October 6, 2011

વિશ્વભરમાં ભારત ટોચના દસ ઊભરતા રિટેલ માર્કેટમાં સ્થાન પામતું હોવા છતાં પણ વિદેશી સીધા રોકાણને મંજૂરી આપવાના મુદ્દે અનિશ્ચિતતાના કારણે ઘણા વૈશ્વિક રિટેલર્સને ભારત સિવાયનાં બજારો પર નજર દોડાવવાની ફરજ પડી રહી છે.

પ્લાનેટ રિટેલના વૈશ્વિક રિસર્ચ ડિરેક્ટર રોબર્ટ ગ્રેગરીએ જણાવ્યું હતું કે મોટા ભાગના વૈશ્વિક રિટેલર્સ ભારતમાં કાયદામાં ફેરફારના સંદર્ભમાં જે બની રહ્યું છે તેના સંદર્ભમાં તથા તેમનું હાલનું માળખું ત્યાં કામ કરશે કે કેમ તે અંગે ઘણા સ્પષ્ટ છે. જ્યારે ઘણો રસ દેખાઈ રહ્યો છે તેમ છતાં હાલમાં પણ ભારતમાં અસ્તિત્વ ધરાવતા ઘણા રિટેલર્સ સેંકડો સ્ટોર્સ ખોલવા ઉતાવળા થયા નથી.

તેથી જો એક અબજ કરતાં વધારે ગ્રાહક ધરાવતું ભારત ન હોય તો પછી અન્ય વિકલ્પો કયા છે ? બ્રિક દેશોની આગળ ઉપર પણ બજારો છે જે હાલમાં છે અથવા ટૂંક સમયમાં બનશે.

કેન્યા , નાઇજિરિયા , દક્ષિણ આફ્રિકા , વિયેતનામ અને પાકિસ્તાન સહિતના અન્ય દેશો રિટેલ માર્કેટની આગામી પેઢી છે તેમ કન્સલ્ટન્સી પેઢી ડેલોઇટે તથા પ્લાનેટ રિસર્ચ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ઉદાહરણ તરીકે દક્ષિણ આફ્રિકાની રિટેલર કંપની વૂડવર્થ ઇન્ટરનેશનલના ડિવિઝનલ એક્ઝિક્યુટિવ જોન ફ્રેઝર કહે છે કે લાંબા સમયથી ભારત અમારા રડાર પર હોવા છતાં પણ અમારા માટે આફ્રિકા એક સારામાં સારી તક છે.

તે ઉમેરે છે કે તેમણે આશરે બે વર્ષ પહેલાં ભારતીય બજારનો અભ્યાસ કર્યો હતો પરંતુ ત્યાંના ગ્રાહકોને ઓળખતા યોગ્ય ભાગીદારને મેળવ્યા બાદ જ અમે ત્યાં પ્રવેશ માટેની મક્કમ યોજના બનાવીશું.

જો પ્રવેશ મેળશે તો મુખ્યત્વે આફ્રિકાનાં નવાં બજારો વૈશ્વિક રિટેલર્સને પ્રથમ પ્રવેશનારનો લાભ આપશે એટલું જ નહીં ભારત જેવા બજારોથી વિપરીત વિદેશી રોકાણ માટે પણ ખુલ્લા છે. ચીન પણ સમસ્યાજનક બની શકે કેમ કે તેનો હાલનો મોટા ભાગનો વૃદ્ધિદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાંથી આવી રહ્યો છે.

ડેલોઇટેના ગ્લોબલ ડિરેક્ટર ઇરા કાલિશ અનુસાર , ભારત હજુ પણ આગામી દાયકામાં ઘણા રિટેલર્સ માટે સારામાં સારી તકનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ નિયમોમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે.

No comments:

Post a Comment