September 8, 2012

આજ મદહોશ હુઆ જાયે રે.. મેરા મન.. મેરા મન.. મેરા મન.. રાખી અને શશી કપૂરને ફિલ્માવતી ફિલ્મ શર્મીલીનું ગીત ગઈકાલે ટીવી ઉપર જોઇને હું એકદમ મદહોશ જેવી હાલતમાં થઇ ગયો અને એક વિચાર કરવા માટે મજબુર કરી દીધો કે મદહોશી પાછળનું કારણ શું છે ?  આજે પણ સલમાન ખાન અને રવિના ટંડન ઉપર ફિલ્માવેલ ગીત મને યાદ આવે છે.. મદહોશ દિલ કી ધડકન.. ચુપસી યે તન્હાયી.. એમાં માત્ર હૃદયની વાત કરી છે કે મદહોશ દિલની ધડકન છે અને ઉપરના ગીતમાં મન મદહોશ થાય છે


આમ તો 'મદહોશ' નો સાચો ગુજરાતી અર્થ તો "હોશમાં રહેવું" તેવો થાય છે પરંતુ માત્ર મન એટલે કે મગજને સંબંધિત વાત છે. દિલ ક્યારેય મદહોશ થાય અને જો વૈજ્ઞાનિકો એને સાબિત કરી આપે કે હૃદય પણ મદહોશ થાય તેવી સંભાવના રહેલી છે તો એને તમે માત્ર એક ફીલિંગનું નામ આપી શકો. તમે જાતે તેને સાબિત કરી શકો કે મારું હૃદય મદહોશ થયું છે. આજની તારીખે જો ૮૫ વર્ષનો ધુરંધર લેખક જો પ્રેમ વિષે લેખ લખે તો એમને માણસ આજે ગાંડો કહે અને ઉપરથી સંભાળવે અલગથી કે ડોસો હવે પાગલ થયી ગયો છે અને એમને જવાનીના પંખ ઉગી નીકળ્યા છે.

એક બહુ સરસ કવિતા યાદ આવે છે શબ્દ 'મદહોશી' ઉપરથી કે "ચલો ફિર એક સજદા કરે આલમ હે મદહોશીકા, લોગ કહેતે હૈ કી સાગર કો ખુદા યાદ નહિ." મદહોશીનો મતલબ તમે કદાચ ગાંડપણ કે કોઈ એક પ્રવૃતિમાં રસપૂર્વક ગૂંથાઈ જવું એવું થાય કે જેમાં બીજી કોઈ બાબત તમારી નજર સામે ના આવે. પછી મદહોશી ભલે રાજકારણની ખુરશી જીતવાથી માંડીને વિકાસ કરવાની કેમ હોય ? દરેક લોકોને આજે મદહોશી હોય છે. હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં જેલમાં મદહોશી જેવી હાલતમાં રહેલા ગોપાલ કાંડા જેવા ભક્ષકને પણ છોકરીઓની મદહોશી હતી અને તેના પરિણામ સ્વરૂપે ગીતિકા નામની છોકરીને તાજેતરમાં આત્મહત્યા કરી છે તેવા અહેવાલ છે. વર્ષ ૨૦૦૪ માં તનવીર ખાન કે જે બહુ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા છે તેમણે એક ફિલ્મ બનાવેલી કે જેનું નામ હતું "મદહોશી" અને તેના કલાકારોમાં મારી શ્રેષ્ઠ મિત્ર બિપાશા બાસુ, જોહન અબ્રાહમ, સ્વેતા તિવારી અને પ્રિયાંશુને લેવામાં આવેલ હતા. ફિલ્મ બહુ બોક્ષ ઓફીસ ઉપર પોતાનો કબજો જમાવી શકી નહિ પરંતુ આજે પણ ફિલ્મનું નામ યાદ આવે તો બિપાશા બાસુનું નામ તરત દિલો દિમાગ ઉપર છવાઈ જાય છે કેમ કે "મદહોશી" જેવા પિકચરો અને ગીતોમાં આવીને બિપાશા બાસુએ પોતાની એક છાપ 'મદમસ્ત જવાની' જેવી બનાવી લીધી છે અને કદાચ એટલા માટે એક કન્ઝ્યુમરનું ઉપ્તાદન કરતી કંપનીએ બિપાશા બાસુને પોતાની સ્લીમ રહેવાની કે ઝીરો ફિગર રાખવાની જાહેરાતમાં ચમકાવી છે. ભૂતકાળમાં બિપાશા બાસુને કેટલાયે પત્રકારો અને દર્શકો દ્વારા "એક કાળી બિલાડી" અને "બ્લેક બ્યુટી" તરીકે પણ સંબોધવામાં આવી હતી. બિપાશા બાસુના વખાણ કરવાને બદલે હવે જરા આપના મૂળ વિષય ઉપર આવીએ.

માણસના મગજ ઉપર ચડેલું જુનૂન અને કશું કરી બતાવવાની ભાવનાને તમે મદહોશી કહી શકો ? જવાબ છે હા. શર્ત માત્ર એટલી કે તમે જે તે વિષયમાં રસમય થઇ ચુક્યા હોવા જોઈએ તો તમારી સાચી મદહોશી સમાજ અને લોકો સામે આવશે. થોડા સમય પહેલા સમાચાર પત્રમાં વાંચ્યું કે કંપનીમાં જોબ મળવાને પરિણામે એક એમબીએ કરેલી છોકરીએ આત્મહત્યા કરી અને પરિવારને તો શોકમય કરી નાખ્યો પરંતુ આજના કોર્પોરેટ જગતના લોકોને ખાસ કરીને એચ આર મેનેજરોને અને કોલેજના પ્લેસમેન્ટ ઓફિસરોને બતાવ્યું છે કે મારા માતા પિતાએ મને મોટી કરી અને મારું એમબીએ ભણવાનું સપનું પૂરું કરીને આજે જુઓ તમે સપનાને અને બાપની એક કોડભરી કન્યા કે જેને લગ્ન મંડપમાં વિદાય આપવાની હોય તેને સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો વસ્તુ બતાવે છે કે કોઈક જગ્યાએ કશી ખામી છે નહીતર છોકરીએ આજે આત્મહત્યા કરી હોત. મારી પાસે આવતા બાયોડેટા અને મિત્રોના ફોન કોલ્સ ઉપરથી ખબર પડી કે આજે એમબીએ કરેલા કેટલાયે છોકરા છોકરીઓ આજે નોકરી વગરના છે અને નિરાશ થઇ જવાની તૈયારીમાં છે. એમને જરૂર છે માત્ર એક ચમચી 'મદહોશીના ડોઝની' કે જેને તમે 'આત્મવિશ્વાસ' કહી શકો

માણસના મગજ ઉપર ચડેલું જુનૂન અને કશું કરી બતાવવાની ભાવનાને તમે મદહોશી કહી શકો ? જવાબ છે હા. શર્ત માત્ર એટલી કે તમે જે તે વિષયમાં રસમય થઇ ચુક્યા હોવા જોઈએ તો તમારી સાચી મદહોશી સમાજ અને લોકો સામે આવશે. થોડા સમય પહેલા સમાચાર પત્રમાં વાંચ્યું કે કંપનીમાં જોબ ના મળવાને પરિણામે એક એમબીએ કરેલી છોકરીએ આત્મહત્યા કરી અને પરિવારને તો શોકમય કરી નાખ્યો પરંતુ આજના કોર્પોરેટ જગતના લોકોને ખાસ કરીને એચ આર મેનેજરોને અને કોલેજના પ્લેસમેન્ટ ઓફિસરોને બતાવ્યું છે કે મારા માતા પિતાએ મને મોટી કરી અને મારું એમબીએ ભણવાનું સપનું પૂરું કરીને આજે જુઓ તમે સપનાને અને બાપની એક કોડભરી કન્યા કે જેને લગ્ન મંડપમાં વિદાય આપવાની હોય તેને સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો વસ્તુ બતાવે છે કે કોઈક જગ્યાએ કશી ખામી છે નહીતર છોકરીએ આજે આત્મહત્યા કરી હોત. મારી પાસે આવતા બાયોડેટા અને મિત્રોના ફોન કોલ્સ ઉપરથી ખબર પડી કે આજે એમબીએ કરેલા કેટલાયે છોકરા છોકરીઓ આજે નોકરી વગરના છે અને નિરાશ થઇ જવાની તૈયારીમાં છે. એમને જરૂર છે માત્ર એક ચમચી 'મદહોશીના ડોઝની' કે જેને તમે 'આત્મવિશ્વાસ' કહી શકો

આજના યુવાનોમાં આજે મદહોશીનું પ્રમાણ વધતું જાય છે પછી કોલેજમાં જવાનું હોય, કશી નવી વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય કે મનપસંદ છોકરી સાથે લગ્ન કરવાનું હોય કે જે આજકાલ ભાગ્યે કોઈ છોકરા કરતા હોય છે. તેમના માટે છોકરીઓ સાથેની દોસ્તી એટલે માત્ર ટાઇમ પાસ. કદાચ વાક્ય કોઈ સાચો પ્રેમ કરતું હશે તેમણે નહિ ગમે. પરંતુ સચ્ચાઈનો સામનો તો કરવો પડશે ને જીવનમાં જો મદહોશ થવું હશે તો !


રાજકોટના મારા એક મિત્ર કે જેનું થોડા સમય પહેલા અકસ્માત થયેલો એમણે એમના એક વિડીઓ મુલાકાતમાં કહેલું કે દરેક માણસને એક વખત તો અકસ્માત થવો જોઈએ જેથી એમણે ખબર પડે કે જીવનનું મુલ્ય કેટલું છે. મારા પરમ મિત્ર આજના તરુણસાગરજી મુનિના કડવા પ્રવચન કરતા પણ વધારે મીઠા છે. તેમની સાથે થયેલી વાતચીત ઉપરથી મને એવું લાગ્યું કે પોતાનામાં રહેલો જુસ્સો ટકાવી રાખવો અને તેને યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લેવો સાચું જીવન છે. મારા એક બીજા મિત્ર કે જેમને હમણાજ એક વિઝા ફોડ ફિલ્મ બનાવેલી છે કે જેનું નામ છે "કેવી રીતે જઈશ" તેમણે ફિલ્મના એક સીનમાં એવું બતાવ્યું છે કે ફિલ્મનો કલાકાર 'હરિયો' (હુલામણું નામ છે કે જે એના મહેસાણાના પટેલ બાપા) બોલે છે એમને એના મિત્ર જોડે અમેરિકા જવા માટે મુલાકાત કરાવી અને મુલાકાતમાં સામેના વ્યક્તિએ કહ્યું કે મને નથી લાગતું કે આમને (હરિયાને) જુસ્સો હોય ? તો તરત હરિયો બોલ્યો કે જુસ્સો છે ને ! “જે અમેરિકા જવા માટે જોઈએ બધું છે. આને તમે મદહોશીનું નામ આપી શકો છો.”

આમ તો હું કોઈ લેખક નથી કે પત્રકાર નથી પરંતુ મને આજે પણ બાગબાન ફિલ્મનો અમિતાભનો એક સંવાદ યાદ આવે છે કે "હું કોઈ લેખક નથી, લેખક તો વિષયોના દરિયામાં ડૂબી જઈને કેટલાયે મોતી કાઢી આપે છે અને લખે છે". હું એમ પણ મારા વાચકોને કહેતો કે તમને જો લેખ સારો લાગે તો એમને ફેસબુક ઉપર લાઇક કરો કે શેર કરો કે મને કોઈ પ્રતિભાવ આપો. તમારા કાર્યોથી મારી મદહોશીમાં કશો ફેર પડવાનો નથી. હા ફેર પડશે તો વાતમાં કે તમે આજે પણ મારા લેખ પાછળ મદહોશ છો !

No comments:

Post a Comment