સારી શરૂઆત માણસને કામમાં કાયમ આગળ રાખે છે. શંખનાદ કે ઘંટનાદ એ શુભ  કાર્યોના શુચક છે. કોઈ પણ કાર્યની શુભ શરૂઆત, આગળનો પ્રવાસ ફળદાયી અને  સંતોષકારક થશે એની સૂચક છે. ભગવાને સૃષ્ટિની રચના અથ અને ઓમ શબ્દોના  ઉચ્ચારણો પછી કરી છે, તેથી આ શબ્દો માનવીના દરેક કાર્યમાં માંગલ્ય અને  પવિત્રતા લાવે છે તેવું માનવામાં આવે છે. તેથી આ બધા જ સુત્ર સાહિત્યની  શરૂઆત અથ શબ્દથી થાય છે.
જીવનમાં કસોટીઓ અને પરીક્ષા પહેલા લેવાય છે અને પછીથી એના પાઠ શીખીએ છીએ. જીવનમાં કોઈપણ ક્યારેયપણ, કોઈ પણ રીતે આપની પરીક્ષા લઇ શકે છે. તેવીજ રીતે દરેક જણ પોતાની રીતે મૂલ્યાંકન કરી શકે, તારવણી કાઢી શકે અને નિર્ણય લઇ શકે જેના પર આપનું નિયંત્રણ હોતું નથી. નિશાળની પરીક્ષાઓ કરતા જીવનમાં આવી પરીક્ષાઓ આપવા માટે આપને કેટલી વધારે તૈયારીઓ કરવી જોઈએ.

 
 
No comments:
Post a Comment