October 6, 2011

એપ્પલ ઉપર તેના ગ્રાહકોની ખાનગી માહિતીની સુરક્ષાને જોખમ અંગેનો આરોપ મુકવામાં આવ્યો છે. સુરક્ષા સંશોધકોને જાણ્યુ કે એપ્પલનો આઈફોન તેના યૂઝર્સની ખાનગી પર્સનલ માહિતી, સ્થળ અને તમામ ખાનગી ડિટેલ્સ એક ખાનગી ફાઇલમાં ટ્રાન્સફર કરી શકે છે.

સંશોધકોને જાણવા મળ્યું કે આ ડિવાઈઝ પહેલા તેના યુઝર્સના સ્થળની અક્ષાંસ અને રેખાંશ અંગેની માહિતી સમયની સાથે ડાઉનલોડ કરે છે, અને ત્યારબાદ જ્યારે પણ બે યૂઝર્સ સિંક્રનાઇઝ્ડ થાય ત્યારે તેમના કમ્પૂટરમાંથી ડેટાની કોપી કરી લે છે.

આનો અર્થ એમ થયો કે જેણે પણ ફોન ચોરી કર્યો હોય કે કમ્પ્યૂટર જોડાઈને સુધી પોતાની પહોંચ બનાવી લીધી હોય તે આ રીતે તેના માલિકની સંપૂર્ણ હલ-ચલ ઉપર નજર રાખી શકે છે.

- તમે ક્યાં છો, શું કરી રહ્યાં છો તે તમામ પ્રકારની ખાનગી માહિતી મેળવી શકે છે

- એપ્પલના યૂઝર્સ જાણી શકશે કે કઈ રીતે સ્થળ અને ખાનગી ડેટા સ્ટોર થઈ શકે છે
 
- એપ્લિકેશનને કમ્પ્યૂટરમાં ચલાવીને તેના ફોનમાં શું ચાલી રહ્યું છે તેનો સંપુર્ણ વિડીઓ જોઈ શકે છે
 
- યૂઝર્સ ઇચ્છે કે ના ઇચ્છે તેમ છતા આઈફોન તેની માહિતીને રેકૉર્ડ કરી શકે છે
 
એક સંશોધક, કે જેણે આ ફાઇલ શોધી છે, તેનુ કહેવુ છે કે એપ્પલે હવે આ કોઈના પણ માટે શક્ય બનાવી દીધુ છે. એક ઇર્ષ્યાળુ પતિ કે પત્ની, અથવા તો ખાનગી જાશુસ, જે તમારા ફોન કે કમ્પ્યૂટર સાથે એક્સેસ કરીને તમે ક્યાં છો, શું કરી રહ્યાં છો તે તમામ પ્રકારની ખાનગી માહિતી મેળવી શકે છે.

આ જોખમ માત્ર એપ્પલના આઈફોન કે તેના કમ્પ્યુટરમાં જ નહીં, પરંતુ એપ્પલના આઈપેડમાંથી પણ તમારા સ્થળની માહિતી ચોરી કરી શકે છે.

વૉર્ડન અને તેના એક સાથી સંશોધક એલસડેર અલાને જનતાને આ અંગેની માહિતી આપવા માટે એક વેબ-સાઇટ (વેબ પેજ)ની રચના કરી છે, જેમાં આ પ્રોગ્રામ(સોફ્ટવેર) ઉપલબ્ધ કરાવી તેના અંગે જણાવામાં આવ્યુ છે. આ પ્રોગ્રામ દ્વારા એપ્પલના યૂઝર્સ જાણી શકશે કે કઈ રીતે સ્થળ અને ખાનગી ડેટા સ્ટોર થઈ શકે છે.

વાસ્તવમાં, કોઈ પણ વ્યક્તિ આઈફોન યૂઝર્સ સાથે એક્સેસ કરી, વૉર્ડન અને એલાન્સની એપ્લિકેશનને કમ્પ્યૂટરમાં ચલાવીને તેના ફોનમાં શું ચાલી રહ્યું છે તેનો સંપુર્ણ વિડીઓ જોઈ શકે છે.

આ એપ્લિકેશન જે તે ફોન કયા સ્થળે છે તેનો નકશો બતાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ આ પ્રોગ્રામને ચલાવીને ફોન યૂઝર્સનું સ્થળ, જે તે તારિખ સાથે જોઈ શકે છે. આ એપ્લિકેશન દ્વારા, યૂઝર્સ તેના મોબાઇલ સાથે જે પણ સ્થળની મુલાકાત લેશે તે તમામ સ્થળો, અથવા તો એનિમેટેડ નકશા સાથે, યૂઝર્સની તમામ હલ-ચલ જોઈ શકશે.

આઈફોન યૂઝર્સ ઇચ્છે કે ના ઇચ્છે તેમ છતા આઈફોન તેની માહિતીને રેકૉર્ડ કરી શકે છે. આમ છતા એપ્પલને તેની જાણકારી નથી કે આ ફંક્સનને કઈ રીતે બંધ કરી શકાય.

No comments:

Post a Comment