August 18, 2011

જીવનમાં એક માત્ર સુખ એ છે કે પ્રેમ કરતાં રહેવું અને પ્રેમ પામતાં રહેવું.

ફ્રેન્ચ નવલકથાકાર જ્યોર્જ સેન્ડના શબ્દોમાં સાચું સુખ શેમાં રહેલું છે તેનો ઉત્તર છે. આપણા સૌના હૃદયની વાત એણે એક વાક્યમાં કહી દીધી છે. પ્રેમ છે તો આ વિશ્વ રળિયામણું છે, હર્યુંભર્યું છે અને સતત ઝંકૃત છે. પ્રેમની બાદબાકી થઇ જાય તો આ કશું ન રહે. લીલુંછમ રહેતું મનુષ્યનું અસ્તિત્વ અને આ દુનિયા બિલકુલ મરુભૂમિમાં શાં બની રહે. પ્રેમ છે તો માણસ છે, આ સમાજ છે. જો કે માણસ સંપૂર્ણ નથી - ન હોઇ શકે પણ પ્રકૃતિએ એનામાં ચાહવાની શક્તિ મૂકી છે, જેના વડે એ પોતાની અપૂર્ણતાને ઢાંકી દઇ શકે છે.
પ્રેમ માણસની ભીતર નિરંતર વહેતી સરવાણી છે. મૂળભૂત લાગણી છે.

No comments:

Post a Comment