December 7, 2011

સીટી ગ્રુપના કર્મચારીને માથે ઘેરાયા સંકટના વાદળો

સિટી ગ્રુપ આવનારા કેટલાક મહીનામાં દુનિયાભરમાંથી 4500 લોકોને છુટા કરશે. વૈશ્વિક આર્થિક સ્થિતિમાં મંદી આવતી જોઈ અમેરિકન ફાઇનાન્સિઅલ યુનીટે તેના ખર્ચમાં કાપ મુકવાના ઉપાયો સ્વરૂપે આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.

સિટી સમુહના મુખ્ય કાર્યકારી અધિકારી વિક્રમ પંડિતે ગોલ્ડમેન સાક્શના એક કાર્યક્રમમાં કહ્યું કે કર્મચારીઓને છૂટા કરવાની પ્રક્રિયા આ ત્રિમાસિકમાં શરૂ કરી દેવાશે અને આવતા કેટલાક ત્રિમાસિક સુધી ચાલુ રહેશે. ફાઇનાન્સિઅલ સમૂહે કુલ 2,67,000 કર્મચારીઓને રોજગારી આપેલી છે. આવામાં આ કાપ તેની કુલ કાર્યક્ષમતાના 2% સુધી છે.

- તેઓએ કહ્યું કે દર વર્ષે ખર્ચાઓમાં 3 થી 5%નો કાપ મુકવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
- સમૂહનો ચોખ્ખો નફો નવ મહીનાના સમયગાળામાં 10.1 અબજ ડૉલર રહ્યું
- બેન્ક ઑફ અમેરિકાએ કાર્યક્ષમતામાં 30,000 સુધીનો ઘટાડો કર્યો હતો
- કેટલીય દિગ્ગજ યૂરોપિયન બેન્કોએ પણ રોજગારીમાં કાપ મુકવાની જાહેરાત કરી


વિક્રમ પંડિતનું કહેવું છે કે બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ, અસ્થિરતા અને આર્થિક વ્યવહારોમાં મંદીની સાથે ફાઇનાન્સિઅલ સર્વિસ સેક્ટરે મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. આના કારણે આવનારા વર્ષોમાં પ્રતિસ્પર્ધા ઉપર પણ અસર પડશે. તેઓએ કહ્યું કે દર વર્ષે ખર્ચાઓમાં 3 થી 5%નો કાપ મુકવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે લગભગ 2 અબજ ડૉલર બરાબર બેસે છે.

તેમનું કહેવું છે કે ખર્ચમાં કાપ મુકવાના ઉપાયો દ્વારા અમે વર્ષ 2011ના પહેલા 9 મહીનાઓમાં 1.4 અબજ ડૉલરની બચત કરી છે. વર્ષ 2011ના પહેલા નવ મહીનામાં સિટી સમુહની આવક 61.2 અબજ ડૉલર રહી. કંપનીની આવક અગાઉના વર્ષમાં 86 અબજ ડૉલર હતી. સમૂહનો ચોખ્ખો નફો નવ મહીનાના સમયગાળામાં 10.1 અબજ ડૉલર રહ્યું. સમગ્ર 2010માં સિટી સમુહનો ચોખ્ખો નફો 10.6 અબજ ડૉલર રહ્યો હતો.

આ અગાઉ, સપ્ટેમ્બર મહીનામાં બેન્ક ઑફ અમેરિકાએ કાર્યક્ષમતામાં 30,000 સુધીનો ઘટાડો કર્યો હતો અને વાર્ષિક ખર્ચમાં 5 અબજ ડૉલરનો ઘટાડો આવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગોલ્ડમેન સાક્શ, બેન્ક ઑફ ન્યૂયોર્ક મેલોન તેમજ કેટલીય દિગ્ગજ યૂરોપિયન બેન્કોએ પણ રોજગારીમાં કાપ મુકવાની જાહેરાત કરી છે.

No comments:

Post a Comment