September 9, 2012

તમારું આગળનું પગલું : કેરિયરને બદલતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક પગલાઓ


માઈકલ વોત્કીન્સ, પ્રોફેસર, હાર્વર્ડ બીઝનેસ સ્કુલ, બોસ્ટોન
પબ્લીશર: હાર્વર્ડ બીઝનેસ સ્કુલ, ૨૦૦૯, કિંમત: રૂપિયા ૬૯૫/-

છેલ્લા બે ત્રણ દિવસથી એક મારી મિત્ર મને થોડા પ્રશ્ન પૂછવા માગતી હતી એ તે માટે એ મને રૂબરૂ મળવા માંગતી હતી. મેં એમને રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યાનો સમય આપ્યો અને અમો બંને નિશ્ચિત સમયે આઈ આઈ એમ અમદાવાદની લાઈબ્રેરીમાં મળ્યા પણ ખરા. સોશિયલ નેટવર્કીગ સાઈટ ફેસબુક ઉપર થયેલો અમારો ૧ વર્ષ પહેલાનો પરિચય આજે રૂબરૂમાં થયો. કેમ્પસની કેન્ટીનમાં બેસીને ચાનો ઘૂંટ મારતા મારતા બંને થોડી પ્રાથમિક વાતચીત કરીને મૂળ મુદ્દા ઉપર આવ્યા અને એમણે મને પૂછ્યું કે "સર, હું છેલ્લા કેટલાયે સમયથી એક મૂંઝવણમાં છું અને તે માટે મારે તમને મળવું હતું". એમની વાત સાંભળીને મને ખ્યાલ આવી ગયો કે મારે હવે એમને થોડું લાંબુ સમજાવવાનું છે. મેં કહ્યું કે બોલો શું મૂંઝવણ છે તમારે ? તો કહ્યું કે "સર, હું મને એચ આર વિભાગમાં છેલ્લા ૬ વર્ષનો બહોળો અનુભવ છે અને ઘણી સારી કંપનીઓમાં મેં કામ કરેલું છે પરંતુ મને એ ખબર નથી પડતી કે શું એચ આર વિભાગમાં મારે દરરોજ કામ કરતા હોય એ જ કરવાનું કે પછી એ પછી પણ આગળ કશું હોય ?" મેં કહ્યું કે "તમારો પ્રશ્ન મને એ સૂચવે છે કે તમે તમારી રોજિંદી કામગીરીથી કંટાળી ગયા છો અને એમાંથી તમને રસ્તો મળે તેવા પ્રયાસો કરો છો." એમને કહ્યું કે "કદાચ તમારી વાત સાચી છે."

લગભગ દોઢેક કલાકની એ ચર્ચા ચાલી, થોડું મેં પણ વિગતવાર એમની પ્રોફાઈલ વિષે જાણ્યું, થોડા ઘણા સૂચનો મેં એમને કર્યા. ૯૦ મિનીટની વાતચીતમાં જે ચર્ચા થવી જોઈએ એ મારા મત મુજબ ઓછી થઇ તેનું એક કારણ એ પણ હોઈ શકે કે અમારી પ્રથમ મુલાકાત અને એમના કાર્ય વિષેની થોડી જાણકારી પણ અમો બંનેએ ફરીથી મળવાનું નક્કી કરીને એકબીજાને આવજો કહ્યું. 

સવારે થયેલી આ ચર્ચા અને તેના અનુસંધાને ઘરે આવીને થોડી વાર વિચારીને પછી મારી પ્રિય ૮૫૦૦ પુસ્તકની લાઈબ્રેરીમાંથી મેં ઉપર દર્શાવેલું પુસ્તકમાંથી કેટલીક વસ્તુ આજે બ્લોગ ઉપર મુકવા નિર્ણય કર્યો. હવે હું આ પુસ્તકની વાત કરીશ. આ પુસ્તકમાં માઈકલ વોત્કીન્સે એ સલાહ અને સૂચનો આપેલા છે કે તમારે જો આગળ કેરિયરમાં વધવું હોય તો શું કરવું, કેવી રીતે કરવું અને ક્યારે કરવું. આ ત્રણ મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તમને મળેલા અથવા ભવિષ્યમાં મળવાના નવા કાર્યભારમાં કઈ રીતે તમારી પ્રતિભાને અને યોગ્યતાને બતાવીને તમારી જાતને આગળ મુકશો. મહત્વલક્ષી વિચારો અને ભવિષ્યની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તમે કેવું નક્કર પગલું ભરશો. એમના અમુક સૂચનો મેં નીચે દર્શાવેલા છે જે આપ સૌને ઉપયોગી થશે તેવી અપેક્ષા રાખું છું.

૧. શીખવા માટે વ્યવસ્થિત બનો: સૌ પ્રથમ તો તમે એ વાત નક્કી કરો કે તમારે શું શીખવું છે કારણ કે કેરિયરનો સૌથી મોટો આધાર એ તમારી નિર્ણય શક્તિ ઉપર રહેલો છે. કઈ રીતે, કોના દ્વારા અને કેટલી ઝડપથી તમારે શીખવું છે તેની એક યાદી બનાવો. અને આ યાદીમાં તમે ટેકનીકલ, કલ્ચરલ અને પોલીટીકલ વિષયને ક્રમમાં રાખી શકો.

૨. યોગ્ય ક્રમની એક યાદી બનાવવી: તમારા નજીકના ભવિષ્યમાં કરવાના થતા ધ્યેય અને તેને સિદ્ધ કરવા માટે તમારે કઈ બાબતનો ખ્યાલ રાખવો પડશે તેની યાદી રાખવી. 

૩. લાંબાગાળાની દીર્ઘદ્રષ્ટી રાખવી: કંપનીના અને તમારા ધ્યેયને એક સાથે રાખીને તમને જોઈતી વસ્તુ અને તેને મેળવવા માટે શું કરવું જોઈએ તેને એક આધુનિક ઢબે તૈયાર કરવી.

૪. તમારી આસપાસ બુદ્ધિશાળી માણસોનું એક નેટવર્ક બનાવવું: તમારી યોગ્યતા અને પ્રતિભાને અનુરૂપ અને ભવિષ્યમાં તમને મદદરૂપ થતાં લોકોનું એક ગ્રુપ બનાવીને તેમની સાથે પ્રશ્ન વ્યવહાર કરવો.

૫. નેતૃત્વ લેતા શીખો: તમારી પોતાની શાખ અને તેને વધારવા માટે શું કરવું એ વિષે થોડું વિચારો અને તેની યાદી બનાવીને એને અનુસરો.

૬. તમને સપોર્ટ આપે તેવા ગ્રુપમાં રહો: કંપનીમાં કોણ વ્યક્તિ વધારે પ્રભાવશાળી છે અને શા માટે તેની એક યાદી બનાવીને તેને દરરોજ વાંચો. એ યાદીમાંથી કોણ લોકો તમારા જીવનમાં અને કેરિયરમાં વધારે મહત્વ ધરાવે છે તે નક્કી કરો.

આ પુસ્તકમાં વ્યક્તિની પર્સનલ ચેલેન્જ અને કંપનીના ધ્યેયને મહત્વપૂર્ણ દર્શાવામાં આવ્યા છે. મને આશા છે આ પુસ્તક તમને જરૂરથી ગમશે. 

તમને આ પુસ્તક આસાનીથી ઓનલાઈન બુકસ્ટોરમાંથી ખરીદી શકો છો અને તે માટેની લીંક છે - http://shopping.indiatimes.com/control/keywordsearch?SEARCH_STRING=૯૭૮૧૪૨૨૧૪૭૬૩૪

No comments:

Post a Comment