ઘણા લોકો એવું મને છે કે સફળતા કોઈક નસીબદારને જ મળે છે. જેના ગ્રહો સારા હોય અથવા કોઈના ખાસ કૃપા હોય. બીજા એવું મને છે કે એવા લોકો જ સફળ બને જેમની પહોચ ઉપર સુધી હોય, આર્થિક રીતે સદ્ધર હોય અથવા બીજા બાહ્ય કારણો હોય. આ બધું સાચું નથી. બધા જ સફળ બની શકે અરે હું પણ ! કોઈ પણ વ્યક્તિ સફળતા પામવા માટે યોગ્ય નથી. પણ પોતાની કે બીજાની ક્ષમતા પારખીને એને તેનો સદુપયોગ કરના વિરલા જ હોય છે.
જે બધું વ્યક્તિ માટે કહેવાયું છે એ કોઈ પણ સંસ્થા માટે, જ્ઞાતિ માટે કે રાષ્ટ્ર માટે એટલું જ સત્ય છે. જેવી રીતે એક વ્યક્તિ જીવનના પડકારોનો સામનો કરીને, પોતાનું ભવિષ્ય હંકારવા શક્તિમાન હોય છે તેવી જ રીતે કોઈ પણ સંસ્થા કે રાષ્ટ્ર પણ. બે સદીઓથી પણ વધારે અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું. એ સમયે અંગ્રેજો સુપર પાવર હતા. પરંતુ જયારે લોકોએ રાષ્ટ્રને પ્રેરણા આપી અને સંપૂર્ણ સ્વાતંત્ર માટે લડવાની હિંમત આપી, ત્યારે અંગ્રેજોને ભારત છોડવું પડ્યું. સંસ્થાના બધા જ સભ્યોએ પોતાની જવાબદારી સ્વીકારીને સંસ્થાની સફળતા અને ઉન્નતી માટે પ્રયત્નો કરવા પડે. આપના ધ્યેય સિદ્ધ કરવા માટે પોતાની શક્તિ ઓળખીને, ચારેબાજુથી સાધનો ભેગા કરીને અને લીધેલા કાર્યો વ્યવસ્થિત રીતે પાર પાડીને અથાક પ્રયત્નો કરતા રહેવું પડે.
No comments:
Post a Comment