December 21, 2011

થોભો, જો તમે નોકિયા લ્યૂમિયા ખરીદ્યો છે આ ચોક્કસ વાંચો

નોકિયાના તાજેતરમાં જ લૉન્ચ થયેલા મોબાઇલ ફોન લ્યૂમિયાએ દુનિયાભરમાં પોતાનો હુકમનો એક્કો જમાવી રાખ્યો છે, પરંતુ થોભો, તેને ખરીદનારા લોકો સામે એક મોટી સમસ્યા આવી ઊભી છે.

- નોકિયાને એવા સમાચાર મળ્યા છે કે કેટલાય ગ્રાહકો આ મોબાઇલની બેટરી બેકઅપને ફરીયાદો કરી રહ્યાં છે
- જે ગ્રાહક આવતા વર્ષ સુધી રાહ નથી જોઈ શકે એમ તેઓ નોકીયા કેર સેન્ટરમાં જઈને પોતાના હેન્ડસેટને બદલી શકે છે
- ગ્રાહકને તે જાણવું છે કે તેના મોબાઇલમાં આ સમસ્યા છે કે નહીં તો તેઓ પોતે તેને ચેક કરી શકે છે
- પોતાના મોબાઇલમાં ##634#ને ડાયલ કરો જેનાથી તમારૂ ડાયગ્નોસ્ટિક ટૂલ ખુલી જશે


વાસ્તવમાં નોકિયાને એવા સમાચાર મળ્યા છે કે કેટલાય ગ્રાહકો આ મોબાઇલની બેટરી બેકઅપને ફરીયાદો કરી રહ્યાં છે. તેમના પ્રમાણે લ્યૂમિયાના કેટલાય મોબાઇલમાં બેટરી બેકઅપ ખાસ્સો ઓછો છે. ફોન પોતાની પૂરી બેટરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતો, અને તેને વારં-વાર ચાર્જ કરવો પડી રહ્યો છે.

તેના જવાબમાં નોકિયાની યુરોપીયન સપોર્ટ ટીમે એક ઑફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેના પ્રમાણે કંપની ટૂંક સમયમાં આ મુદ્દાનો ઉકેલ લાવી દેશે. નોકીયા પ્રમાણે મોબાઇલમાં બેટરીની સમસ્યા તેના સૉફ્ટવેર સાથે જોડાયેલી હોઈ શકે છે. આ સમસ્યાનું સમાધાન કંપની આવતા વર્ષની શરૂઆતમાં જ કરી દેશે. પરંતુ જે ગ્રાહક આવતા વર્ષ સુધી રાહ નથી જોઈ શકે એમ તેઓ નોકીયા કેર સેન્ટરમાં જઈને પોતાના હેન્ડસેટને બદલી શકે છે.

જો કોઈ નોકિયા લ્યૂમિયા ગ્રાહકને તે જાણવું છે કે તેના મોબાઇલમાં આ સમસ્યા છે કે નહીં તો તેઓ પોતે તેને ચેક કરી શકે છે. તેના માટે મોબાઇલમાં અગાઉથી જ સ્ટાલ્ડ ડાયગ્નોસ્ટિક ટૂલનો ઉપયોગ કરી શકાય છે. પોતાના મોબાઇલમાં ##634#ને ડાયલ કરો જેનાથી તમારૂ ડાયગ્નોસ્ટિક ટૂલ ખુલી જશે, અથવા તો પછી તેમાં બેટરી સ્ટેટસને ચેક કરવું. તેમાં કોઈ પણ પોતાની બેટરી ચાર્જિંગ કેપેસિટીને જોઈ શકે છે. જો ચાર્જ કેપેસિટી 1000 એમએએચથી ઓછી છે તો તમારો મોબાઇલ પણ આ સમસ્યાથી પિડિત છે એમ સમજવું.


Courtsey: Divya Bhaskar

No comments:

Post a Comment