August 16, 2011

ઘર અને કારની લોન્સ વધારે મોંઘી થશે

મંગળવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચાવીરૂપ પોલિસી રેટ્સમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો તેના પગલે ઘર અને
કારની લોન્સ વધારે મોંઘી થશે. કોર્પોરેટ્સને પણ અસર થશે કેમ કે ઋણનું ખર્ચ પણ વધી જશે. જોકે સારા સમાચાર એ છે કે ટૂંકા ગાળાની થાપણો પરના વ્યાજના દરમાં પણ વધારો થઈ શકે.

પોતાના પ્રથમ ત્રિમાસિક ગાળાની આર્થિક નીતિની સમીક્ષામાં આરબીઆઇએ ટૂંકા ગાળાના ધિરાણ અથવા રેપો રેટના દર વધારીને આઠ ટકા કર્યો છે , ઋણદર પણ વધારીને સાત ટકા કર્યો છે. એક બેસિસ પોઇન્ટ એક ટકાના સોમા ભાગની સમકક્ષ હોય છે.

બેન્કર્સ એવો મત ધરાવે છે કે આરબીઆઇ દ્વારા પોલિસી રેટ્સમાં વધારો કરવામાં આવ્યો છે તેની વ્યાજના દર પર ચોક્કસ અસર થશે જે લોનને વધારે મોંઘી બનાવવામાં પરિણમશે.
એચડીએફસી લિમિટેડના વાઇસ ચેરમેન તથા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેકી મિસ્ત્રી કહે છે કે પોલિસી રેટ્સમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો આશ્ચર્યજનક છે. ધિરાણના દરમાં વધારાની અપેક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે દરમાં વધારાના કારણે ઊંચા મૂલ્યની લોનની માંગ પર અસર થઈ શકે.

આરબીઆઇના નિર્ણયને પગલે યસ બેન્કે તેના ધિરાણદરમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. બેન્કે તેના બેઝ રેટ્સ તથા પ્રાઇમ લેન્ડિંગ રેટ્સમાં વધારો કરીને અનુક્રમે 10.25 ટકા તથા 19.5 ટકા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે નવ ટકાથી વધારેના ફુગાવાના દરને કાબુમાં લેવા માટે આરબીઆઇએ માર્ચ 2010 પછી આ અગિયારમી વાર વ્યાજના દરમાં વધારો કર્યો હતો.

સ્ટેટ બેન્ક પણ થાપણ તથા ધિરાણદરમાં વધારો કરવા તરફ આગળ વધી રહી છે. સ્ટેટ બેન્કના ચેરમેન પ્રતિપ ચૌધરીએ જણાવ્યું હતું કે ખર્ચમાં વધારો ગ્રાહકો પર લાદી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઇએ સાત જુલાઈએ તેના બેઝ રેટ તથા પ્રાઇમ લેન્ડિંગ રેટને 25 બેસિસ પોઇન્ટ વધારીને અનુક્રમે 9.5 ટકા તથા 14.25 ટકા કર્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્ક , એચડીએફસી બેન્ક , ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ આરબીઆઇ દ્વારા ગયા જૂનમાં પોલિસી રેટ્સમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો થયા બાદ જુલાઈના મધ્યમાં તેમના ધિરાણદરમાં વધારો કર્યો હતો.

આરબીઆઇ માને છે કે વધતો જતો ઋણનો ખર્ચ ધિરાણના વૃદ્ધિદર પર અસર કરી શકે. તે અનુસાર તેણે વર્ષ માટેનો ધિરાણવૃદ્ધિનો દર 19 ટકાથી સુધારીને 18 ટકા કર્યો છે.

No comments:

Post a Comment