December 7, 2011

સામાન્ય પટાવાળા પાસેથી મળેલી સંપત્તિ

મધ્યપ્રદેશના લોકાયુક્તની ટીમે એક સામાન્ય પટાવાળાના ઘરે પાડેલા દરોડામાં માનવામાં ન આવે તેટલી કાળી કમાણીનો ખુલાસો થયો છે. લોકાયુક્તની ટીમે ઉજ્જૈન નગરપાલિકાના સામાન્ય પટ્ટાવાળાના ઘરે પાડેલા દરોડામાં 10 કરોડની બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. લોકાયુક્ત ટીમે ચાર બાઇક અને ચાર કાર જપ્ત કરી છે. પટાવાળો વિવિધ નામે બેંકના 10 ખાતા, એક લોકર અને બે ઘરો ધરાવતો હોવાનું જાહેર થયું છે. ગુરૂવારે તેનું બેંક લોકર ખોલાશે અને તેમાંથી વધુ કાળી કમાણી બહાર આવે તેવી શક્યતાઓ છે.

આટલું તો ઠીક તે પટાવાળા પાસે અનેક વિઘા જમીન પણ છે. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે જે ઉજ્જૈનની ઉચ્ચકક્ષાની શાળામાં અભ્યાસ કરે છે. સામાન્ય ગણાતા પટાવાળા પાસેથી અઢળક સંપત્તિ મળી આવતાં લોકાયુક્તની ટીમ પણ ચોંકી ઉઠી હતી.

No comments:

Post a Comment