October 6, 2011

વિશ્વની સૌથી મોટી રિટેલ બ્રોકરેજની માલિક મોર્ગન સ્ટેન્લીને ક્રેડિટ-ડિફોલ્ટ સ્વેપ માર્કેટમાં વધુ જોખમી ગણવામાં આવે છે. તેનું
જોખમ અમેરિકા , યુકે અને ફ્રેન્ચ બેન્કો કરતાં વધુ છે. એટલું જ નહીં , તેને ઇટલીની સૌથી મોટી બેન્કની સમકક્ષ જોખમી ગણવામાં આવે છે.

લંડન સ્થિત સીએમએના આંકડા પ્રમાણે સ્વેપ અથવા સીડીએસ ખરીદવાનો ખર્ચ પ્રત્યેક કરોડ ડોલરના વીમા સામે વધીને 456 બેસિસ પોઇન્ટ અથવા 4,56,000 ડોલર થયો છે જે 15 સપ્ટેમ્બરે 305 બેસિસ પોઇન્ટ હતો.

ઇટલીના ઇન્ટેસા સેનપાઉલોમાં સીડીએસ 405 બેસિસ પોઇન્ટ પર ટ્રેડ થાય છે જ્યારે યુનિક્રેડિટ 424 પર છે.

સેનફોર્ડ બ્રેન્સ્ટેન એન્ડ કંપનીના એનાલિસ્ટ બ્રાડ હિન્ત્ઝે જણાવ્યું હતું કે , '' સીડીએસ સ્પ્રેડના કારણે રોકાણકારો અને ક્રેડિટર્સ નર્વસ છે. '' કંપનીના શેર ચાલુ સપ્તાહમાં વધ્યા હોવા છતાં મોર્ગન સ્ટેન્લી ક્રેડિટ-ડિફોલ્ટ સ્વેપ વધતો રહ્યો છે.

ગુરુવારે ન્યૂ યોર્ક સ્ટોક એક્સ્ચેન્જ પર આ શેર 6.6 ટકા અથવા 93 સેન્ટ વધીને 15.09 ડોલર પર બંધ થયો હતો. 81 સભ્ય ધરાવતા એસ એન્ડ પી 500 ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં તે ચોથા ક્રમે સૌથી વધુ વધ્યો હતો. ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શેરો 45 ટકા ઘટ્યા છે.

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસની શાખા મૂડી ' ઝ એનાલિટિક્સે જણાવ્યું હતું કે મોર્ગન સ્ટેન્લીના સીડીએસનો ભાવ દર્શાવે છે કે રોકાણકારોના મતે બેન્કનું ક્રેડિટ રેટિંગ બીએ- 1 થી ઘટીને બીએ- 2 થયું છે. કંપનીને વાસ્તવમાં મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા છ ગ્રેડ ઉપર એ- 2 રેટિંગ આપવામાં આવ્યું છે.

તેની સરખામણીમાં બેન્ક ઓફ અમેરિકા અને ફ્રાન્સની સોસિયેટ જેનરાલના સીડીએસ અનુક્રમે 403 બેસિસ પોઇન્ટ અને 320 બેસિસ પોઇન્ટ પર ટ્રેડ થાય છે. આ બેન્કોના ભાવ બીએ- 1 રેટિંગ દર્શાવે છે જે મોર્ગન સ્ટેન્લીએ આપેલા રેટિંગ કરતાં વધુ છે.

મોર્ગન સ્ટેન્લીના પ્રવક્તા માર્ક લેકે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નાણાકીય કટોકટી વખતે અમેરિકન ફેડરલ રિઝર્વ પાસેથી મોર્ગન સ્ટેન્લીએ સૌથી વધુ ઇમરજન્સી ફંડ મેળવ્યું હતું. તેને ટોકયો સ્થિત મિત્સુબિશી યુએફજે ફાઇનાન્શિયલ ગ્રૂપ પાસેથી મળેલાં નાણાંનો પણ લાભ થયો હતો. આ ઉપરાંત તેનું વ્યાજ પણ અમેરિકન ટ્રેઝરીએ ચૂકવ્યું હતું.

No comments:

Post a Comment