ચીનની ઇલેક્ટ્રિક ક્ષેત્રની કંપની ૪૦૦ કરોડના ખર્ચે વડોદરાના પાદરા-જંબુસર હાઈવે ઉપર ૪૦૦ એકર જમીનમાં પ્રોજેક્ટ સ્થાપશે. ચીનની બાઓડિંગ ટિઆનવેઈ બાઓબિઅન ઈલેક્ટ્રિક કંપની (ટીડબલ્યુબીબી) અને ગુજરાતની એટલાન્ટા ટ્રાન્સફોર્મસ એન્ડ ઈલેક્ટ્રિકલ્સ લી. વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં અલ્ટ્રા મેગા હાઈવોલ્ટેજ પાવર ટ્રાન્સફોર્મસ એન્ડ રીએકટર્સ સ્થાપવા માટે એમઓયુ થયા હતા. સરકારના દાવા મુજબ, તાજેતરમાં મુખ્યમંત્રીએ ચીનની મુલાકાત લીધી હતી. તેની ફલશ્રુતિરૂપે ચીનની આ વિખ્યાત કંપનીનું ગુજરાતમાં આગમન થયું છે. આ બંને કંપનીના સહયોગથી ૭પ૦થી ૧૨૦૦ કેવીના અલ્ટ્રા હાઈવોલ્ટેજ પાવર ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન હાથ ધરશે.
Courtesy: Divya Bhaskar
No comments:
Post a Comment