October 10, 2011

જગજીત સિંહે પોતાની કરિયરમાં ઘણો જ સંઘર્ષ કરીને આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે, સંઘર્ષ કરતા સમયે જગજીત સિંહ એ રીતે તૂટી ગયા હતા કે,  તેમણે પ્રસ્થાપિત થયેલા પ્લેબેક સિંગર્સ પર તીખા પ્રહારો શરૂ કરી દીધા હતા.

જોકે, પછીથી તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. મોહમ્મદ રફી પર ટિપ્પણી કર્યા બાદ કિશોર દાએ જગજીત પર આકાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બની બેઠેલા ગઝલ ગાયકો કઈ રીતે મન્ના ડે, મુકેશની કઈ રીતે ટિપ્પણી કરી શકે. રફી યુનિક હતા.

જગજીત સિંહે મહોમ્મદ રફી પર કરેલી ટિપ્પણીથી અનેક લોકો નારાજ થયા હતા. જોકે નવાઈની વાત એ છે કે, જગજીતજીએ પોતાની પસંદના ગીતોનું આલ્બમ ક્લોઝડ ટૂ માય હાર્ટ બનાવ્યું હતું, તેમાં એકપણ રફી સાહેબનું ગીત નહોતું.

જોકે, પછીથી જગજીત સિંહે રાજકારણમાં રસ પડ્યો હતો. ભારત પાકિસ્તાન કારગીલ યુદ્ધ વખતે જગજીત સિંહે પાકિસ્તાનથી આવતા ગાયકો પર વિરોધ પ્રગટ કર્યો હતો. તે સમયે જગજીતે કહ્યું હતું કે, પાકિસ્તાની ગાયકો પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જોકે, ખરી રીતે તો ત્યારે પાકિસ્તાને જગજીત સિંહને વિઝા આપવાનો ઈનકાર કર્યો હતો પરંતુ જ્યારે પાકિસ્તાને જગજીત સિંહને પોતાના ત્યાં આવવાનું આમંત્રણ પાઠવ્યું ત્યારે તેમની નારાજગી દૂર થઈ ગઈ હતી.

જગજીતની ભલમનસાઈ ત્યારે દેખાઈ આવે છે જ્યારે તેમણે ગઝલોના શહેનશાહ મહેદી હસનની સારવાર માટે રૂપિયા ત્રણ લાખની મદદ કરી હતી. તે સમયે પાકિસ્તાને મહેદી હસન સાહબને નજરઅંદાજ કર્યા હતા.

ગઝલ સિવાય જગજીત સિંહનો શોખ ઘોડાદોડનો હતો. તેઓ અવારનાવર મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારના રેસકોર્સમાં જતા હતા. આ સિવાય લાસ વેગાસના કેસીનો પણ જગજીત સિંહને ઘણાં જ પ્રિય હતા.

No comments:

Post a Comment