October 10, 2011

મોદી સરકાર વિરૂદ્ધ USમાં દેખાવ, ભટ્ટની ધરપકડનો આકરો વિરોધ

ગુજરાતના ધરપકડ કરાયેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડનો ભારતીય અમેરિકનોએ વિરોધ નોંધાવીને ભારત સરકારને તેમની સામેની ફરિયાદમાં સંપૂર્ણ તપાસ કરવાની માંગણી કરી છે. આ અંગે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલના પ્રમુખ શાહીન ખાતીબે જણાવ્યું હતું કે, “ ગુજરાત સરકારે જેટલી ઉતાવળ સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં બતાવી છે તેટલી જ ઉતાવળ તેમણે જેમની પર રમખાણોમાં સામેલ હોવાનો જેમની પર આરોપ મુકવામાં આવ્યો છે તેવા પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં બતાવી નથી.”


-નરેન્દ્ર મોદીની સીબીઆઇ તપાસ કરવા પર માંગ

-રમખાણોમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરવા અરજી


વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંજીવ ભટ્ટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય અધિકારીઓ પર જે પણ આરોપ મૂક્યાં છે તેની સંપૂર્ણ તપાસ સીબીઆઇએ કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, “ હજુ સુધી હરેન પંડ્યા મર્ડર કેસનો ભેદ પણ હજુ સુધી ઉકેલાયો નથી. આ સંજોગોમાં ભટ્ટે કરેલો દાવો કે તેમની પાસે હત્યારાઓ તરફ નિર્દેશ કરતા કેટલાક મજબૂત પુરાવા છે તેની તપાસ કરવી જરૂરી છે.

આ ઉપરાંત અન્ય એક બીન ભારતીય સંસ્થા સેક્યુલર એન્ડ હાર્મોનિયસ ઇન્ડિયાએ ગુજરાત સરકારે કરેલી સંજીવ ભટ્ટની ધરપકડને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, “ અમે ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ભટ્ટની સામેના તમામ આરોપો હટાવી દેવામાં આવે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે. ઉપરાંત અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે સુપ્રીમ કોર્ટે દ્વારા ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયાને શરૂ કરવામાં આવે.”

No comments:

Post a Comment