મુંબઈમાં બનેલી તાજ હોટલ આમ તો પોતાની ભવ્યતા અને સ્થાપત્ય માટે આખા દેશમાં જાણીતી છે, પરંતુ 2008માં થયેલી આતંકવાદી ઘટનાએ તેને વિશ્વ પટલ પર આકર્ષણના કેન્દ્રમાં લાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે દેશની પ્રતિષ્ઠિત હોટલોમાં તેનું નામ સૌથી ઉપર લખવામાં આવે છે, પરંતુ જેમ દરેક સારી વસ્તુ સાથે કોઇક ઉણપ છુપાયેલી હોય છે , તેમ તાજના ભવ્ય ઈતિહાસ સાથે એક અધ્યાય એવો પણ છે, જે ખાસ્સો ડરામણો છે.
એ વાત સર્વવિદિત છે કે હોટલ તાજની ઈમારત 100 વર્ષ કરતા વધારે જૂની છે. કહેવામાં આવે છે કે ખાસ્સા સમય પહેલા આ ઈમારતમાં એક ફ્રેન્ચ એન્જીનિયર રહેતો હતો, જે આ ઈમારતને પોતાની રીતે બનાવવા માંગતો હતો. અચાનક કોઇક કામથી તેને ફ્રાંસ જવુ પડ્યું. જ્યારે તે પાછો આવ્યો તો તેણે જોયું કે ઈમારતનો મુખ્યદ્વાર તદ્દન ઊલટી દિશામાં બની ચૂક્યો છે. આ ઘટનાથી તેને ખૂબ જ ધક્કો વાગ્યો અને તેણે આ ઈમારતમાં જ આત્મહત્યા કરી લીધી. લોકોનું કહેવુ છે કે આ એન્જીનિયર મોટે ભાગે આ હોટલની લોબીમાં ફરતો દેખાય છે. મજાની વાત તો એ છે કે તેનો પહેરવેશ એકદમ ફ્રેન્ચ જેવો જ છે, જો કે આ વાતમાં કેટલી હકીકત છે, તે હજુ સુધી સાબિત થઈ શક્યુ નથી.
No comments:
Post a Comment