October 18, 2011

બ્રાન્ડ સચિનનું મૂલ્ય નાણામાં આંકવું અશક્ય : પિયૂષ પાંડે

ઓગિલ્વી એન્ડ મેથર (સાઉથ એશિયા)ના એક્ઝિક્યુટિવ ચેરમેન પીયૂષ પાંડેના મતે સચિનનું મૂલ્ય
નાણામાં આંકી શકાય નહીં. આ ખેલાડીએ બે દાયકા લાંબી કારકિર્દીમાં નિષ્ઠા અને એકાગ્રતાથી જે પ્રતિષ્ઠા અને માન મેળવ્યું છે તેને તમે ક્યારેય નાણાથી માપી શકો નહીં.

સચિને 20 વર્ષના સ્પર્ધાત્મક ક્રિકેટ છતાં આક્રમક ક્રિકેટ સાથે જે ખેલદિલ તરીકેની જે છબિ ઉભી કરી છે તેનું માપ નાણામાં કાઢવું મુશ્કેલ છે.

તમે ક્યારેય કૌટુંબિક મૂલ્યને નાણામાં માપી શકો ? રવિવારે જ્યારે આ ખેલાડીએ 50 મી સદી ફટકારી ત્યારે આ સદી તેણે સ્વર્ગસ્થ પિતાને અર્પણ કરી લોકોને કૌટુંબિક મૂલ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તમે ક્યારેય આ બાબતને નાણામાં આંકી શકો ?

સચિને ક્રિકેટ વર્લ્ડકપ વખતે તેના પિતાને ગુમાવ્યા હતા તેનું દર્દ અને આટલી લાંબી કારકિર્દીમાં વેઠેલી ઈજાઓનું મૂલ્યાંકન ક્યારેય નાણામાં માપી શકાય નહીં.

માનસિક અને શારીરિક પીડાને પાર કરીને સચિન આજના શિખરે પહોંચી શક્યો છે. આ એવો ક્રિકેટર છે કે જેણે સુકાની બનવાનું નાપસંદ કરીને ઘણા વર્ષો સુધી તેના જૂનિયર ક્રિકેટર્સ નીચે કોઈ પણ જાતના અહંમ વગર રમતો રહ્યો છે. છતાં સમગ્ર ટીમને પ્રેરણા અને માર્ગદર્શન પુરું પાડવામાં તેણે ક્યારેય પાછી પાની કરી નથી.

સચિન મુઠ્ઠી ઊંચેરા ખેલાડી સાથે એક સારો પતિ અને પિતા પણ છે. તે હંમેશા વ્યસ્ત પ્રોફેશનલ કારકિર્દી સાથે પારિવારિક જવાબદારીઓનું સંતુલન સાધવાનો પ્રયાસ કરતો રહ્યો છે. મને હજુ યાદ છે જ્યારે સચિન પત્ની અને બે બાળકો સાથે રજા માણીના પાછા ફરતી વખતે મને ફ્લાઈટમાં મળ્યો હતો , તે વખતે તે સુપરસ્ટાર ન હતો , માત્ર એક પતિ અને પિતા હતો.

કરોડો ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભગવાન તરીકે પૂજાતી વ્યક્તિ માટે વ્યક્તિગત સંતુલન રાખવું પણ મુશ્કેલ છે. તમામ સિદ્ધિઓ અને સન્માનને પચાવી આગળ વધવું એ આ મહાન ખેલાડીની ખુબી છે.

એક ક્રિકેટર , મિત્ર અને ચાહક તરીકે હું તેને સલામ કરું છું. સચિન તુ માત્ર યુવા ભારતને જ નહીં પણ મારા જેવા મોટી વયના લોકોને પણ પ્રેરણા આપે છે. સચિનના ચાહકોની સંખ્યા એટલી મોટી છે કે મને બીટલનું જાણીતુ ગીત યાદ આવે છે , મની કાન્ટ બાય મી લવ.

No comments:

Post a Comment