મધ્યમ વર્ગના પરિવારની સ્કૂલમાં જતી છોકરી આખર તારીખોમાં ઘરમાં આર્થિક ભીંસ અનુભવાતી હોય ત્યારે પોતાના ખિસ્સા ખર્ચમાંથી પાઇ પાઇ કરી બચાવેલા પૈસા માતાપિતાની હથેળીમાં મૂકી દે છે તેમાં નર્યો પ્રેમ હોય છે.શ્રીમંત પરિવારમાં પરણાવેલી દીકરી પિયરમાંથી આવેલી સાવ સોંઘી સાડી પહેરી હરખાય અને સૌને કહ્યા કરે કે એ સાડી પોતાના માતાપિતાએ આપી છે તે છે પ્રેમ.
ક્યારેક ભૂકંપથી ધરતી ધણધણી ઊઠે, ભીષણ આગ લાગે કે પછી પૂરનાં પાણી ભયજનક સપાટીથી ઉપર જઇ રહ્યાં હોય અને સૌ જીવ બચાવવા માટે ભાગતા હોય ત્યારે બીમાર અથવા તો વૃદ્ધને ભગવાન ભરોસે મૂકી દૂર ખસવાનો વિચાર સુદ્ધાં ન આવે તે પ્રેમ છે. આવી પ્રેમની ક્ષણોમાં માણસનું તેજ- એની પ્રભા વધી જતાં હોય છે. આ ક્ષણો દિવ્ય હોય છે અને પવિત્રતાથી હરીભરી. કોઇકે કહ્યું છે, ‘There is nothing holier than love.’ પ્રેમથી વધુ પવિત્ર બીજું કશું નથી.

No comments:
Post a Comment