આર્થિક અનિશ્ચિતતા તેમજ વધી રહેલા ફુગાવાના દબાણને કારણે ટેલિકોમ , વીમા તેમજ ભારતના શ્રમ બજારમાં મંદીના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. કંપનીઓ દ્વારા હાલમાં ભરતી કરવાની બાબતમાં કોઈ ઉતાવણ જણાતી નથી. ટેલિકોમ , વીમા , બાંધકામ તેમજ નાણાકીય સેવા ક્ષેત્રે ભરતીની ગતિ મંદ પડી છે , તેમ નોકરી.કોમના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિતેશ ઓબેરોયે પીટીઆઈને જણાવ્યું હતું. વૈશ્વિક અનિશ્ચતતા ઉપરાંત ફુગાવાના ઊંચા દરને કારણે પણ જોબ માર્કેટ પર નકારાત્મક અસર જોવા મળી રહી છે અને એમા પણ રિયલ એસ્ટેટ અને ઓટો જેવા ક્ષેત્રો પર તેની વિશેષ અસર જોવા મળી રહી છે. ફુગાવાના ઊંચા દર તેમજ વ્યાજદરમાં સતત વધારાને કારણે રિયલ એસ્ટેટ તેમજ ઓટો ક્ષેત્રના વિકાસદર પર ગંભીર અસર પડી છે અને તેને કારણે આ ક્ષેત્રોમાં નોકરીના સર્જનમાં મંદ હવામાન જોવા મળ્યું છે , તેમ તેમણે જણાવ્યું હતું. ડિસેમ્બર , 2010 થી ફુગાવાનો દર 9 ટકાની આસપાસ ચાલી રહ્યો છે અને ઓગસ્ટમાં ફુગાવો 9.78 ટકાની 13 મહિનાની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. | |
October 24, 2011
આર્થિક અનિશ્ચિતતા અને ફુગાવાને કારણે જોબ માર્કેટ મંદ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment