November 1, 2011

દેશમાં પ્રથમ વખત ગુજરાત ST વોલ્વોમાં જોવા મળશે આ સુવિધા


સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાત એસ.ટી. નિગમની અમદાવાદ-વડોદરા અને વડોદરા-અમદાવાદ વચ્ચે દોડતી વોલ્વો બસનાં પેસેન્જરો માટે ફ્રી વાઇફાઇ ઝોનની વ્યવસ્થા ઊભી કરાઇ છે. ખાસ કરીને વોલ્વો બસમાં મુસાફરી કરતા અને કોર્પોરેટ એક્ઝિકયુટિવ અને વિદ્યાર્થીઓ મુસાફરી દરમિયાન પોતાના લેપટોપ કે મોબાઇલ ફોન દ્વારા ફ્રી વાઇફાઇ ઝોનની સુવિધાથી સમયનો સદુપયોગ કરી શકશે. ટૂંક સમયમાં રાજ્યનાં અન્ય રૂટ પર દોડતી એસ.ટી. નિગમની તમામ વોલ્વો બસોને આ સુવિધાથી આવરી લેવાશે. 

વોલ્વોનાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ તેજસભાઇ પોપટે જણાવ્યું હતું કે, વોલ્વોમાં મુસાફરી કરતા પેસેન્જરોની સુવિધા વધારવાના આશયથી સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત એસ.ટી. નિગમની વોલ્વો બસમાં દશેરાથી ફ્રી વાઇફાઇ ઝોનની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમજ હાલમાં કોઇ પ્રાઇવેટ બસ ઓપરેટર દ્વારા પણ આવી સુવિધા પૂરી પડાતી નથી.

No comments:

Post a Comment