October 10, 2011

આજે મને ખુબ જ દુખ થયું છે એ જાણીને કે મહાન ગાયક જગજીત સિંહ આજે આપની વચ્ચે નથી. આ ઓક્ટોબર મહિનો મારા માટે સારો નથી રહ્યો કારણ કે સ્ટીવ જોબ્સ, જગજીત સિંહ જેવા લોકો આ દુનિયામાંથી જતા રહ્યા છે. ભલે આપને એમને ના મળેલા હોય પરંતુ જયારે એ જતા રહે ત્યારે આપણને એની કમી વર્તાય છે.

જગજીત સિંહનું અવસાન 10મી ઓક્ટોબરના રોજ સવારે આઠ વાગીને દસ મિનિટે લીલાવતી હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા 17 દિવસથી બ્રેઈન હેમરેજથી પીડાતા હતા. તેમના પર સર્જરી કરવામાં આવી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહોતો.

જગજીત સિંહના અવસાનથી સંગીત રસિકોને ઘેરો આઘાત લાગ્યો છે. જગજીત સિંહે માત્ર છ વર્ષની ઉંમરે ક્લાસિકલ સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.

જગજીત સિંહે ગુજરાતી ફિલ્મ ધરતીના છોરૂમાં સૌ પહેલા ગઝલ ગાઈ હતી.

No comments:

Post a Comment