October 10, 2011

‘ગુજરાતના આઈપીએસ અધિકારીઓના સંગઠને સંજીવ ભટ્ટના પરિવારને સમર્થન આપ્યું તે આવકારદાયક છે એમ આજે દીનદયાળ સેવાસંઘર્ષ સમિતિ ગુજરાતના મુખ્ય સંયોજક નલીન ભટ્ટે જણાવ્યું હતું. આઈએએસ અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના પ્રથમ વર્ગથી માંડીને ચોથા વર્ગના અધિકારીઓ-કર્મચારીઓના સંગઠનોએ પણ સંજીવ ભટ્ટ ઉપરાંત મોદી સરકારની કિન્નાખોરીનો ભોગ બનેલા અન્ય સૌની તરફેણમાં ખુલ્લેઆમ મેદાનમાં આવવું જોઈએ, ‘કર્મળ્યોગી’ની ભૂમિકા ભજવવી જ જોઈએ તેમતેમણે ઉમેરી જણાવ્યું હતું કે, ચુંટાયેલી પાંખ એટલે કે ચોથો આધારસ્તંભ બેફામ રીતે વર્તી રહી છે ત્યારે લોકશાહી શાસન પદ્ધતિ બચાવવા માટે પણ સૌની સક્રિયતા વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા છે.

બ્રહ્નસમાજના સભ્યોએ શ્વેતાબહેનની મુલાકાત લીધી

નલીન ભટ્ટ સહિત વડોદરા જિલ્લા બ્રહ્નસમાજના ૨૧ સભ્યોએ સંજીવ ભટ્ટના ધર્મપત્ની શ્વેતા ભટ્ટની મુલાકાત લીધી હતી. શ્વેતાબહેનને આપેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સૌ વડોદરામાં સંજીવ ભટ્ટની તરફેણમાં કાર્યક્રમો આપીશુ .

No comments:

Post a Comment