના ઘરના એડવાન્સ પૈસા આપ્યા અને તેને પોતાની જ કંપનીમાં સારા હોદ્દે ગોઠવી દેવાની ભલામણ પણ કરી.જેકની આંખોમાં આંસું આવી ગયાં. તેણે કહ્યું, ‘આ ઋણ હું કેવી રીતે ચૂકવીશ?’ પેલી સ્ત્રીએ જેકને કહ્યું, ‘એક વખતે ઈશ્વર જ મને તમારા સુધી લઈ આવ્યો હતો અને આજે પણ એ ઈશ્વર જ મને તમારા સુધી દોરી લાવ્યો છે.’ તમારા હાથે થયેલા નાના અમથા સત્કાર્યનો બદલો ઈશ્વર ક્યારે, કયા સંજોગોમાં અને કઈ રીતે વાળી આપે છે તે કહી શકાય નહીં.

સમજદાર લોકો એને પ્રેમરોગનું નામ આપશે. સામાન્ય રીતે બધા લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઇ રૂપે આ રોગથી ગ્રસ્ત થાય જ છે. અમુક સમય પછી એમને કોઈ તીવ્ર ઝટકો લાગે છે અને તેઓ એનાથી મુક્ત થઈ જાય છે. કેટલાક તો વળી પ્રેમમાં નિષ્ફળ જવાથી કે અપેક્ષાઓની પૂર્તિ ન થવાથી લગભગ પાગલ જેવી અવસ્થાએ પહોંચી જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે. આ ગાંડપણ કે વિક્ષિપ્તતાનો કયાં કોઈ ઈલાજ થઈ શકે છે? મજનૂ મહાશયનો ક્યારેય કોઈ ઈલાજ કરી શકયું છે?

મજનૂનો પ્રેમ તો અસાધારણ પ્રેમ હતો. ઓશો કહે છે કે સાધારણ પ્રેમમાં શું થાય છે? કોઈ ખાસ વ્યક્તિમાં તમને કંઈક એવું દેખાવા લાગે છે, જે અત્યારસુધી બીજા કોઈનામાં નહોતું દેખાતું. તમને ક્યારેક વિચાર આવ્યો છે કે પ્રેમીજન બીજાઓને પાગલ કેમ લાગે છે? એક વ્યક્તિ બીજીના પ્રેમમાં ડૂબે તો તમે હસશો. તમે કહેશો કે એ પાગલ છે, નાસમજ છે. વાતને સમજ, ભાનમાં આવ, આ શું કરી રહ્યો છે?

પ્રેમી પર આખી દુનિયા હસે છે, કેમકે આખી દુનિયા અંધ છે અને પ્રેમને નેત્ર અને દ્રષ્ટિ મળી ગયાં છે. એને કંઇક એવું દેખાય છે, જે બીજા કોઈને નથી દેખાતું. ‘હમ ખુદા કે કભી કાયલ ન થે, ઉનકો દેખા તો ખુદા યાદ આયા.’ પ્રેમી પહેલી વાર કોઈ સાધારણ વ્યક્તિમાં કોઈ ગેબી ઝલક મેળવી લે છે, પરમાત્માનાં દર્શન કરી લે છે. તમે જેના પારાવાર પ્રેમમાં પડો છો એનામાં જ તમને પરમાત્માની થોડી અમથી ઝલક પહેલી વાર મળે છે.

પ્રેમ પાસે જ આંખો છે. આંધળું જો કોઈ હોય તો એ મગજ છે. એકલો પ્રેમ જ સ્વસ્થ છે, કેમકે પ્રેમમાં જ જાતને સ્થિરતા મળે છે. દિમાગ બહુ તર્કબદ્ધ પ્રશ્નો પૂછે છે. દિમાગની પ્રશ્નો પૂછવાની રીતથી સાવધ રહેજો! 

કેટલાક દિવસ પહેલા એક અજબ સમાચાર વાંચવા મળ્યા કે અમેરિકાના ઓરેગોન રાજયમાં એક માણસ પર ‘લવ-એટેક’ થવાથી એને કામચલાઉ લકવો થઈ ગયો. મેટ ફેરકિંગ નામના આ મહાશયના મનમાં જ્યારે પણ પ્રેમ સંબંધી વિચાર ઊઠે છે ત્યારે એનું મગજ એના આખા શરીરને ફ્રીઝ કરી દે છે. જોકે, એ પોતાની આસપાસના અવાજો સાંભળી શકે છે, ચીજોને અનુભવી શકે છે છતાં એ પોતાની આંખો ખોલી નથી શકતો કે પોતાના શરીરને હલાવી પણ નથી શકતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ ભાઈને કેટાપ્લેકસીની સાથે સાથે નાર્કોપ્લેકસીની બીમારી પણ લાગુ પડી છે. 
‘જે લોકો મૌન પાળે છે તેઓ માત્ર બહારની વાતચીત બંધ કરી દે છે, પણ એનો અર્થ એવો નથી કે એમની અંદર વિચારો નથી ચાલતા. અંદર વિચાર બંધ થવા માટે મનનું અત્યંત શાંત થવું જરૂરી છે. જ્યારે બોલ્યા વગર પણ જીભનું કંપન બંધ થઈ જાય ત્યારે ખરું મૌન આકાર લે છે. ટ્રાય કરી જુઓ. તમારી જીભને પૂરેપૂરી અટકાવી દો - શાંત કરી દો. આ સ્થિતિમાં વિચારવાનો પ્રયાસ કરી જુઓ. તમે નહીં વિચારી શકો. જીભ ઠરી ગઈ હોય એવી રીતે એને સ્થિર કરી દો, એમાં કોઈ હલચલ ન થવા દો. આ સ્થિતિમાં તમારા માટે વિચારવું અસંભવ બની જશે. 
શું તમને ખબર છે તમારી જીભ તમારા વિચારોનું નિયંત્રણ કરે છે? વિશ્વાસ ન હોય તો મોં ખોલીને જીભને જરા સ્થિર કરો, તમારા વિચાર તત્કાળ બંધ થઈ જશે. આધુનિક બુદ્ધિજીવી માનવીની સૌથી વધુ મોટી સમસ્યા છે એનાં મન-મગજમાં સતત ખદબદતા રહેતા જાતજાતના વિચાર. આ બૌદ્ધિક માખીઓના આક્રમણથી દરેક માણસ હેરાન-પરેશાન રહે છે. ગમે તેટલી શમનકારી દવાઓ લો, શરાબ કે કેફી પદાર્થોમાં જાતને ડુબાડી દો તો પણ એ આક્રમણને શાંત કરવાનું, એનાથી છુટકારો મેળવવાનું અસંભવ છે. 

લાકડીના ટેકે બસમાં ચઢી રહેલી સુંદર યુવતી તરફ બેઠેલા દરેક પ્રવાસીએ સહાનુભૂતિપૂર્વક જોયું. એક હાથે સીટ ફંફોળી તે કંડક્ટરે જણાવેલી સીટ પર બેસી ગઈ. લાકડી પગ પાસે રાખીને એણે ટિકિટ લીધી. સુઝાનને દ્રષ્ટિ ગુમાવ્યાને લગભગ એક વર્ષ પસાર થઈ ચૂક્યું હતું.આંખની કોઈ ક્ષતિ નિવારતી વખતે ડોકટરની બેદરકારીને લીધે સુઝાને દ્રષ્ટિ ગુમાવી હતી. મારી સાથે આવું કેમ થયું એવો વિચાર એને સતત મૂંઝવતો, પણ એક પીડાદાયી સત્યથી તે વાકેફ હતી કે હવે ગમે તેટલું પણ એ રડે-કકળે કે પ્રાર્થના કરે, તેની દ્રષ્ટિ ક્યારેય પાછી ફરવાની નથી. 

એક સમયે ખૂબ ઉત્સાહી, હકારાત્મક અભિગમ ધરાવતી સુઝાન અંધકાર અને નિરાશાનાં વાદળોથી ધેરાઈ ગઈ હતી. એટલે જ એના એક માત્ર સહારા જેવા પતિ માર્કને એ સતત વીંટળાયેલી રહેતી. માર્ક હવાઈદળનો ઓફિસર હતો. એ સુઝાનને ખૂબ ચાહતો હતો. માર્કે નક્કી કર્યું કે હતાશાની ઊંડી ગર્તમાં સરી પડતી સુઝાનને એ ફરી ચોક્કસ પોતાના પગ પર ઊભી કરશે.

ઘણાં સંઘર્ષ બાદ સુઝાન નોકરીએ પાછા જોડાવા જેટલી હિંમત કેળવી તો શકી પણ ઓફિસે પહોંચાય શી રીતે? શરૂઆતમાં તો માર્ક પોતાની ચક્ષુહીન પત્નીને રોજ ઓફિસ મૂકવા જતો, પણ શહેરના તદ્દન બીજે છેડે માર્કની ઓફિસ હતી. માર્કને ખૂબ થાક લાગવા માંડયો. આર્થિક રીતે પણ એ શકય નહોતું. સુઝાનને કેવી રીતે કહેવું કે તું જાતે બસ પકડી ઓફિસ જવાનું શરૂ કર? એ કેવી પ્રતિક્રિયા આપશે એ વિચારમાત્રથી માર્ક ધ્રૂજી ઊઠતો. છેવટે એક દિવસ હિંમત એકઠી કરી માર્કે એને કહી જ દીધું. 

સુઝાન જાતે બસ પકડવાના વિચારથી ફફડી ઊઠી. એ કડવાશથી બોલી ઊઠી, ‘તું હવે મારાથી કંટાળી ગયો છે અને ધીમેધીમે મને તારાથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ માર્કનું હૃદય દ્રવી ઊઠયું. એણે સુઝાનને વચન આપ્યું કે જયાં સુધી તેને બસમાં જાતે જવાની આદત ન પડી જાય અને એને સંપૂર્ણ સલામતી ન અનુભવાય ત્યાં સુધી તે સુઝાન સાથે રોજ બસમાં પ્રવાસ કરશે. માર્કે કહ્યા પ્રમાણે કર્યું. બે અઠવાડિયાં સુધી તે સુઝાનને લેવા - મૂકવા જતો. એણે સુઝાનને એની બીજી ઈન્દ્રિયોની શકિતનો ઉપયોગ કરવાનું શીખવ્યું. ડ્રાઈવર સાથે પણ ઓળખાણ કરાવી.

છેવટે એ દિવસ આવી પહોંરયો કે સુઝાન હવે બસમાં પોતાની મેળે જશે અને આવશે. બંને પ્રથમવાર અલગ અલગ દિશામાં પોતપોતાની ઓફિસે જવા નીકળ્યાં. એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર હવે રોજ સુઝાન એકલી જ ઓફિસે જતી. શનિવારે સુઝાને બસ પકડી. જેવી તે પોતાનું ભાડું ચૂકવી બસમાંથી ઊતરવા જતી હતી ત્યાં ડ્રાઈવરે કહ્યું, ‘મને તમારી ઈષ્ર્યા આવે છે.’ શરૂઆતમાં તો સુઝાનને ખબર ન પડી કે ડ્રાઈવર તેની સાથે જ વાત કરતો હતો કે કોઈ બીજા સાથે. તેણે ડ્રાઈવરને પૂછ્યું, ‘તમે મારી સાથે વાત કરી રહ્યા છો? મારી ઈષ્ર્યા તમને શા માટે આવે?’ ડ્રાઈવરે કહ્યું, ‘તમારા માટે જે રીતે દરકાર લેવાઈ રહી છે, જોઇને કોઈને પણ ઈષ્ર્યા આવે.’ સુઝાનને સમજ ન પડી. 

તેણે જરા ફોડ પાડીને વાત કરવા કહ્યું. તમે જાણો છો પાછલા એક અઠવાડિયાથી રોજ સવારે મિલિટરી યુનિફોર્મમાં સજજ ફૂટડો યુવાન રોજ તમારી પાછળ બસમાં ચડે છે અને તમે ઊતરી ન જાઓ ત્યાં સુધી તમારું પ્રેમથી ઘ્યાન રાખે છે. તમે ઊતરો ત્યારે એ પણ તમારી સાથે જ ઊતરી જાય છે અને તમે રસ્તો ન ઓળંગી લો ત્યાં સુધી અહીં જ ઊભો રહે છે. ત્યાર પછી તમને એક મીઠી ફ્લાઈંગ કિસ આપી પછી જ એ ફરી પાછા જવા માટે સામેથી બસ પકડે છે. 

તમે નસીબદાર છો!’ સુઝાનની આંખોમાં આંસું આવી ગયાં. ભલે તે માર્કને જોઈ શકતી નહોતી, પણ તેની હાજરી અને હૂંફ તે સતત અનુભવતી શકતી હતી. માર્કે તેને મહામૂલ્ય ભેટ આપી હતી. એક એવી ભેટ જે જોઈ તો શકાતી નહોતી પણ અનુભવાતી જરૂર હતી. પ્રેમની સોગાદ ગમે તેવા અંધકારને દૂર કરી દૂર દૂર સુધી પ્રકાશ ફેલાવી દે છે.
સોનું નિગમને કાલે સાંજે ફોને કરેલો. અમુક પ્રશ્નો પૂછેલા મેં જેનો તેને જવાબ આપ્યો. આપની વચ્ચે તેના અમુક અંશો પ્રગટ કરું છું.

ઘણા સમય પછી તમે ટીવી પર દેખાયા...હમણાં જ પૂરા થયેલા ‘છોટે ઉસ્તાદ’ શોનો વિષય એટલો સુંદર હતો કે મેં તરત જ હા પાડી દીધી. આ શોમાં ભારત અને પાકિસ્તાનનાં બાળકો આપસમાં સ્પર્ધા નહોતાં કરતાં બલકે સાથે ગાઈ રહ્યાં હતાં. પ્રત્યેક ટીમમાં એક બાળક ભારતનું અને એક પાકિસ્તાનનું. આ બાળકોને જિતાડવા બંને દેશોની જનતા પણ બંને દેશોનાં બાળકોને વોટ આપ્યા. બે પડોશી હંમેશાં લડતાં જ રહે એ જરૂરી નથી. ક્યારેક પ્રેમની વાતો પણ હોવી જોઈએ. આ જ પ્યાર-મહોબ્બતનો સંદેશ અમે આ શોના માઘ્યમથી આપવાની કોશિશ કરી હતી.


તમે ઘણા સમયથી વિદેશમાં એકલા રહો છો. એનું શું કારણ છે?

હું થોડો વખત અમેરિકામાં એકલો રહ્યો. થોડો વખત બધાથી દૂર સાવ એકલો રહેવા ઇચ્છતો હતો, કારણ એ જ કે માણસે ક્યારેક એકલા પણ રહેવું જોઈએ. આ એકાંતમાં મેં ખુદને શોઘ્યો. એકાંત આપણને પોતાની જાત સાથે મેળવી આપે છે. સમજાવે છે કે તમે કોણ છો અને શું ઇચ્છો છો. તમને વિચારવાનો મોકો આપે છે. થોડો સમય એકાંતમાં વિતાવ્યા પછી મેં મારા પરિવારને પણ અમેરિકા બોલાવી લીધો હતો.

શું ફિલ્મી સંગીત માટેનું આકર્ષણ ઘટી ગયું છે?

ના, એવું નથી. મારા વિશે આવી વાતો ફેલાવવામાં આવે છે. મેં ક્યારેય કહ્યું જ નથી કે હું ફિલ્મોમાં ગાવા નથી માગતો. હું હવે ફકત સારું કામ જ કરવા માગું છું એવું કહ્યું હતું. એટલે જ અમુક સંગીતકારોને મેં ના પાડી દીધી હતી. આજે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જે ગાયક ફિલ્મી ગીતો ગાતો હોય તે જ ગાયક ગણાય છે. તમે સારું ગાતા હો પણ ફિલ્મોમાં ગાતા ન હો તો તમે ગાયક નથી! વિદેશમાં જોશો તો માઈકલ જેકસન, શકીરા, મેડોના જેવાં ઘણાં નામી ગાયક છે, જેઓ પોતાની ગાયકી માટે આખા વિશ્વમાં ઓળખાય છે. લોકો એના આલ્બમ માટે આતુરતાથી રાહ જોતા હોય છે. આવી પરંપરા આપણે ત્યાં નથી. આપણે ત્યાં ગાયક કહેવડાવવા માટે ફિલ્મોમાં ગાવું જરૂરી છે.

તમે અત્યંત ફિટ લાગો છો. ફિટનેસ માટે શું કરો છો?

હું રોજ પ્રાણાયામ કરું છું. ઘ્યાન ધરું છું. યોગ કરું છું. એને લીધે મને લાંબા સમય સુધી ગાવાની તથા લાંબો સમય સુધી સ્ટેજ શો કરવા માટેની પૂરતી ઊર્જા મળે છે. હું શારીરિક-માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકું છું.

ફુરસદના સમયે શું કરો છો?

લખું છું. ગીત બનાવું છું. જુદી જુદી ચીજો વિશે જાણવાની કોશિશ કરું છું. ફિલ્મો જોઉં છું. તાજેતરમાં મેં એક ડ્રમ સેટ પણ ખરીધો છે.

જિંદગીની પ્રત્યેક પળને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાના પ્રયાસમાં કામે લગાડી દો તો કોઈપણ પ્રસંગ ઉપેક્ષા કરવા જેવો નહીં રહે. તમે પ્રસિદ્ધિ લેખક બનવા માગતા હો તો પ્રત્યેક ક્ષણ લેખન શીખવામાં વિતાવો, તમારી કલમની વધુ ધાર કાઢો, આગવી શૈલી વિકસાવો, બીજા લેખકો-પ્રકાશકોને મળી એમના વિચારો જાણો. આવું દાયકા સુધી ચાલુ રાખો અને એક દિવસ તમે જરૂર તમારી કલ્પના પ્રમાણેના લેખક બનશો. 

હવે ધારો કે તમે રજાઓનો આનંદ કરવા ઇચ્છો છો, લગ્ન કરવા માગો છો, બાળકો-મિત્ર સહિત જીવનની તમામ પળોને જીવવા ઇચ્છો છો, તો એની પણ એક કિંમત છે - તમારે તમારાં સપનાં ત્યાગવાં પડશે. એક સ્તર પર બધી મહત્વાકાંક્ષાઓની કિંમત હોય છે અને આ કિંમત ક્યારેક સિદ્ધિની સરખામણીમાં ઘણી વધારે લાગી શકે છે. આ બન્નો સચ્ચાઈ તમારાં લક્ષ્યોને રગદોળી નાખે તેવું બને. મહત્વાકાંક્ષા ત્યારે જ સારી હોઈ શકે છે, જ્યારે તમે સકારાત્મકરૂપે પૂરી ઊર્જા સાથે પોતાની ખ્વાહિશો પૂરી કરવાની ઇચ્છા રાખતા હો. 

વીરેન વેનિસ નામના લેખક કહે છે, ‘મહત્વાકાંક્ષા ખરાબ નથી. સ્વસ્થ મહત્વાકાંક્ષા તમને લાભ જ કરાવે છે. એના પર અંકુશ મેળવવાનો રસ્તો એ છે કે તમારા પ્રયાસ અને મહેનતનાં ફળ જ્યારે પણ મળે ત્યારે ઓળખી લો અને નક્કી કરી લો કે કેટલું પૂરતું છે. ચકાસ્યા વગરની મહત્વાકાંક્ષા સીમા પાર કરી શકે છે તથા ઘમંડ અને લાલચમાં ફેરવાઈ શકે છે. મહત્વાકાંક્ષા એ સીમાને પાર કરી જાય ત્યારે ખુદના વિનાશની સંભાવના ઘણી વધી જાય છે. 

જીતવું કે કંઈ પ્રાપ્ત કરવું બધાને સારું લાગે છે. જીત તમારી ગતિને અનેકગણી વધારી દે છે. આપણે જ્યારે જીતીએ છીએ ત્યારે પછીના પડકાર માટે ઘણા વધુ તૈયાર થઈએ છીએ. મહત્વાકાંક્ષા આશા જગાડે છે અને એને પૂરી કરવાના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. અમેરિકન એકિઝક્યુટિવોના કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે જે લોકો મિડલ મેનેજમેન્ટ સ્તર સુધી પહોંચવામાં સફળ થયેલા, તેઓ ધીરે ધીરે પોતાના કામ પ્રત્યે વધુ સજાગ થઈ ગયા હતા અને જેઓ ઓછા સફળ હતા તેઓ પોતાની ઊર્જા પોતાના કુટુંબ તથા ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓમાં વધુ ખર્ચતા હતા. 

જિંદગીમાં આગળ વધવાની ઇચ્છા હોવી અને આપણે એ પૂરી પણ કરી શકીએ તો એ સારી જ વાત છે પરંતુ એની મર્યાદાને ઓળખી લેવી પણ જરૂરી છે. અર્થશાસ્ત્રી એચ.એફ.કલાર્કના કહેવા પ્રમાણે મહત્વાકાંક્ષા એક મોંઘો આવેગ છે અને એને માટે એ વ્યક્તિએ ખાસ્સી ઈમોશનલ એનર્જી ખર્ચવી પડે છે. અલબત્ત, કોઈપણ રોકાણની જેમ એ પણ તમને પરિણામ આપે જ છે. મનોચિકિત્સક એલ્વિન સેમરેડે એકવાર કહેલું, તમે જે કંઈ ઇચ્છો છો એ પ્રાપ્ત કરી શકો છો, શરત એટલી જ કે તમે એની કિંમત ચૂકવવા તૈયાર હોવા જોઈએ. 

કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાની ડિન સિમોન્ટન કહે છે, ‘મહત્વાકાંક્ષા એક પ્રકારની ઊર્જા અને દ્રઢતા છે. જેમની પાસે ઉદ્દેશ્યો છે, પરંતુ ઊર્જા નથી તે સોફા પર બેસી રહીને ‘હું આમ કરીશ ને હું તેમ કરીશ’ કરતા રહે છે. જેમની પાસે ઊર્જા છે પણ સ્પષ્ટ ઉદ્દેશ્યો નથી હોતા તે એક પછી એક અર્થહીન કામોમાં ગુંચવાતા રહે છે. જેમની પાસે ઉદ્દેશ્ય અને ઊર્જા બન્ને છે તેઓ જ સફળ થાય છે.’

સફળતા સુધી પહોંચાડનારા આ આવેગને સમજવા માટે વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ બ્રેઈન ઈમેજિંગ દ્વારા એક ગુણ વિષે માહિતી મેળવવાના પ્રયાસ કર્યા. આ ગુણ એટલે ‘કામ પૂરું ન થાય ત્યાં સુધી એમાં મચેલા રહેવાની ક્ષમતા’. તેમના હિસાબે આ ગુણ મહત્વાકાંક્ષાને આગળ વધારનારો ડ્રાઇવિંગ ફોર્સ છે.

સંશોધકોએ દ્રઢતાનો સ્તર માપવા માટે વિદ્યાર્થીઓના એક જૂથમાં સૌને સવાલોનું એક લિસ્ટ આપ્યું. એ પછી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગની પ્રક્રિયા દરમિયાન દરેકને કેટલીક તસવીરો આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે આમાંથી તમને ખુશ કરતી અને દુ:ખી કરતી તસવીરોને અલગ તારવો. અહીં કામના વિષયનું મહત્ત્વ નહોતું પણ વિદ્યાર્થીઓ કેટલા ઉત્સાહથી ભાગ લે છે તે અગત્યનું છે.

જિંદગીમાં સફળતાની તીવ્ર ચાહના, વ્યક્તિગત અને વ્યવસાયી ઉન્નતિની આકાંક્ષા, યશ, કોઈ નિશ્વિત સ્થાને પહોંચવાની અથવા કોઈ વિશિષ્ટ પરિણામ પ્રાપ્ત કરવાની કામના - આમાંથી એક કે એકથી વધારે બાબતોના તાર જોન અને એરિનના જ્ઞાનતંત્ર સાથે જોડાયેલા હતા, જે એમને પ્રેરણા આપતા હતા. વારંવાર મળતી અસફળતા પણ એમાં બાધક નહોતી. છેવટે જોનને પોતાના લક્ષ્યમાં સફળતા મળી. 

મનોવિજ્ઞાનીઓ આ ઇચ્છાને મહત્વાકાંક્ષા નામ આપે છે અને કહે છે, ‘આપણે આપણી ક્ષમતા અને નિપુણતાને વિસ્તૃત કરવા માટે આગળ વધવાના અવસર શોધતા હોઈએ છીએ. આપણે પડકારો ઝીલવા હોય છે. મહત્વાકાંક્ષા આ પ્રક્રિયાનો જ હિસ્સો છે. મહત્વાકાંક્ષા એક ખૂબ જ શક્તિશાળી આવેગ છે.’

મનોવિજ્ઞાની જુડિથ રોડિનના મતાનુસાર આગળ વધવાની ઇચ્છા આપણા સૌમાં સમાનરૂપે ગૂંથાયેલી હોય છે. પડકાર આપણા કામને વધુ સંતોષજનક બનાવે છે. ત્યાં સુધી કે જો આપણું કામ સીમિત, એકધારું અને નીરસ હોય તો પણ આપણે આગળ વધવાના રસ્તા શોધી જ કાઢીએ છીએ. 

જે માતા-પિતા મુશ્કેલ પરંતુ વાસ્તવિક પડકારનો સામનો કરે છે, સફળતાથી ખુશ થાય છે અને નિષ્ફળતાને સહજતાથી લે છે તેમનાં સંતાનો ખૂબ આત્મવિશ્વાસભર્યા હોય છે. 

તમે જે કંઈ ઇચ્છો એ પ્રાપ્ત કરી શકો છો, શરત એટલી જ કે તમે એની કિંમત ચૂકવવા તૈયાર હોવા જોઈએ.

સંત કબીર કહે છે: અંધા-અંધા ઢેલિયા, દોનોં કૂપ પડંત. આંધળાઓ આંધળાને ધકેલી રહ્યા છે. અંધનો નેતા પોતે જ અંધ છે. પછી બધા કૂવામાં પડે છે. ઓશો કહે છે: બધા કૂવામાં જ છે. એવું કોણ છે જેની આંખોમાં આનંદનાં કિરણ હોય, જેના પ્રાણમાં પ્રેમ, હોઠ પર અમૃત હોય અને જેણે પરમાત્માને ઓળખ્યો હોય? કોણ એવું છે જેના પગમાં શાશ્વતીનાં ઝાંઝર બંધાયેલાં હોય, જેના જીવનમાં નૃત્ય હોય, ગીત હોય, ઉત્સવ હોય? બધા ઉદાસ છે, મહા-ઉદાસ છે. સૌનું જીવન બોજ છે. લોકો જીવનનો બોજ જેમ તેમ વેંઢારી રહ્યા છે, ઢસડી રહ્યા છે. 

નૃત્ય તો દૂરની વાત છે, અહીં તો ચાલવું મુશ્કેલ છે. એમની આંખોમાં આંસુ સિવાય કશું નથી. એમના પ્રાણમાં ડોકિયું કરશો તો ફૂલ નહીં, કાંટા જ દેખાશે. દુ:ખ જ દુ:ખ, વિષાદ જ વિષાદ, સંતાપ જ સંતાપ. આવાં દુ:ખી ટોળાં ધર્મ અને રાજકારણના ધંધાર્થી આગેવાનોનાં ચરણોમાં ઝૂકે છે. એટલે જ તો ક્રાંતિ નથી થતી આપણા દેશમાં.
આપણા દેશમાં તો સ્વચ્છતાનું સ્થાન બીજું નહીં પહેલું હોવું જોઈએ. સ્વચ્છતાને પૂજા-પ્રાર્થના-ઘ્યાનનો દરજજો આપવા જેવો છે, પણ આપણા સાધુ-સંતો અને અત્યંત અમીર ગુરુઓ પોતાના આશ્રમોની આસપાસની ગંદકી જોઈ નથી શકતા. એ આંખો બંધ કરીને ઘ્યાનમાં ડૂબેલા રહે છે. પરિણામે ગંગાકિનારે ગંદકીનું નરક ફેલાતું રહે છે. આશ્રમની અંદર ગુરુઓ નર્કનું લાંબું-ચૌડું વર્ણન કરતા હોય છે, પણ નર્ક જોવા માટે દૂર જવાની કે મરવાની પણ જરૂર નથી. નર્ક અહીં, અત્યારે જ આશ્રમની બહાર હાજરાહજૂર છે. કોઈએ ઓશોને પૂછ્યું: નર્ક છે? જવાબ મળ્યો: નર્કમાં રહો છો અને પૂછો છો કે નર્ક છે? જરા આંખો ખોલો અને ચારે તરફ જુઓ. નર્ક આ રહ્યું, આસપાસ.

ચીફ મિનિસ્ટરનાં મોટાં મોટાં પોસ્ટરો વારાણસીના ખૂણેખૂણે લગાડાયેલાં છે, પણ ગંગાકિનારે આવું એક હોર્ડિંગ સુઘ્ધાં દેખાતું નથી. શા માટે? કારણ કે ત્યાં ભરપૂર ગંદકી છે. ગંગાનો કિનારો ઓપન ટોઈલેટ બની ચૂક્યો છે.

હું કોઈ પણ શહેરની મુલાકાત લઉં ત્યારે એને નિકટતાથી જોઉં છું. વારાણસીમાં ગંગાજીના તટ પર ઘ્યાન શિબિરનું આયોજન થાય છે. સૂર્યોદય સમયે ગંગાને જોતો હોઉં છું ત્યારે મને દેખાય કે સ્થાનિક રહેવાસીઓ ગંગાના તટનો ઉપયોગ શૌચાલયની જેમ કરે છે. આ જોઈને મને ખૂબ દુ:ખ થાય છે. મને વિચાર આવે છે કે આખા વિશ્વમાંથી આવતા પયટર્કો શું વિચારતા હશે? ક્યાં છે આપણા પયટર્ન મંત્રી? એમનું કાર્ય આપણા દેશનાં પયટર્ન સ્થળોને જોવાલાયક અને દર્શનીય બનાવાનું છે. 

ચીફ મિનિસ્ટરનાં મોટાં મોટાં પોસ્ટરો શહેરના ખૂણેખૂણે લગાડાયેલાં છે પણ ગંગાકિનારે આવું કોઈ એક હોર્ડિંગ પણ કેમ નથી દેખાતું? એ એટલે નથી દેખાતું કારણ કે ત્યાં ભરપૂર ગંદકી છે. ન તો તેઓ ખુદ ત્યાં આવે છે, ન તેમનો કોઈ પબ્લિસિટી મેનેજર, ન ચીફ સેક્રેટરી કે ન કોઈ બીજો સેક્રેટરી. પ્રધાન મંત્રી તથા રાષ્ટ્રપતિને તો આ દ્રશ્ય જોવાની ફુરસદ જ ક્યાં! 

કોમનવેલ્થ ગેમ્સના માઘ્યમથી આપણે આખા વિશ્વના પયટર્કોને બોલાવવા માટે ૬૫,૦૦૦ કરોડનો ખર્ચ કરી ચૂક્યા છીએ. ગંગાદર્શન માટે વર્ષના ૩૬૫ દિવસ સતત પયટર્કો આવે છે, એને માટે ન તો કેન્દ્ર સરકાર કંઈ કરે છે અને ન તો રાજય સરકાર. બંનેને આપસમાં લડવા-ઝઘડવા સિવાય ફુરસદ જ ક્યાં હોય છે. વારાણસી તો એક ઉદાહરણ છે અને આ એક કાયમી ઉદાહરણ છે. ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી. એની પહેલાં પણ આ સ્થિતિ હતી અને પછી પણ આ સ્થિતિ જ રહેવાની છે. 

ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળ તો કહે છે કે હવે યજ્ઞમાં શ્રદ્ધા રાખીને પર્યાવરણને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. દેવદિવાળી જાય અને માગશર મહિનો બેસવા આવે છે ત્યારે પણ કમોસમી વરસાદ આવે છે. ચોમાસું પૂરું થાય એટલે જૈન સાધુઓ પગ તળે જીવો ન ચગદાય તે ખાતર ચોમાસામાં ગામતરાં કરતા નહીં. ચાતુર્માસ પૂરો થાય પછી જ વિહાર કરતા. આખી સૃષ્ટિમાં કમેળ આવ્યો છે ત્યારે અથર્વવેદના શ્લોકને અનુસરીને શરીર-મનની શાંતિ માટે યોગ્ય મંત્રોનું રટણ કરવું જોઈએ. અથર્વવેદનો આ શ્લોક જુઓ – 

ઉત્પાતા : પાર્થિવાંત રિક્ષાછં નો દિવિચરા ગ્રહા :
શંનો ભૂમિર્વેપમાના શમુલ્કા નિર્હતંચયાત્ – 

અર્થાત્ હે જગન્નિયંતા, કેટલાક ગ્રહો-ઉપગ્રહો અવકાશ અને પૃથ્વી ઉપર સંકટ લાવે છે, તે ઉપગ્રહોને શાંત કરો. આ ધબકતી - ઊર્જાવાળી પૃથ્વીને પીડા આપનારાં મિટીઓર (તૂટેલા તારા, ઉલ્કા) અસર ન કરે તેવી કૃપા કરો. આ બધા મિટીઓર પણ શાંત થાઓ. સૂર્ય અને રાહુની જે હાનિકારક યુતિ છે તે પણ શાંત થાઓ. Let there be peace from death, comet and terrible celestial light. આમ અથર્વવેદમાં પણ વટકેલાં અને વછૂટેલાં તમામ આકાશી તત્વોથી માનવજાતને બચાવવા માટેના મંત્રો છે અને તે તમામ પંચમહાભૂતને સમતોલ કરનારા મંત્રો છે!

પંચમહાભૂત કેવો ભારેખમ અને અઘરો શબ્દ છે! પણ લેખકોનું કામ જ એ છે કે દરેક જટીલ વિષયને સરળ બનાવે. વિષયને સહેલો બનાવવા માટે પણ બુદ્ધિશક્તિ અને ખાસ તો ઉમંગ જોઈએ. ઉમંગને અંગ્રેજીમાં ઝેસ્ટ (Zest) કહે છે. પશ્વિમના લોકો આપણી જેમ એનર્જી શબ્દનો આઘ્યાત્મિક અર્થ કરતા નથી છતાં ક્રિશ્વિયન ડિયોર નામની બ્યુટિશિયનનું આ સૂત્ર થોડું કામનું છે: Zest is the secret of all beauty. There is no beauty that is attractive without zest. માનવીમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, થનગનાટ હોય ત્યારે જ તેનું સૌંદર્ય પેદા થાય છે. આ ઉમંગ અને ઉત્સાહ માનવીમાં ક્યારે પેદા થાય? તેનું મન શાંત હોય, આત્મા પ્રસન્ન હોય અને શરીર સ્વસ્થ હોય... પણ શરીર ક્યારે પૂર્ણ રીતે સ્વસ્થ હોય?

આ સવાલનો જવાબ મને સત્તાવન વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજી સ્થાપિત ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાંથી મળેલો. આશ્રમમાં જે સૂત્ર હતું તે તમે જાણશો તો લાગશે કે પંચમહાભૂતનો અર્થ તો તમારી ગઠરીમાં જ છે. નિસર્ગોપચાર જ નહીં પણ આયુર્વેદ પણ પંચમહાભૂત, એટલે કે પાંચ કુદરતી તત્વો વિશે વાત કરે છે. માનવીનું શરીર પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે: (૧) પૃથ્વી - ભૂમિ કે માટી (૨) જળ - પાણી અગર સંસ્કૃતમાં ચાપ (૩) તેજસ, એટલે કે અગ્નિ અને સાદા અર્થમાં સૂર્યનાં કિરણો (૪) વાયુ, પવન (૫)આકાશ - સ્પેસ. ઈશ્વરે આપણને પેદા કર્યા ત્યારે આ પાંચેય તત્વોનું બેલેન્સ આપ્યું હતું પણ મોટા થઈને અયોગ્ય આહારવિહારથી આપણે આ પાંચ તત્વોમાં ઊથલપાથલ કરીને ઈમ્બેલન્સ પેદા કરીએ છીએ. જો તમે સાચા વૈધ પાસે અગર નિસર્ગોપચારક પાસે જાઓ તો આ પાંચ તત્વોનું બેલેન્સ સરખું કરી સમતોલ બનાવવાનું કહે છે. કુદરતી તત્વોની મદદથી જ તમે પોતે જ તમારા શરીરને સારું કરી શકો છો. આયુર્વેદમાં પંચમહાભૂતનો જે મૂળભૂત સાર છે તે અથર્વવેદમાંથી પકડવામાં આવ્યો છે. આ સાર તમને અંગ્રેજીમાં આપું છું-

The earth is the essence of the elements. Water is the essence of the earth, the herbs are the essence of the water, flowers are the essence of herbs, fruits are the essence of the flowers and energy is the essence of man. છેલ્લે આખો સાર એનર્જીમાં છે, જે એનર્જી કે શક્તિ તમે પોતે પાંચેય તત્વોને સમતોલ રાખીને કેળવી શકો છો. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે પંચમહાભૂત શબ્દ લોકોને અઘરો લાગશે એમ સમજી એનર્જીની જ વાત કરી કે આ આખું વિશ્વ એક ગુપ્ત શક્તિથી ભરેલું પડયું છે અને ઈશ્વરે તે એનર્જી માનવીમાં આપી છે. એ એનર્જી માનવીમાં ક્યારે આવે? જ્યારે તેનામાં થનગનાટ (Zest) હોય અને શ્રદ્ધા હોય. આ થનગનાટ અને શ્રદ્ધા ક્યારે પેદા થાય? જ્યારે શરીરનાં પાંચેય તત્વો (પંચમહાભૂત) સમતોલ હોય. પણ આપણે શું કરીએ છીએ? પાંચ તત્વોનું સંતુલન બગાડી નાખીએ છીએ અને તેને સુધારવાનું સાવ સસ્તું કામ નિસર્ગોપચાર કરે છે. 

ઈશ્વરે બક્ષેલી એનર્જી એટલે કે સ્ફૂર્તિ, આંતરબળ, ઊર્જા, ઓજસ, તેજ, કર્મશક્તિ, વીર્ય, કર્મઠતા અને ક્રિયાશીલતાને ખોટા આહારવિહારથી આપણે કલુષિત કરીએ છીએ. માત્ર આહાર જ નહીં, પણ નકારાત્મક વિચારો, ડર તેમ જ નિરાશા થકી આ ઊર્જાને હણીએ છીએ. 

રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સૂર્યોદય પહેલાં ઊઠીને પીવું. તેને ઉષ:પાન કહે છે. તે આખી સિસ્ટમને ગળાથી આંતરડાં સુધી સાફ કરે છે.

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.

‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા. 

‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કમિંત ઘટશે નહીં. અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કમિંત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ - આ વાત ક્યારેય ન ભૂલતા.’

એક સદી કરતાંય પહેલાંની વાત છે. આપણા દેશનાં ગરીબ-દુ:ખી નરનારીને જોઈને મારું મન દયાથી ભરાઈ આવે છે એવું વિવેકાનંદે કહેલું ત્યારે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ક્રોધથી ઊકળી ઊઠેલા. એમણે વિવેકાનંદની ઝાટકણી કાઢતા કહેલું, ‘દયા કરનારો તું છે કોણ? પોતાને તું સમજે છે શું? તું એમની પર દયા કરશે? અરે, નારાયણ છે એ, થઈ શકે તો એમની સેવા કર.’

દક્ષિણેશ્વરના એ સંતે શિક્ષિત અને આદર્શવાદી યુવક નરેનને એ દિવસે જે કહેલું તે હકીકતમાં ભારતના સમગ્ર શિક્ષિત વર્ગને છેલ્લાં સો વર્ષથી લાગુ પડે છે. વિવેકાનંદને તો અંતર્બોધ થયો, પરંતુ ભારતના શિક્ષિત મઘ્યમવર્ગનો ઇતિહાસ પૂરી એક સદીના વિભ્રમનો ઈતિહાસ છે. આજે જ નહીં, લગભગ એક સદીથી ભારતની એકમાત્ર પ્રમુખ સમસ્યા એના શહેરી, શિક્ષિત અને કહેવાતા આધુનિક મઘ્યમવર્ગનું સાંસ્કૃતિક પુનર્જાગરણ છે. એ પુનર્જાગરણથી જ સાચી રાજનીતિ અને સમયને અનુકૂળ વિચારધારા પેદા થશે. આ વર્ગ સામાન્યપણે દરેક વિચારની પોતાની આવૃત્તિ બનાવી લે છે અને સમય એમ જ વહેતો ચાલ્યો જાય છે. 

એક તરફ, સમગ્ર દેશમાં ધાર્મિક કટ્ટરતાનાં આંદોલન અને સંસ્થાઓ સક્રિય થાય છે, તો બીજી બાજુ નવી વ્યવસ્થાનાં નિર્માણના લક્ષ્યવાળાં આંદોલનો અને કાર્યવાહી શરૂ થાય છે. સરવાળે બદલાતું કશું નથી. હકીકતમાં ભારતની સૌથી વધુ મોટી સમસ્યા એનો આ શિક્ષિત મઘ્યમ વર્ગ જ છે. 

આ વર્ગ જ્યારે જ્યારે જે-જે દ્રષ્ટિકોણથી સમાજને જોતો રહે છે, ત્યારે ત્યારે તે-તે દ્રષ્ટિકોણથી સમાજને ચલાવતો રહે છે. ઐતિહાસિક સત્ય એ છે કે સામૂહિક રીતે આ વર્ગનાં દિમાગ અને સંસ્કારમાં સંસ્થાનવાદી ગુલામીની બે સદી જૂની પરંપરા ઉપરાંત રૂઢિવાદી સામંતી જીવનદ્રષ્ટિની ઓછામાં ઓછી એક હજાર વર્ષ જૂની જડતા ઘર કરી બેઠી છે. સંસ્થાનવાદી માનસિક સંસ્કાર એને પોતાના જીવનથી કાપી નાખે છે. એ હદે કે એ સાચા વિચારોના માર્ગે ચાલીને પણ કંઈ નથી કરી શકતો. સામંતી માનસિક ઢાંચો સાચા વિચારોને પોતાના જ જીવનમાં ઉતારતા રોકે છે - એની વ્યાપક સ્વીકૃતિ તો ઘણી દૂરની વાત છે.