October 24, 2011

પ્રતિભાશાળી સ્ટાફને સાચવે તે બિઝનેસમાં ટોચ પર રહે

બિઝનેસમાં સફળતા એવી કંપનીઓને જ મળે છે જે પ્રતિભાશાળી લોકોને જાળવી રાખે છે. આ વાત ઇકોનોમિક ટાઇમ્સ અને ધ ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટના સરવેમાં સાબિત થઈ છે.

2011 માં કામ કરવા માટે ભારતની શ્રેષ્ઠ કંપનીઓ ' ના સરવેમાં જાણવા મળ્યું છે કે ગૂગલ , ઇન્ટેલ અને મેકમાયટ્રિપ પોતપોતાના સેક્ટરમાં અગ્રણી છે તેનું કારણ ટેલેન્ટ જાળવવાની તેની કુશળતા છે.

યાદીમાં વિજેતા કંપનીઓએ કામ અને અંગત જીવનનું સંતુલન સ્થપાય તેવું વાતાવરણ પેદા કર્યું છે.

ગૂગલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ , ઇન્ડિયા સેલ્સ એન્ડ ઓપરેશન્સ , રાજન આનંદન જણાવે છે કે , અહીં જાણે સૌ નવી કંપનીમાં કામ કરતા હોય એવું વાતાવરણ છે. બધા સ્માર્ટ અને ઝડપી છે તથા પ્રક્રિયા પારદર્શક છે.તેઓ કહે છે કે ગૂગલમાં એકબીજા વચ્ચે સહકાર હોય છે અને ટોચના અધિકારીની બાજુમાં બેસનાર વ્યક્તિ 21 વર્ષની યુવાન હોઈ શકે છે જે કંઈક નવું કરવા માંગતી હોય.

ભારતીય કંપનીઓમાં કામની સ્થિતિ જાણવા માટે અભ્યાસનું ક્ષેત્ર વિસ્તારાયું હતું. અભ્યાસ માટે 500 થી વધુ કંપનીઓ નોંધાયેલી હતી જેમાંથી 471 કંપનીને પાસ કરાઈ હતી. સરવે માટે એક લાખથી વધુ કર્મચારીનો સંપર્ક કરાયો હતો અને 66,000 કર્મચારીએ ભાગ લીધો હતો જેથી તે ભારતનો સૌથી મોટો અભ્યાસ હતો.

આ કવાયતમાં ભારતના સેન્ટિમેન્ટનો પડઘો પડ્યો હતો. હાલમાં ઘણો રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. તેમાં એવું જાણવા મળ્યું છે કે મંદીની સરખામણીમાં તેજી વખતે કર્મચારીઓમાં પોઝિટિવ વલણ જાળવી રાખવું વધારે પડકારજનક હોય છે.

ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ , ઇન્ડિયાના સીઇઓ પ્રસેનજિત ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે , અમારી ધારણાથી વિપરીત સંગઠનમાં એકંદરે કર્મચારીઓની અપેક્ષા 2010 ની જેમ સમાન જ હતી. ગયા વર્ષે કર્મચારીઓના હકારાત્મક વલણમાં એકંદરે પાંચ ટકાનો ઘટાડો થયો હતો.

ટેલેન્ટ માટેની લડાઈ ચાલુ છે ત્યારે કંપનીઓ કર્મચારીઓને પોતાની સાથે રાખવા માટે નવા નવા ઉપાય શોધી રહી છે. ગૂગલે ચોક્કસ વય ઉપરના કર્મચારીઓને જાળવી રાખવા માટે ગ્રેગલર્સ પહેલ શરૂ કરી છે.

મેકમાયટ્રિપ તેના 70 ટકા કર્મચારીઓને ઇસોપ્સ ઓફર કરે છે. કોર્બસમાં ઓનલાઇન ગિફ્ટ સ્ટોરની સુવિધા છે જ્યાં કર્મચારીઓ પોતાના રિવર્ડ પોઇન્ટ વટાવી શકે છે. અમેરિકન એક્સપ્રેસ ખાતે મહિલા કર્મચારીઓ માટે વિશિષ્ટ પ્રેગનન્સી કેર કાર્યક્રમ ચાલે છે.

મંદી વખતે પણ ઇન્ટેલે તેના દરેક કર્મચારીને એક હજાર ડોલરના ચેક આપ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કામના સ્થળે મહિલાઓનું પ્રતિનિધિત્વ હજુ પણ ઓછું છે. ટોચની 50 કંપનીઓમાં મહિલા કર્મચારીઓનું પ્રમાણ 10 ટકાથી પણ ઓછું છે.

No comments:

Post a Comment