વરસાદ ન હોય અને પ્રિયજનની અનુપસ્થિતિ હોય તો પણ એની સાથે વીતાવેલા પહેલા વરસાદની વાછટથી ભીના થઇએ. આપણે મુક્ત થતા જઇએ અને અન્યને મુક્ત કરતા જઇએ તે પણ પ્રેમ. પ્રેમ બાંધે નહીં, મુક્ત કરે. પ્રેમ એ પણ છે, જેમાં સંતાનોને જમાડ્યા પછી તપેલીઓમાં ખાસ કશું ન રહ્યું હોય ત્યારે જમવા બેઠેલા પતિ-પત્ની છેલ્લો વધેલો અડધો રોટલો એકબીજાને ખવડાવવા પરસ્પરને આગ્રહ કરતા હોય.
તે સમયે, મને ખાસ ભૂખ નથી એમ કહી પત્ની અડધા રોટલામાંથી નાનકડો ટુકડો પોતે રાખી, મોટો હિસ્સો એના પતિની થાળીમાં મૂકી દે તે પણ પ્રેમ.
તે સમયે, મને ખાસ ભૂખ નથી એમ કહી પત્ની અડધા રોટલામાંથી નાનકડો ટુકડો પોતે રાખી, મોટો હિસ્સો એના પતિની થાળીમાં મૂકી દે તે પણ પ્રેમ.
No comments:
Post a Comment