‘તમારા કામથી એક માણસની જિંદગીમાં પણ ફરક પડતો હોય તો પછી અટકવાનો તો સવાલ જ નથી પેદા થતો. મને મારા દર્શકો જ આગળ વધવાની પ્રેરણા આપે છે. આપણે ક્યારેય કામ કરતાં ન અટકવું જોઇએ કારણકે તમે જે પણ કરો તેની પ્રભાવ એકાદ વ્યક્તિ સુધી તો પહોંચતો જ હોય અને આપણી જાતને આગળ વધવાની પ્રેરણા અને કામ કરતા રહેવાનું પ્રોત્સાહન તેમાંથી જ પુરું પડે છે.’ હિટ્સ અને ફ્લોપ્સની વચ્ચે અમિતાભ બચ્ચન જેવા મહાનાયકના પુત્ર હોવાનું વજન ખભે લઇને ચાલતા અભિષેક બચ્ચને પોતે નિષ્ફળતા કેવી રીતે પચાવી જાણે છે તે જણાવ્યું હતું.
અબ્બાસ મસ્તાનની આગામી ફિલ્મ પ્લેયર્સના પ્રમોશન માટે શહેરના મહેમાન બનેલા અભિનેતા અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, નિલ નિતીન મુકેશ અને સોનમ કપુરે મિડીયા સાથે વાતચીત કરી હતી. પંચવટી ખાતે આવેલા રિલાયન્સ ડિજીટલના શો રૂમમાં ધીરૂભાઇ અંબાણીની જન્મતિથિ નિમિત્તે તેમની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
અભિષેકે પોતે ગુરુ ફિલ્મમાં ધીરુભાઇનું પાત્ર ભજવ્યું હતું તેના સંદર્ભે તેણે કહ્યું કે, ‘ધીરુભાઇ બહુ પ્રેરણાદાયી પ્રતિભા છે અને તેઓ પિતાના ખુબ જ સારા મિત્ર હતા. પરિવાર સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ હતો. તેમણે ઉદ્યોગ જગત માટે અને દેશ માટે જે પણ કર્યું છે તે બહુ મોટી બાબત છે.
No comments:
Post a Comment