October 6, 2011

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની હેનકોક કોલને 1.26 અબજ ડોલરમાં ખરીદનાર જીવીકે ગ્રૂપ ટૂંક સમયમાં ભારતીય બજારમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સેવાઓ ખરીદશે એમ ગ્રૂપના ચેરમેન જી વી ક્રિષ્ના રેડ્ડીએ કહ્યું હતું.

જીવીકે અને હેનકોકનો સોદો ભારતની કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા વિદેશમાં કરવામાં આવેલા મોટા કદના સોદા પૈકીનો એક છે.

જીવીકે ગ્રૂપની એકમાત્ર લિસ્ટેડ કંપની જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ (જીવીકે પીઆઇએલ)એ હેનકોક કોલની ખરીદી દ્વારા 7,500 મેગાવોટની વીજળી ઉત્પાદન ક્ષમતાને ટેકો આપવા માટે વાર્ષિક ધોરણે બે કરોડ ટન કોલસાના પુરવઠાને સુરક્ષિત કરી દીધો છે.

જોકે , હાલમાં કંપનીની માત્ર 540 મેગાવોટની કોલસા આધારિત વીજળી સુવિધા બાંધકામ હેઠળ છે અને કંપનીએ આ ક્ષમતા વધારીને 1,320 મેગાવોટ સુધી લઈ જવાની યોજના ઘડી છે.

રેડ્ડીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની કોલસાની ખાણો દ્વારા ઈંધણના પુરવઠાની જે ગોઠવણી થઈ છે તેનો લાભ લેવા માટે જીવીકે પીઆઇએલ આગામી પાંચ વર્ષમાં તેની કોલસા આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતા આક્રમકપૂર્વક વધારીને 7,500 મેગાવોટ સુધી લઈ જશે.

કંપની અત્યારે નવા કોલ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવાની પ્રક્રિયા કરી રહી છે , જેના માટે આયાતી કોલસાનો ઉપયોગ કરવામાં આવશે. રેડ્ડીએ કહ્યું હતું કે , કંપની વિકાસ હેઠળ હોય તેવા પાવર પ્રોજેક્ટ્સ ખરીદવા માટે નજર દોડાવી રહી છે , જેથી કરીને મંજૂરીઓ મેળવવા પાછળ બગડતો સમય બચાવી શકાય.

એવા અનેક પ્રોજેક્ટ્સ છે જેને તમામ મંજૂરીઓ મળી ગઈ છે પરંતુ ઈંધણના પુરવઠાની વ્યવસ્થા કરી શક્યા નથી. અમે આવા પ્રોજેક્ટ્સને ખરીદવા અને તેને કાર્યરત કરવા માંગીએ છીએ.

એવું નથી કે જીવીકે પીઆઇએલ પ્રથમવાર સ્થાનિક માર્કેટમાં પાવર પ્રોજેક્ટ્સ ખરીદવા માટે નજર દોડાવી રહી છે. અગાઉ 2008 માં કંપનીએ કોલસા આધારિત બે પાવર કંપનીઓ (એક મહારાષ્ટ્ર અને એક છત્તીસગઢમાં)માં હિસ્સો ખરીદવાની યોજના તૈયાર કરી હતી.

આ બંને કંપનીની સંયુક્ત ક્ષમતા 1,800 મેગાવોટ છે. જોકે , કંપનીએ હિસાબોની ચકાસણીની પ્રક્રિયા પૂરી કર્યા બાદ ઈંધણના પુરવઠાના મુદ્દે આ યોજના પડતી મૂકી હતી.

એકલા આંધ્રપ્રદેશમાં જ 20,000 મેગાવોટ જેટલી કોલસા આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાઓ અમલીકરણના તબક્કા હેઠળ છે. રેડ્ડીએ કહ્યું હતું કે અમે અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છીએ અને આગામી એકાદ-બે મહિના પછી સ્થાનિક માર્કેટમાં થર્મલ પાવર પ્રોજેક્ટ્સ ખરીદવા અંગે કાર્યવાહી હાથ ધરીશું.કંપની જે પાવર પ્રોજેક્ટ્સ ખરીદવા માંગે છે તેના ભૌગોલિક સ્થળ અંગે તેમણે વધુ વિગતો આપી નહોતી.

No comments:

Post a Comment