October 10, 2011

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય ગઝલગાયક જગજીત સિંહના અવસાનને કારણે તેમના ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. એટલે સુધી કે દેશના વડાપ્રધાન મનમોહનસિંહે પણ તેમના નિધન પર અફસોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે "તેમના સોનેરી અવાજ માટે તેઓ હંમેશા યાદ રહેશે. ગઝલને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીને તેમણે ભારત અને વિદેશમાં રહેતા સંગીત ચાહકોને આનંદ અને ખુશી આપી છે...તેમને આશીર્વાદ રૂપે ગોલ્ડન વોઈસ મળ્યો હતો. તેમની ગઝલો હંમેશા યાદ કરાશે અને લોકોને મનોરંજન આપશે."

નરેન્દ્ર મોદી: રેસ્ટ ઈન પીસ જગજીત સિંહ. તેઓ થોડા દિવસો પહેલા જ આપણી સાથે અહીં આવવાના હતાં પણ  તેમની તબિયતને કારણે ન આવી શક્યા. બહુ જ દુ:ખની વાત છે. ગુજરાતે એક શુભચિંતક ગુમાવ્યો છે.

આ સિવાય બોલિવૂડ અને અન્ય ઘણી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

શબાના આઝમી: કળાની દુનિયાને કોઈની નજર લાગી ગઈ છે....જગજીત સિંહ હવે નથી રહ્યા. ભારતમાં ગઝલ ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. બહુ જ મોટું નુકશાન છે.

શ્રેયા ઘોસાલ: જગજીતજી હવે નથી રહ્યા. સંગીતના ચાહકો માટે સૌથી દુ:ખી દિવસોમાંનો એક. તે સોનેરી અવાજ હવે ક્યારેય નહીં સંભળાય. તેમની આત્માને શાંતિ મળે. દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ ફિર ચાહે દિવાના કર દે યા અલ્લાહ.

ઈશા કોપ્પિકર: ગઝલસમ્રાટ જગજીત સિંહ. રેસ્ટ ઈન પીસ. આંખો મેં નમી હસી લબો પર, ક્યા ગમ જીસકો છુપા રહે હો...વિલ મિસ યુ સર..

ફરહાન અખ્તર: અન્ય એક મહાન વ્યક્તિ, જગજીત સિંહ હવે નથી રહ્યા. રેસ્ટ ઈન પીસ

શ્રિયા સરન: રેસ્ટ ઈન પીસ જગજીત સિંહ. તમારો અવાજ હંમેશા યાદ રહેશે. ખાસ કરીને તમારી ગઝલ..હજારો ખ્વાઈશે ઐસી..કેરાલામાં તમારી સાથે કરેલો મ્યુઝિક વીડિયો હંમેશા યાદ કરીશે...કહીં દૂર જબ દિન ઢલ જાયે..

પ્રીટિ ઝિન્ટા: ભગવાન તેમની આત્માને શાંતિ આપે..જગજીત સિંહ. તેઓ કવિતા અને આત્મિય સંગીતના કિંગ હતાં...તેઓ આપણા દિલમાં હંમેશા રહેશે. રેસ્ટ ઈન પીસ.

લતા મંગેશકર: મને જગજીત સિંહના નિધનની ખબરથી ઊંડો આઘાત લાગ્યો છે. તેઓ શાયરીને બહુ જ સારી રીતે સમજતા હતાં અને પછી તેને પોતાનો અવાજ આપતા હતાં. જ્યારે પણ મળતા ત્યારે હંમેશા કહેતા કે આપણે ક્યારે એકસાથે ગીત રેકોર્ડ કરીશું, પણ તે થઈ ન શક્યું. તેમણે લોકપ્રિય થવા માટે ક્યારેય ફિલ્મ ગીતો નહોતા ગાયાં.

પંકજ ઉધાસ: જગજીત સિંહના નિધનથી દુ:ખી છું. તેમણે બિનફિલ્મી સંગીતને એક નવી દિશા આપી.

સુષ્મા સ્વરાજ: ગઝલ સમ્રાટ જગજીત સિંહ નથી રહ્યા. તેમના ગીતો આપણા જીવનનો હિસ્સો છે. તેમનું અવસાન આપણા માટે મોટું નુકશાન છે.

આશા ભોંસલે: જગજીત સિંહ બહુ જ સંવેદનશીલ વ્યક્તિ અને આદર્શ વ્યક્તિત્વ હતાં. તેઓ ગઝલને મૂળ રૂપરે ગાઈ શકતા હતાં.

કરણ જોહર: હું જગજીત સિંહની અદ્દભુત ગઝલો સાંભળીને મોટો થયો છું...મારી માતા તેમની મોટી ચાહક હતી અને મને પણ બનાવી દીધો હતો..રેસ્ટ ઈન પીસ સર! એક ખરા લેજન્ડનું નુકશાન.

નિલ નિતીન મુકેશ: જગજીત સિંહના અવસાનનાં દુ:ખદ સમાચાર સાંભળ્યા. ખરા લેજેન્ડ હતાં. તેમણે ગાયેલી મારી મનપસંદ ગઝલ ...હોશ વાલો કો ખબર ક્યા...બેખુદી ક્યા ચીઝ હૈ.. રેસ્ટ ઈન પીસ.

સુભાષ ઘઈ: વ્યક્તિગત રીતે મોટું નુકસાન થયું

ઈસ્માઈલ દરબાર: સંગીતની દુનિયાને સૌથી મોટું નુકસાન

જાવેદ અખ્તર: લોકોના દિલો પર રાજ કરતા હતા જગજીતસિંહ

અનુભવ સિન્હા: સચ અ લોસ. એક વ્યક્તિ જેણે એકલેહાથે ગઝલને ભારતમાં લોકપ્રિય બનાવી તે હવે ફરી ક્યારેય નહીં ગાય...તમને મિસ કરીશું સર...રેસ્ટ ઈન પીસ.

વિશાલ દદલાણી: ફરિશ્તો અબ તો સોને દો, કભી ફૂરસત મેં કર લેના હિસાબ, આહિસ્તા, આહિસ્તા. રેસ્ટ ઈન પીસ જગજીત સિંહ સાબ.

અક્ષય કુમાર: 'ધ ગઝલ કિંગ', જગજીત સિંહના અવસાનનાં સમાચાર સાંભળીને દુ:ખી છું. તુમ ઈતના જો મુસ્કુરા રહે હો, આ ગીત મને આજે પણ આંખોમાં પાણી લાવી દે છે..ખાસ કરીને આજે. રેસ્ટ ઈન પીસ જગજીત સિંહ

શાહરૂખ ખાન: ઉફ્ફ....જગજીત સિંહજીનાં નિધનનાં સમાચારથી દુ:ખી છું. અલ્લાહ તેમની આત્માને શાંતિ આપે.

વિક્રમ ભટ્ટ: તુમ ઈતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જીસ કો છુપા રહે હો. જગજીત સિંહનું નિધનનું દુખ શબ્દોની બહાર છે.

સંધ્યા મૃદુલ: જગજીત સિંહ જી...રેસ્ટ ઈન પીસ

No comments:

Post a Comment