September 6, 2012

બોલતું પત્રકારત્વ : ધ વોશીન્ગ્તન પોસ્ટ

આપના દેશના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ એક લાયક વડાપ્રધાન નથી એવું સ્ટેટમેન્ટ આપવા બદલ ભારત સરકારે આ પ્રસિદ્ધ સમાચાર પત્રને કાનૂની ચેતવણી ધરાવતો પત્ર લખ્યો છે. જો કે આ પત્રને આ સમાચાર પત્રએ યોગ્ય ગણાવ્યો નથી. એક પ્રતિષ્ઠિત અને મોભાદાર અખબારમાં જેનું નામ આવે છે એ વોશીન્ગ્તન પોસ્ટ આજે વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ છે. ન્યુયોર્ક ટાઈમ્સ, ટાઇમ મેગેઝીન અને બીજા બધા અખબારોની સરખામણીએ આ અખબાર એ સચિત્ર સમાચાર છાપવા માટે નામાંકિત છે તેવામાં આપણા વડાપ્રધાન માટે લખવામાં આવેલો લેખ કેટલા અંશે યોગ્ય છે તે આપ અને હું જાણું જ છું. બધા લોકોને ખબર છે કે આપણા વડાપ્રધાનનું મૌન એ એક રોજિંદુ કામ છે.

પંકજ પચોરી કે જે આપણા વડાપ્રધાનના મીડિયા પ્રતિનિધિ છે તેમણે વોશીન્ગ્તન પોસ્ટ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે જે પત્રકારે આ લેખ લખેલો છે તેમણે લેખિતમાં માફી માંગી છે. મારા મત મુજબ જેમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની વિરુદ્ધમાં છાપવામાં આવતા લેખને ભૂલી જાય છે અને પોતાના વિકાસના કામમાં રચ્યા પચ્યા રહે છે તેમ આપણા વડાપ્રધાને પણ આ વાતને ભૂલી જઈને દેશની આર્થિક નીતિમાં ધ્યાન રાખવું જોઈએ. કદાચ નરેન્દ્રભાઈ મોદી પાસેથી આ વસ્તુ તમામ લોકોએ શીખવાની જરૂર છે.

કોઈ પણ વાદ-વિવાદ હોય, ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ જાતની ટીપ્પણી કે પ્રતિભાવ આપતા નથી. અને એટલા માટે જ કહેવાય છે કે હિટલર તેની વિરુદ્ધમાં થતા તમામ પાસાઓને ધ્યાનથી સંભાળતો અને પોતાનું કાર્ય કરતો જતો. સામે ચાલીને કોઈ પણ જાતનો પ્રતિભાવ કે ફીડબેક આપતો નહિ અને તેથી જ અમુક લોકો માટે આજે પણ હિટલર રોલ મોડેલ છે. તાજેતરમાં જાણવા મળતી માહિતી મુજબ વોશીન્ગ્તન પોસ્ટે કોઈ પણ જાતની માફી માગશે નહિ અને આ લેખનું આગળ ક્રમશઃ પણ લખશે. જોઈએ હવે ભારતની સરકાર શું કરશે ?

No comments:

Post a Comment