October 6, 2011

વિશ્વની નંબર-1 કંપની બની એપ્પલ, જાણો તેની ખરી હકીકતો

એપ્પલ આજે દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન કંપની બની ગઈ છે, પરંતુ ઘણા ઓછા લોકોને તેની જાણ હશે કે તેણે પોતાનો કારોબારી સફર દેવુ લઈને શરૂ કર્યો હતો.

ક્યૂપર્ટિનો હેડક્વાટર્સ ધરાવતી ટેક્નોલોજી કંપનીએ બુધવારે એક્સૉન મોબિલ કૉર્પથી દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ છીનવી લીધો છે, જેની ઉપર એક્સૉન મોબિલનો વર્ષ 2005થી ઈજારો હતો.

બુધવારે કારોબારના અંતે એપ્પલનું કુલ બજાર મૂલ્યાંકન વધીને 337 અબજ ડૉલર થઈ ગયુ, જે એક્સૉનથી થોડુ વધારે છે. વધારે અંકોમાં જોકે એક્સૉનનુ બજાર મૂલ્યાંકન 337 અબજ ડૉલરનું છે.

એપ્પલની શરૂઆત સ્ટીવ જૉબ્સ અને સ્ટીવ વૉજનેકે વર્ષ 1976માં ઇન્ટેલના એક અધિકારી પાસેથી દેવુ લઈને કરી હતી. જૉબ્સના 1997માં પાછા એપ્પલ સાથે જોડાયા પછી એપ્પલે ખાસ્સી ઝડપે વિકાસ કર્યો છે.

જૉબ્સે એપ્પલમાં સુધારો કરવા માટે બિલ ગેટ્સ પાસેથી 15 કરોડ ડૉલરની લોન લીધી હતી અને કંપનીમાં એક પછી એખ કેટલાય સુધારાઓ કરવામાં આવ્યા.

કંપની માટે પહેલો સર્વોત્તમ સમય 2001માં આવ્યો જ્યારે તેને આઈપૉડ લૉન્ચ કર્યો. જોત-જોતામાં દુનિયામાં સૌથી વધારે વેચાનારો ઉપકરણ બની ગયો.

આ પછી બીજો સૌથી સુંદર સમય 2003માં સામે આવ્યો જ્યારે કંપનીએ ઑનલાઇન રેકૉર્ડ સંગ્રહ વાળો આઈટ્યૂન સ્ટોર શરૂ કર્યો.

સતત નવી વસ્તુઓની સંશોધનમાં લાગેલી કંપનીએ 2007માં આઈફોન લૉન્ચ કર્યો અને તેને પણ બજારમાં પૂરી સફળતા મળી.

ખાસ વાત એ છે કે કંપનીએ માત્ર પાંચ વર્ષ અગાઉ સ્માર્ટફોન બજારમાં પગ મુક્યો હતો. પરંતુ તેને આટલા ઓછા સમયમાં બ્લેકબેરી બનાવનારી કંપની રિસર્ચ ઇન મોશન અને એક અન્ય સ્માર્ટફોન બનાવનારી દિગ્ગજ કંપની નોકિયાને પણ પાછળ પાડી દીધી છે.

એપ્પલે પાછલા વર્ષે એપ્રિલમાં પોતાનો આઈપેડ બજારમાં ઉતાર્યો હતો અને અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધારે આઈપેડ તેના બજારમાં વેચાઈ ચુક્યા છે.

જો એપ્પલ આ જ રીતે નવા નવા ઉત્પાદનો પ્રસ્તુત કરતી રહીં અને પોતાના આઈફોન અને આઈપેડમાં સુધારા કરતી રહીં તો સંભવ છે કે આ કંપની 1000 અબજ ડૉલરની દુનિયાની પહેલી કારોબારી કંપની બની જશે.

No comments:

Post a Comment