October 6, 2011

સ્ટીવ જોબ્સના ગયા બાદ ફાયદો આમને થશે

- સ્ટીવની ક્ષમતા આગળ તેના હરિફો નતમસ્તક થઇ જાય છે.

- આથી હવે મેદાન ખાલી છે, લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે આમનો ફાયદો કોને થશે.
 
- સ્ટીવ જોબ્સના જવા બાદ હવે કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કોમ્પ્યુટર વગેરેમાં કંપનીને જબરદસ્ત ટક્કર મળશે.
 
એપ્પલના સીઇઓ સ્ટીવ જોબ્સે કંપનીમાંથી વિદાય થતા સૌથી વધુ ફાયદો કોને થશે, આ પ્રશ્ન તમામ લોકોને હેરાન કરી રહ્યો છે. સ્ટીવની ક્ષમતા આગળ તેના હરિફો નતમસ્તક થઇ જાય છે. આથી હવે મેદાન ખાલી છે, લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે આમનો ફાયદો કોને થશે.

સ્ટીવ જોબ્સના જવા બાદ હવે કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કોમ્પ્યુટર વગેરેમાં કંપનીને જબરદસ્ત ટક્કર મળશે. જો કે નવા સીઇઓ ટિમ કુક છેલ્લાં ઘણા સમયથી સ્ટીવ જોબ્સની જગ્યા પર કામ કરી રહ્યા હતા. પરંતુ છતાં પણ આલોચક એ કહવાથી બાજ નથી આવી રહ્યા કે તેઓ એપ્પલને હરિફોથી બચાવી નહીં શકે.

એપ્પલની સૌથી મોટી હરિફ કંપનીઓમાં સેમસંગ, ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે છે. ગૂગલ હાલ ખૂબ જ આક્રમક થઇ રહી છે અને મોટોરોલા અધિગ્રહણ બાદ હાર્ડવેરમાં પણ તેને જોરદાક ટક્કર આપી રહી છે. તેના સીઇઓ અને સહ સંસ્થાપક લૈરી પેજ રિસર્ચ પર બહુ ધ્યાન આપી રહ્યા છે. માઇક્રોસોફટે પણ એપ્પલની અનુપસ્થિતિનો ફાયદો ઉઠાવવા તૈયાર છે. કોરિયાઇ કંપની સેમસંગ પોતાની ગેલેક્સી સીરીજથી ઝડપથી આગળ નીકળતી નજર આવી રહી છે. સેમસંગ સ્માર્ટફોનમાં એપ્પલને માત આપવાની નજીક છે. તાઇવાની કંપની એચટીસી પણ સ્માર્ટફોનના મામલામાં ઝડપથી આગળ વધી રહી છે.

સ્ટીવના ગયા બાદ સૌથી મોટી સમસ્યા એપ્પલના કર્મચારીઓને રોકવાની થશે. તેમના કર્મચારી ઘણા યોગ્ય છે અને બીજીબાજુ કંપનીઓ તેના પર નજર નાંખીને બેઠી છે. જો તેમાંથી મહત્વપૂર્ણ લોકો નીકળી ગયા તો એપ્પલના હરિફ તેના પર હાવી થઇ જશે.

No comments:

Post a Comment