August 20, 2011

માણસને અનેક પ્રકારની મમતા-માયા હોય છે. તમે જ્યાં રહો છો એ ગામ, એ ઘર, ત્યાંનું આસપાસનું વાતાવરણ, આ બધાં આપણા અસ્તિત્વ સાથે અકળપણે અને સકળપણે સંકળાયેલાં હોય છે. જ્યાં વર્ષો વિતાવ્યાં હોય એ સ્થળને છોડવાનો સમય આવે ત્યારે એમ થાય કે આપણે જ્યાં સમય વિતાવ્યો છે એ સ્થળને આંખ ભરી ભરીને જોઈ લઈએ. પ્રત્યેક માણસને આવી ઈચ્છા સહજપણે થાય. આપણે એક ઘરમાંથી એક જ શહેરમાં બીજા ઘરમાં શિફ્ટ થઈએ તો પણ નવા ઘરમાં જવાનો આનંદ હોય એ એક બાજુ ઠેલાઈ જાય. જુના ઘરનો નાતો આપણને ગળામાં ડૂમો થઈને વળગે છે. કવિયત્રી ગામ છોડતાં પહેલાં એને છેલ્લી વાર જોઈ લેવાનું ઈચ્છે છે. કારણ કે મનમાં એક શંકા હોય છે કે ફરી પાછું અહીં અવાશે કે નહીં અને અહીં આવશું ત્યારે પણ એનું એ જ હેમખેમ હશે કે નહીં? કદાચ એવું પણ બને કે આ સ્થળે પાછું ન પણ અવાય.

No comments:

Post a Comment