November 25, 2011

એરટેલ, વોડાફોન અને આઇડિયાએ 3જી સેવા બંધ કરી દેવાની ધમકી આપી

જો સરકાર ઇન્ટ્રા સર્કલ રોમિંગની સેવા માટે થયેલા કરારને મંજૂરી ન આપે તો દેશની અગ્રણી ટેલિકોમ કંપની એરટેલ, વોડાફોન અને આઇડિયાએ 3જી સેવામાંથી બહાર નિકળી જવાની ધમકી આપી છે.

આ અંગે ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલ, આઇડિયા સેલ્યુલરના ચેરમેન કુમાર બિરલા અને વોડાફોનના સીઇઓ વિટોરિયો કોલેઓએ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સંયુક્ત પત્ર લખ્યો છે. આ ઉપરાંત જો તેમના કરારને મંજૂરી ન મળે તો તેમણે 3જી સ્પેક્ટ્રમની ફાળવણી માટે ચૂકવેલા નાણાને પરત આપી દેવા માટે પણ જણાવ્યું છે.

ઉપરોક્ત ત્રણેય કંપનીના ચેરમેનોએ તેમણે 3જીમાં કરેલો તમામ રોકાણના નાણા વ્યાજ સહિત પાછા માંગ્યા છે.

આ ત્રણેય કંપની વચ્ચે થયેલી સમજૂતી અનુસાર તેઓ જ્યાં લાઇસન્સ ન ધરાવતાં હોય તેવા સર્કલમાં 3જી સેવાઓ પુરી પાડવાની અનુમતી આપે છે.

આ અંગે ટેલિકોમ નિયંત્રણ સત્તા ધરાવતી સંસ્થા ટ્રાઇએ જણાવ્યું હતું કે કંપનીઓની વચ્ચે થયેલી સમજૂતી તેમને ફાળવવામાં આવેલા લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન છે અને તેનાથી સરકારને ગંભીર નાણાકીય નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પ્રધાનમંત્રીને લખવામાં આવેલા પત્રમાં તેમને આ અંગે દરમિયાનગીરી કરવાનું કહેવામાં આવ્યું છે.

No comments:

Post a Comment