December 21, 2011

અમેરિકાના બિલથી ભારતીય કૉલ સેન્ટરોનો વાગશે મૃત્યુઘંટ?

મંદીની આશંકાઓ વચ્ચે તે અમેરિકન કંપનીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જે ભારત જેવા દેશોમાં આઉટસોર્સિંગ દ્વારા કામ કરાવી રહ્યાં છે.

- અમેરિકન સંસદની પ્રતિનિધિ સભામાં એક વિધેયક પ્રસ્તુત કરવામાં આવ્યું છે
- અમેરિકન સરકાર તરફથી ગ્રાન્ટ અને ગેરેન્ટેડ લોન મળવાની બંધ થઈ જશે
- અમેરિકન કંપનીઓ દબાણમાં આવીને ભારતમાં પોતાનુ કામ બંધ કરી દેશે
- સીધી અસર ભારતીય કૉલ સેન્ટરમાં કામ કરી રહેલા લાખો યુવાનો ઉપર પડશે


અમેરિકન સંસદની પ્રતિનિધિ સભામાં એક વિધેયક પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે પાસ થઈ ગયુ તો તે કંપનીઓને અમેરિકન સરકાર તરફથી ગ્રાન્ટ અને ગેરેન્ટેડ લોન મળવાની બંધ થઈ જશે, જે ભારત જેવા દેશોમાં નોકરીઓ આપી રહી છે.

'યૂએસ કૉલ સેન્ટર વર્કર એન્ડ કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ' નામના આ વિધેયકમાં બે સાંસદો ટિમ બિશપ અને ડેવિડ મેકિનલે પ્રસ્તુત કર્યું છે. 


જાણકારોનું માનવું છે કે જો આ કાયદો લાગુ થયો તો અમેરિકન કંપનીઓ દબાણમાં આવીને ભારતમાં પોતાનું કામ કાતો બંધ કરી દેશે,કાતો ખાસ્સી હદ સુધી ઓછું કરી દેશે. અને તેની અસર સીધી ભારતીય કૉલ સેન્ટરમાં કામ કરી રહેલા લાખો યુવાનો ઉપર પડશે.

બિશપે બિલના સમર્થનમાં કહ્યું છે કે "આઉટસોર્સિંગ અમારી અર્થવ્યવસ્થા માટે એક આફત છે અને આંપણે બેરોજગારી દર ઓછો શા માટે નથી કરી શકતા?" અમેરિકન સરકાર સંરક્ષણવાદી આર્થિક નીતિઓની લાંબા સમયથી વકિલાત કરતી આવી છે.

અમેરિકન કોંગ્રેસમાં પ્રસ્તુત તાજા સંરક્ષણવાદી વિધયેક પસાર થઈને કાયદો બની ગયો તો અમેરિકન કંપનીઓને કૉલ સેન્ટરોમાં કામ કરી રહેલા પ્રતિનિધિઓને પોતાના સ્થાનો અંગેની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. આ ઉપરાંત કૉલ સેન્ટર કર્મચારીઓને પોતાના ગ્રાહકોની કૉલ અમેરિકામાં હયાત કૉલ સેન્ટરોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ આપવો પડશે.  

ઉપરાંત વિધેયક પ્રમાણે શ્રમ મંત્રી તે નિયોક્તાઓની યાદી તૈયાર કરશે, જે અમેરિકાથી બહાર કૉલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ત્યાંજ અમેરિકન કંપનીઓને વિદેશમાં કૉલ સેન્ટર સ્થાપવાના 120 દિવસ અગાઉ જાણકારી આપવી પડશે.

કૉલ સેન્ટર બિલને અમેરિકાના મોટા કૉલ સેન્ટર યૂનિયન કમ્યુનિકેશન વર્કર્સ ઑફ અમેરિકાનું સમર્થન પણ પ્રાપ્ત છે, જેમાં અમેરિકામાં કામ કરી રહેલા 1.5 કૉલ સેન્ટર કર્મચારી શામેલ છે. સીડબલ્યૂએ તાજેતરમાં જ એક રિપોર્ટ પ્રકાશીત કર્યો હતો જેમાં આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારત જેવા દેશોમાં આઉટસોર્સ કરવામાં આવેલા કૉલ સેન્ટરોમાં ગોટાળા-ઉચાપત રોકવા માટે અપુરતી સુરક્ષા વ્યવસ્થા છે.

અમેરિકાના પ્રસ્તાવિત વિધેયકના 14 અબજ અમેરિકન ડૉલરા ભારતીય કૉલ સેન્ટર ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર પડવાની આશંકાઓ છે. ભારત જેવા દેશોમાં હયાત કન્વર્જિસ, ટેલિપર્ફોમન્સ અને સિટેલ જેવી મોટી અમેરિકન કંપનીઓના કામકાજ ઉપર પ્રસ્તાવીત બિલની અસર પડી શકે છે. પરંતુ બીપીઓ ઉદ્યોગના જાણકારો એમ પણ માની રહ્યાં છે કે આ બીલ અમેરિકન સંસદમાં પ્રસ્તુત થઈ પણ જાય, પરંતુ તેને પાસ નહીં કરવામાં આવે. જેનપેક્ટના ઉપાધ્યક્ષ પ્રમોદ ભસીનનું કહેવું છે કે "હું એટલા માટે ચિંતામાં છું, કેમ કે અમરિકામાં ચુંટણી નજીક છે અને આવા સમયમાં ત્યાં એવા મુદ્દા ઊભા થતા રહેશે. ત્યાં આવા વિધેયક પ્રસ્તુત થતા રહે છે, પરંતુ તેમાંથી કેટલાય પાસ થતા નથી." 

Courtesy: Divya Bhaskar

No comments:

Post a Comment