સુપ્રીમ કોર્ટે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સ્થપાનારા નિરમા સિમેન્ટ પ્લાન્ટને ખસેડી લેવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે નિરમાના સિમેન્ટ પ્લાન્ટ અંગે ભારતના પર્યાવરણ મંત્રાલયે નિષ્ણાતોના રિપોર્ટ બાદ ત્રણ મહિનાનો સમયગાળો વિતતા આ પ્રોજેક્ટની મંજુરી રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આમ, મહુવા પંથકનાં ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયાની આગેવાની હેઠળ જે લડત ચલાવી રહ્યા હતા તેને સફળતા મળી છે તો નિરમાને નિષ્ફળતા મળી છે.
ઈ.સ. ૨૦૦૮માં નિરમા કંપનીને મહુવા તાલુકામાં સમઢિયાળા બંધારાના વિસ્તારમાં ૨૬૮ હેકટર જમીનમાં સિમેન્ટ પ્લાન્ટની મંજુરી અપાઇ હતી ત્યારે ગુજરાત સરકારનો દાવો હતો કે, તે જમીન વેસ્ટ લેન્ડ, ખરાબાની જમીન છે. પણ બાદમાં આ વિસ્તારના ભાજપના જ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયાએ તેમના જ પક્ષ સામે લડત શરૂ કરી હતી.
આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી જતાં ચુકાદા પ્રમાણે નિરમાએ 100 હેક્ટર જમીન પાછી આપી હતી પરંતુ બાકીની 168 હેક્ટર જમીન પણ સરકારે આ વિસ્તારમાં બાંધેલા સમઢિયાળા અને અન્ય બંધારાના પરિણામે જળાશયની હોવાથી ઉદ્યોગોન ફાળવી ન શકાય તેવી દાદ માંગતા ડો. કલસરિયાએ ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિરમાને પોતાનો સિમેન્ટ પ્લાન્ટ હટાવી લેવાનો આદેશ આપ્યો છે.
Courtesy: Divya Bhaskar

No comments:
Post a Comment