October 6, 2011

- અમેરિકાના અન્ય ધનાઢ્યોની જેમ સ્ટિવે જાહેરમાં આવી ક્યારેય દાન નથી આપ્યુ

- લેખમાં સ્ટીવ જોબ્સને વર્તમાન સમયનો દ વિન્ચી ગણાવાયા

- હાલમાં જોબ્સ 8.3 અબજ ડોલરની સંપતિના માલિક

- જોકે, જોબ્સ ખાનગીમાં દાન આપતા હોવાની શક્યતા

- યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાને 150 મિલિયન ડોલરનું દાન જોબ્સે આપ્યુ હોવાની અટકળ


સ્ટીવ જોબ્સની ગણના દુનિયામાં એક જીનિયસ, સંશોધક તેમજ દુરદ્રષ્ટા તરીકે થાય છે, આ ઉપરાંત જોબ્સ દુનિયાનો લોકોમાં ચહીતો અબજોપતિ પણ છે. જોકે, નવાઈની વાત એ છે કે જોબ્સ જેવા દુનિયાના અન્ય અબજોપતિઓ જે પ્રમાણમાં ચેરિટી કરે છે તેમ જોબ્સ નથી કરતા.

હાલમાં સ્ટીવ જોબ્સ ફોર્બ્સના જણાવ્યા અનુસાર 8.3 અબજ ડોલરની સંપતિનો માલિક છે. તે એપલ કંપની તેમજ ડિઝનીમાં 7.4 ટકાની હિસ્સેદારી ધરાવે છે. પરંતુ જોબ્સે કોઈપણ સંસ્થા કે અન્ય રીતે દાન આપ્યુ હોય તેવા એકપણ અહેવાલ આજસુધી પ્રસિદ્ધ નથી થયા.

અમેરિકાના જ પ્રખ્યાત અબજોપતિઓ વોરેન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સંસ્થાનો પણ સ્ટીવ સભ્ય નથી. ઉલ્લેખનીય છે કે વોરેન બફેટ તેમજ ગેટ્સ જેવા અબજોપતિઓ પોતાની અડધા ઉપરની સંપતિનું દાન કરવાની જાહેરાત કરી ચુક્યા છે પરંતુ જોબ્સે તેમની સંસ્થાના સભ્ય બનવાની પણ ના પાડી દીધી હતી. વળી, આખા અમેરિકામાં જોબ્સના નામની કોઈ હોસ્પિટલ કે શૈક્ષણિક સંસ્થા પણ નથી.

સ્ટીવની આ બાબત અંગે જ ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ રજૂ થયો હતો. જોકે, લેખકે તેમાં કબુલ્યુ હતુ કે તે સ્ટીવ જોબ્સને આ યુગનો દા વિન્ચી માને છે. વળી, લેખકે એમપણ કહ્યુ હતુ કે સ્ટીવના સંશોધનો તેમજ દ્રષ્ટિ અને કાર્યને લીધે જ લાખો લોકોના જીવનધોરણમાં સુધારો થઈ શક્યો.

વળી, લેખકે એમપણ કહ્યુ હતુ કે જોબ્સ મોટાભાગે પડદા પાછળ જ રહેવાનુ પસંદ કરે છે અને શક્ય છે કે તેમણે પોતાનું નામ આગળ ધર્યા વગર જ દાન કર્યુ હોય અને પોતાના મોત પછી સંપતિને દાનમાં આપવાનો પ્લાન પણ બનાવ્યો હોય. આ ઉપરાંત, હેલેન ડિલેરી ફેમિલી કોમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાને મળેલુ 150 મિલિયન ડોલરનું દાન પણ જોબ્સ દ્વારા અપાયુ હોવાની ચર્ચા છે.

જોકે, એપલના પ્રવક્તાએ આ અંગે કોઈપણ કોમેન્ટ આપી નહોતી.

No comments:

Post a Comment