અમદાવાદથી દિલ્હી થઈને શિકાગોની ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રવિવારે રાતે ચાર કલાક મોડી પડતાં મુસાફરો રોષે ભરાયા હતા. એરલાઇન્સ અને એરપોર્ટના અધિકારીઓ દ્વારા મુસાફરોને યોગ્ય અને પૂરતી માહિતી ન અપાતાં એક તબક્કે ઇન્ટરનેશનલ ટર્મિનલમાં મુસાફરોએ અધિકારીઓને ધક્કે ચઢાવ્યા હતા. માંડમાંડ મામલો શાંત પડતાં ૧૩૦ મુસાફરોને રાત્રે ૧૦-૩૦ને બદલે ૨-૩૦ વાગ્યે રવાના કરાયા હતા.
અમદાવાદ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ પર મોડી રાત્રે બનેલી આ ઘટનાએ એરપોર્ટ અધિકારીઓ અને એરલાઇન્સના સ્ટાફને દોડતા કરી મૂક્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે,‘દિલ્હીમાં ગ્રાઉન્ડ સ્ટાફ ન હોવાથી શિકાગોથી વાયા દિલ્હી થઈને અમદાવાદ આવતી ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી, જેથી આ ફ્લાઇટમાં દિલ્હી થઈ શિકાગો જનારા મુસાફરો પણ હાલાકીમાં મુકાયા હતા. આ મુસાફરોને બોર્ડિંગ પાસ પણ અપાઈ ગયા હતા અને તેઓ ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોએ પૂછપરછ શરૂ કરી હતી પણ કોઈ સતોષકારક જવાબ મળ્યો નહોતો. સમય વેડફાતાં રોષે ભરાયેલા મુસાફરોએ એક તબક્કે એરલાઇન્સના અધિકારીઓને ધક્કે પણ ચડાવ્યા હતા.’ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાની નેવાર્ક માટેની ફ્લાઇટ પણ રવિવારે રાત્રે મોડી પડતાં તેના મુસાફરો પણ એરપોર્ટ પર ફસાયા હતા, જેથી બે ફ્લાઇટના મુસાફરો ટર્મિનલ પર ભેગા થઈ ગયા હતા અને તેમને સંભાળવા એરલાઇન્સના અધિકારીઓ માટે મુશ્કેલ બન્યું હતું. એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે,‘ફ્લાઇટ આગળથી જ મોડી આવી હતી. અમે મુસાફરોને તમામ સુવિધા પૂરી પાડી હતી.’નેવાર્કની ફ્લાઈટ પણ મોડી પડતાં બે ફ્લાઈટના મુસાફરો ભેગા થઈ ગયાએર ઇન્ડિયાની નેવાર્ક માટેની ફ્લાઇટ પણ રવિવારે રાત્રે મોડી પડતાં તેના મુસાફરો પણ એરપોર્ટ પર ફસાયા હતા, જેથી બે ફ્લાઇટના મુસાફરો ટર્મિનલ પર ભેગા થઈ ગયા હતા. જેથી વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. મુસાફરોમાં અનેક મહિલા અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હતો. તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જેના કારણે તેમના સ્વજનો રોષે ભરાયા હતા. આ સ્થિતિ સર્જાતા તેમને સંભાળવા એરલાઇન્સના અધિકારીઓ માટે મુશ્કેલ બન્યું હતું. એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે,‘ફ્લાઇટ આગળથી જ મોડી આવી હતી. અમે શક્ય તેટલા તમામ પ્રયાસ કરીને મુસાફરોને તમામ સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો.’
No comments:
Post a Comment