October 10, 2011

સમર ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને નવી શરૂ થયેલી કંપનીઓનું આકર્ષણ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ , અમદાવાદ ( IIM-A) નો 2006 ની બેચનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સમીર નિગમ આજે તેની સ્ટાર્ટ અપ કંપનીમાં સંસ્થાના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ ઓફર કરી રહ્યો છે. તે જણાવે છે કે , પ્રતિભાવ સારો છે અને વિદ્યાર્થીઓ આન્ત્રપ્રિન્યોરશિપ ફેર 2011 માટે કેમ્પસમાં આવેલી નવી કંપનીઓ સાથે કામ કરવા ઉત્સુક છે.

2008 માં સ્ટાર્ટબીન્સ કન્સલ્ટિંગ નામની પોતાની કંપની શરૂ કરનાર નિગમ આઇઆઇએમ-એના બે ગ્રેજ્યુએટ્સ અને આઇઆઇએમ-એ બહારના બે ગ્રેજ્યુએટ્સને ઇન્ટર્નશિપ ઓફર કરવા માંગે છે. તે જણાવે છે કે , વિદ્યાર્થીઓ અને બિઝનેસ સ્કૂલ્સ હવે ઉદ્યોગસાહસિકતા પર ભાર મૂકી રહ્યા છે.

અમારા જેવી નવી કંપનીઓ જુનિયર લેવલે સરળતાથી લોકોની ભરતી કરી શકે છે પરંતુ મિડલ અને સિનિયર લેવલમાં લોકોની ભરતી કરવામાં મુશ્કેલી પડે છે. અમે વિદ્યાર્થીઓને ઇન-હાઉસ ટ્રેનિંગ દ્વારા તૈયાર કરીશું. તેઓ મૂલ્યવર્ધન કરી શકશે.

આઇઆઇએમ-એ 2008 થી આન્ત્રપ્રિન્યોરશિપ ફેરનું આયોજન કરે છે અને અન્ય આ કાર્યક્રમમાં અન્ય બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરે છે. આ કાર્યક્રમ સમર ઇન્ટર્નશિપ દ્વારા સ્ટાર્ટ-અપને સારી રીતે સમજવા માટે એમબીએના વિદ્યાર્થીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

સોશિયલ આન્ત્રપ્રિન્યોરશિપ , માઇક્રો-ક્રેડિટ , આઇટી , કન્સલ્ટિંગ , ટેક્નોલોજી , એજ્યુકેશન ક્ષેત્રની 19 જેટલી કંપનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ તેમને યોગ્ય લાગે તે કંપનીઓનો જાતે સંપર્ક કરી શકે છે અને તેઓ સ્ક્રિનિંગ પ્રક્રિયા બાદ ઇન્ટર્નશિપ મેળવી શકે છે.

આઇઆઇએમ-એ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા કેળવવા ઇચ્છે છે અને તેને લાગે છે કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી પોતાનું સાહસ શરૂ કરતી વખતે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેનું શિક્ષણ આપે છે.

સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ , બેંગલોરના એક વિદ્યાર્થી અશોક શશીધરન જણાવે છે કે , જો તેને બહુરાષ્ટ્રીય કંપની અને નવી શરૂ થયેલી કંપની વચ્ચે પસંદગીની તક આપવામાં આવે તો હું ઇન્ટર્નશિપ માટે નવી શરૂ થયેલી કંપનીની પસંદગી કરીશ.

નવી કંપનીમાં મળેલો અનુભવ વધુ ફળદાયી નીવડી શકે છે. '' એસઆઇબીએમના પાંચ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દસ વર્ષના કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટેના આઇઆઇએમ - એના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ્ઝ ( પીજીપીએક્સ ) ના 20 જેટલા ઉમેદવારો નવી કંપની માટે ઘણા ઉત્સાહી જણાતા હતા .

13 વર્ષનો અનુભવ ધરાવતા પીજીપીએક્સના એક વિદ્યાર્થી પ્રશાંત ભુગ્રાએ જણાવ્યું હતું કે , હું અને મારો મિત્ર સાહસ કરવાનું વિચારી રહ્યા છીએ . મને અહીં ઘણી નવી વસ્તુઓ જાણવા મળી .

સ્ટાર્ટ અપ મોટી કંપનીઓ જેટલું સ્ટાઇપેન્ડ ઓફર કરતી નથી પરંતુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપમાં શીખવાનું ઘણું મળે છે . નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રથમ વર્ષના વિદ્યાર્થી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે , હું માનું છું કે , સમર ઇન્ટર્નશિપ કમાણી કરવા નહીં પરંતુ શીખવા માટે છે . સ્ટાર્ટ અપમાં આપણને વધુ કામગીરી અને જવાબદારી મળે છે અને આપણને વાસ્તવિક દુનિયાનો અનુભવ થાય છે.

No comments:

Post a Comment