August 16, 2011

હવે બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકામાં કર્મચારી

સુરી પરમારે તાજેતરમાં ફેસબુક પર એકદમ નવો અવતાર ધારણ કર્યો હતો. ગોઠણ સુધીના બુટ અને પોલીસ હેટમાં સજ્જ સુરીની પ્રોફાઇલમાં લખ્યું હતું , હું વોર્ડન છું. 1800 103 0069 પર કોલ કરો. ડીઝલમાં આકર્ષક માલ વેચવાનો છે.

ડેનિમવેર ઉત્પાદક ડીઝલે બેંગલોરમાં સેલ્સ સ્ટાફ તરીકે કામ કરતી સુરી પરમાર અને બીજા 44 કર્મચારીઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરીને ઓનલાઇન અભિયાન ચલાવ્યું હતું.

ચેન્નાઈ સ્થિત સ્ટોરમાં કામ કરતા મૃણાલ ત્રિપાઠીએ તેમાં બેડ-બોય ડોક્ટરનું સ્વરૂપ લીધું હતું જ્યારે ગુડગાંવ સ્થિત ઇશા શર્માએ પોલીસ ઓફિસરનો વેશ ધારણ કર્યો હતો.

સ્ટાફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતી ડીઝલ એકમાત્ર કંપની નથી. લોકોના જીવન પર સોશિયલ નેટવર્કનો પ્રભાવ વધ્યો હોવાથી ચિપ ઉત્પાદક ઇન્ટેલ , ઇન્ટરનેટ કંપની ગૂગલ , સ્ટીલ ઉત્પાદક ટાટા સ્ટીલ , ફૂડ ઉત્પાદક નેસ્લે સહિતની કંપનીઓ કર્મચારીઓની મદદથી ગ્રાહકો સુધી પહોંચી રહી છે.

ઓગિલ્વી સાઉથના ગ્રૂપ પ્રેસિડન્ટ પ્રતીક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે , કર્મચારીઓ અને ગ્રાહકોને એમ્બેસેડર તરીકે ઉપયોગમાં લેવાથી બ્રાન્ડ્સ માટે વિશ્વસનીયતા વધે છે. '' પીટુપી અથવા ' પિયર ટુ પિયર ' કોમ્યુનિકેશન તરીકે ઓળખાતા આવા પ્રચારમાં કોઈ સેલિબ્રિટી , મોડલ , મેસ્કોટનો ઉપયોગ થતો નથી. તેની જાહેરખબરો પણ અનૌપચારિક , અંગત અને કેટલીક વાર ઇન્ટરેક્ટિવ હોય છે. તેનાથી ખર્ચ ઘટે છે અને હરીફ કરતાં અલગ દેખાવાની તક મળે છે.

ભારતમાં ડીઝલની સંયુક્ત સાહસની ભાગીદાર રિલાયન્સ બ્રાન્ડ્સના પ્રેસિડન્ટ અને સીઇઓ દર્શન મહેતા જણાવે છે કે , અમારા જેવી બ્રાન્ડ માટે જાહેરખબર અર્થહીન છે. કર્મચારીઓને લોકોમાં ચર્ચા જગાવવા માટે નાણાં મળે છે , જ્યારે કંપનીને વેચાણવૃદ્ધિનો ફાયદો થાય છે. ડીઝલે આ અભિયાનથી જે તે સ્ટોરના વેચાણમાં 71 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને વીકએન્ડમાં પાંચ સ્ટોરમાં મુલાકાતીઓની સંખ્યા 38 ટકા વધી હતી.

કર્મચારીઓ અને સમર્થકોનો ટેકો મેળવવા કંપનીઓ વિવિધ માર્ગ અપનાવી રહી છે . ઇન્ટેલે યુએસબી પોર્ટના સહ - સર્જક અજય ભટ્ટને વૈશ્વિક જાહેરખબરમાં રજૂ કર્યા હતા . ચિપ ઉત્પાદકનું કહેવું છે કે લોન્ચ થયાના અમુક સપ્તાહમાં જ યુટ્યૂબ પર 10 લાખ લોકોએ જાહેરખબર જોઈ હતી .

ઇન્ટેલ સાઉથ એશિયાના એડ્વર્ટાઇઝિંગ અને કન્ઝ્યુમર કેમ્પેઇનના મેનેજર રોશની દાસે જણાવ્યું હતું કે , ટેક્નોલોજી કંપનીઓ માટે આ પ્રકારનાં અભિયાન વધારે સફળ થાય છે . '' ટાટા સ્ટીલે પણ એડ્વેન્ચર ફાઉન્ડેશનના વડા અને એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલને પોતાની એડ્ કેમ્પેઇનમાં રજૂ કર્યાં છે.

No comments:

Post a Comment