શૈક્ષણિક સંસ્થાઓમાંથી સીધા ભરતી કરવામાં આવતાં વિદ્યાર્થીઓના માત્ર સરેરાશ પગારમાં જ વધારો નથી થયો , આ વખતે જોઇનિંગ બોનસ ( નોકરીમાં જોડાતી વખતે મળતી પગાર સિવાયની વધારાની રકમ ) માં પણ વધારો થયો છે .
2009 માં આર્થિક નરમાઈને કારણે કંપનીઓએ પગારમાં કાપ મૂક્યો હતો અને આવા પ્રકારનું બોનસ આપવાનું બંધ કર્યું હતું , પરંતુ તેજીમય અર્થતંત્રને જોતાં કુશળ માનવબળ મેળવવા કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા શરૂ થતા આવા બોનસનું પ્રમાણ પણ વધ્યું છે .
વિવિધ કંપનીઓમાં ( કન્ફર્મેશન , ગેરન્ટી અથવા કમ્લીશન બોનસ ) ના નામથી આળખાતા આ બોનસમાં 35 ટકા વધારો થયો છે . આ બોનસ એકથી ત્રણ વર્ષના લોક - ઇન સમયગાળા માટે આપવામાં આવે છે .
નોમુરા , એચએસબીસી , એક્સેન્ચર , ડેલોઇટ કન્સલ્ટિંગ , પાર્થેનોન ગ્રૂપ , એચયુએલ , રેકિટ બેન્કીસર , પેપ્સિકો , એમ્ફેસિસ , આઇસીઆઇસીઆઇ બેન્ક , એમેઝોન , ડોઇચ બેન્ક , સિટીબેન્ક અને લિનોવો જેવી કંપનીઓ વિવિધઆઇઆઇએમ , આઇએસબી , એક્સએલઆરઆઇ - જમશેદપુર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ સહિતની સંસ્થાઓમાં રૂ . 50,000 થી રૂ . 4,00,000 ની વચ્ચે આવા બોનસની ઓફર કરી રહી છે . આ બોનસ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતા પગાર સિવાયની રકમ છે .
આઇઆઇએમ - કોઝિકોડના જણાવ્યા પ્રમાણે , જોઇનિંગ બોનસ ઓફર કરતી કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે તેમજ બોનસનું પ્રમાણ પણ વધ્યું છે . ફાઇનાન્સ , માર્કેટિંગ , આઇટી અને કન્સલ્ટિંગ ક્ષેત્રો સહિતની કંપનીઓ આવા બોનસ ઓફર કરી રહી છે .
શૈક્ષણિક સંસ્થાઓનું કહેવું છે કે , વિવિધ ક્ષેત્રોમાં જંગી ભરતી થઈ રહી હોવાથી અને કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાને કારણે આવા બોનસના કદમાં વધારો થયો છે .
આઇઆઇએમ - ઇન્દોરના પ્લેસમેન્ટ વિભાગના ચેરમેન પ્રોફેસર પ્રશાંત સલ્વાને કહ્યું હતું કે , ધારો કે તમે ભરતી કરનાર કંપની છો અને જો તમારી હરીફ કંપની આવું બોનસ આપતી હોય તો તમારે પણ તે અંગે વિચારવું જરૂરી બની જાય છે .
નહીંતર , વર્તમાન તેજીમય બજારના માહોલમાં વિદ્યાર્થી તમારી સામે પણ નહીં જુએ . વિદ્યાર્થીઓ તેમને ઓફર થતા પગાર અને કામના પ્રકાર બંનેના આધારે અંતિમ નિર્ણય લેતા હોય છે , છતાં જો તગડો પગાર ઓફર થતો હોય તો વિદ્યાર્થીઓ તે દિશામાં ચોક્કસપણે આકર્ષાય છે .
એક્સએલઆરઆઇના એક વર્ષના એમબીએ અભ્યાસની પ્લેસમેન્ટ સમિતિના વિદ્યાર્થીએ પણ આ મત સાથે સહમતી સાધતાં કહ્યું હતું કે , ગયા વર્ષથી જોઇનિંગ બોનસમાં 30-35 ટકા વધારો થયો છે .
2010 માં જ્યારે અર્થતંત્રમાં સુધારો થવાની શરૂઆત થઈ હતી ત્યારે તેનું પ્રમાણ ઓછું હતું અને આથી , જે કંપનીઓ જોઇનિંગ બોનસ આપતી હતી તે પણ ઘણું ઓછું રહેતું હતું . તે સમયે કર્મચારીઓને જાળવી રાખવા એ ચિંતાનો વિષય નહોતો , પરંતુ આ વર્ષે તે ચિંતાજનક બની રહ્યું છે કારણ કે માર્કેટમાં સ્પર્ધા વધી છે .
આ વખતે રસપ્રદ વલણ એ છે કે વિદ્યાર્થીઓ દ્વારા કંપનીઓની ઓફર સ્વીકારવામાં આવ્યા બાદ જોઇનિંગ બોનસ સીધું જ ચૂકવવામાં આવી રહ્યું છે . આ બોનસ મહત્ત્વપૂર્ણ બની રહે છે , કારણ કે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ તેમનું ઋણ ચૂકવવા માટે કરે છે . પેપ્સિકો ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ( એચઆર ) પવન ભાટિયાએ કહ્યું હતું કે , ઘણા વિદ્યાર્થીઓ આ બોનસ દ્વારા તેમની શૈક્ષણિક લોન ચૂકવે છે .
લિનોવોની એરિયા સેલ્સ મેનેજરની ઓફર સ્વીકારનાર આઇઆઇએમ - કોઝિકોડના વિદ્યાર્થી શિવ કુમારે કહ્યું હતું કે , વિદ્યાર્થીઓ આ બોનસ દ્વારા તેમની શૈક્ષણિક લોન ચૂકતે કરે છે . આ બોનસ તરત જ હાથમાં આવતું હોવાથી તેનો ઉપયોગ ઘર બદલવા અથવા ભાવિ જરૂરિયાત સંતોષવા માટે પણ કરવામાં આવે છે .
કંપનીઓનું માનવું છે કે જોઇનિંગ બોનસે ભૂતકાળમાં ઘણી સારી ભૂમિકા ભજવી હોવાથી આ વ્યૂહરચના પાછળ એક મજબૂત તર્ક રહેલો છે .
તમામ આઇઆઇએમમાંથી 28-30 જેટલા વિદ્યાર્થીઓની ભરતી કરનાર એચએસબીસીએ રૂ . 13.5 લાખ પગારની સાથે રૂ . 1.5 લાખ જોઇનિંગ બોનસની પણ ઓફર કરી હતી .
આ ઓફર તમામ વિવિધ ક્ષેત્રો ( રિટેલ , કોમર્શિયલ , પર્સનલ ફાઇનાન્સ ) માટે કરવામાં આવી હતી . એચએસબીસી ઇન્ડિયાના હેડ ( એચઆર ) વિક્રમ ટંડને કહ્યું હતું કે , અમારી કંપનીમાં કોઈ વિદ્યાર્થીએ એક વર્ષની અંદર રાજીનામું આપ્યું હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી .
અમારી સાથે કામ કરનાર લાંબો સમય સુધી જોડાઈ રહે છે છતાં પણ સારી કુશળતાને આકર્ષવા માટે આવા પ્રકારના બોનસ ઓફર કરવા પડે છે , જેની પાછળ અન્ય કેટલાંક પરિબળો ભૂમિકા ભજવે છે .

No comments:
Post a Comment