October 6, 2011

ઍપલના સહ-સંસ્થાપક સ્ટિવ જોબ્સનું નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી તેઓ કેન્સર સાથે સંઘર્ષ કરી રહ્યાં હતા આમ છતાં, તેઓ ખૂબ જ સ્વસ્થતા પૂર્વક બે ત્રણ વખત જાહેરમાં આવ્યા હતા. જોબ્સના પરીવારજનોના કહેવા પ્રમાણે, તેઓ 'શાંતિપૂર્વક' મરણ પામ્યા હતા. જો કે, તેમની આ સ્વસ્થતા પાછળનું કારણ તેમની આધ્યાત્મિકતા હોય શકે છે.

-જોબ્સને ભારત ખેંચી લાવી હતી આધ્યાત્મની શોધ

-એક વર્ષથી મોત સાથે સંઘર્ષ

-'શાંતિપૂર્વક' મોતને ભેંટ્યા: પરીવારજનો

જોબ્સે વર્ષ 2005માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન મરણ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા. જે જોબ્સના આધ્યાત્મિક પાસા તરફ પ્રકાશ ફેંકે છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે સ્ટિવ જોબ્સ વ્યક્તિગત રીતે બુદ્ધિસ્ટ હતા અને પૂર્ણપણે શાકાહરી હતા. સ્ટિવ જોબ્સ જ્યારે આધ્યાત્મ અને મુક્તિની શોધમાં હતા, ત્યારે ભારતે પણ તેમને આકર્ષ્યા હતા. તેઓ રીડ કોલેજ ખાતે તેમના પાક્કા મિત્ર ડેન કોટકેને લઈને ભારત આવ્યા હતા. આ વાત વર્ષ 1974 આસપાસની હશે. જોબ્સ તે સમયે તત્વજ્ઞાન તરફ આકર્ષાયા હતા. તેઓ આધ્યાત્મિકતા અને અસ્તિત્વવાદનો અનુભવ કરવા માંગતા હતા. તેમણે ભારતમાં કૈંચી આશ્રમના નિમ કરોલી બાબા વિષે સાંભળ્યું હતું. પરંતુ જ્યારે ડેન સાથે જોબ્સનું ભારત આગમન થયું ત્યારે તેમને જાણ થઈ હતી કે, બાબાનું નિધન થયું છે.

સ્ટિવ જોબ્સને કદાચ તેમના જીવનના અંતિમ તબક્કાની જાણ થઈ ગઈ હશે. આથી, જ છેક સુધી પોતાના અનુગામીનું નામ જાહેર ન કરનારા સ્ટિવ જોબ્સે ગણતરીના અઠવાડિયા પહેલા ટીમથી કુકના નામની જાહેરાત કરી હતી. તેઓ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. ટીમથીએ મુશ્કેલીના સમયમાં પ્રેસ કોન્ફરન્સ ભરી હતી અને જ્યારે એવું માનવામાં આવતું હતું કે, તેઓ આઈ-ફોન 5ની જાહેરાત કરશે, ત્યારે જ તેમણે આઈફોન-4 એસની જાહેરાત કરી હતી.

No comments:

Post a Comment