મનુષ્યના  આત્માની એકમાત્ર ભૂખ છે સ્વતંત્રતા. તમામ પ્રકારનાં બંધનોથી મુક્તિ. જે  માણસ જેટલો આત્મવાન છે, એટલો જ તે મુકત ચેતનાનો માલિક છે. આ તો એકદમ  સાત્ત્વિક વાત થઈ, બધા સત્પુરુષોની ભાવદશાની વાત થઈ, પરંતુ દુષ્ટજન પણ  દુષ્ટતાના પોતાના ખેલ માટે પૂરી સ્વતંત્રતા ઇચ્છે છે. અહંકારી પણ  સ્વતંત્રતાથી પોતાનો ઝંડો ફરકાવવા માગે છે. 
એટલે જ એક બુદ્ધ અને એક  સિકંદરની સ્વતંત્રતા વરચે ઘણું અંતર છે, એક લાઓ ત્સે અને એક ચંગીઝખાનની  સ્વતંત્રતાની ઇચ્છા વરચે ફરક છે. બુદ્ધ અને લાઓ ત્સે જેવા માનવ પોતે મુકત  થઇને આખી દુનિયાને મુક્તિનો આનંદ આપવા ઇચ્છે છે. સિકંદર, નેપોલિયન, હિટલર  અને ચંગીઝખાન મુકત થઇને દુનિયામાં હિંસાનો ખુલ્લો નાચ કરવા ઇચ્છે છે. 
No comments:
Post a Comment