September 27, 2011

જીવનના પાઠ ભણવાની પહેલેથી જાણવાની શું જરૂર છે? જીવન જીવતા જીવતા જ શું પાઠ શીખી ના શકાય?

મારા વાંચવામાં એક પુસ્તક આવેલું, જેના શરૂઆતના વાક્યોમાં "જીવન અઘરું છે" એમ લખેલું. બીજા પુસ્તકમાં એનાથી વિરુદ્ધ લખેલું "જીવન અઘરું છે એમ માનવું અઘરું છે", ત્રીજા પુસ્તકમાં લખેલું કે "જીવન તો સરળ છે, આપને એને અઘરું બનાવીએ છીએ." ત્રણેયના મંતવ્યો સાચા છે. આપને જીવનને ક્યાં દ્રષ્ટી બિંદુથી જોઈએ છીએ અને જીવીએ છીએ એના પર આધાર છે.

લોકો જુદી જુદી રીતે જીવન જીવતા હોય છે. દાખલા તરીકે - લોકો પુસ્તકો વાંચવા લઇ જાય છે અને" મિત્રે પૂછ્યું "તને કેવી રીતે ખબર?" જવાબ મળ્યો "જુઓ મારી પુસ્તકાલય એવી રીતે જ વસાવેલી છે." કોઈક પુસ્તક પાછુ આપે છે, પણ અત્યંત દયનીય અવસ્થામાં - અંદર કરેલા ચિતરામણ, ફાટેલા અને વાંકાચૂકા કરેલા પૃષ્ઠો સાથે. કોઈક, જેવું લઇ ગયેલા તેવું જ પાછુ આપે છે તો કોઈક જ લઇ ગયેલા કરતા વધુ સારી સ્થિતિમાં પાછુ આપે છે.

શું જીવન પોતે જ મને ના શીખવી શકે? ખરેખર તો જીવન જ આપનો સૌથી મોટો શિક્ષક છે. પણ શાણો માણસ બીજાની ભૂલો પરથી શીખે છે, જયારે મુર્ખ પોતે કરેલ ભૂલ પરથી અને મહામુર્ખ તો કદીયે શીખતો નથી. પરંતુ ભૂલ કરો અને શીખો અથવા ઠોકર ખાઓ અને ડાહ્ય થાઓ એના કરતા શાણા માણસો પાસેથી શીખીને આપને જીવનના અનુભવો ચકાસીને ડાહ્યા થવું વધારે સારું. 

સારી રીતે કેમ જીવવું, એટલું જાણવું પુરતું નથી. આપને શીખેલા પાઠ જીવનમાં ઉતારવા જોઈએ તો જ આપનું જીવન સહજ અને સુખમય થાય. "શાસ્ત્રના વિધાનો જાણી, એ થાકી જીવનના કર્મો કરવા જોઈએ."

No comments:

Post a Comment