October 6, 2011

સ્ટીવ જોબ્સનો પ્રભાવ સદીઓ સુધી વર્તાશેઃ બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક

માઇક્રોસોફ્ટ કંપનીના માલિકે એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, "દુનિયા પર પાડેલો પ્રભાવ સદીઓ સુધી વર્તાતો રહેશે." વધુમાં બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, " સ્ટીવ અને હું પહેલી વખત આશરે 30 વર્ષ પહેલા મળ્યાં હતા. બાદમાં અમે અડધીથી વધુ જીંદગી માટે એકબીજાના પ્રતિસ્પર્ધી, સાથી અને મિત્રો રહ્યાં હતા. તેમના મોતના સમાચાર વાંચીને ખુબ જ દુઃખની લાગણી થાય છે."

દુનિયાએ મહાન સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ ગુમાવી દીધો છેઃ બરાક ઓબામા, અમેરિકાના રાષ્ટ્રપતિ

એપલ કંપનીના પૂર્વ સીઇઓ સ્ટીવ જોબ્સ અંગે શોક વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, “ દુનિયાએ એક સ્વપ્નદ્રષ્ટાને ગુમાવી દીધો છે. અને સ્ટીવ જોબ્સને તેનાથી મોટી કોઇ શ્રદ્ધાંજલી હોઇ જ ન શકે કે તેના દ્વારા જ શોધવામાં આવેલા સાધનથી દુનિયાને તેના મોતની જાણ થાય છે. અમેરિકાના મહાન શોધકર્તાઓમાં સ્ટીવ જોબ્સનો સમાવેશ થાય છે. તેઓ જુદી વિચારી શકવાની હિંમત ધરાવતાં હતા, દુનિયાને બદલી શકે છે તેવી દ્રઢ માન્યતા ધરવતાં હતા અને તે કરવાનું સામર્થ્ય પણ ધરાવતાં હતા.”

No comments:

Post a Comment