August 20, 2011

ન્યાયની ખેવના કરતો અમત્ર્ય સેનનો ગ્રંથ ધી આઇડિયા ઓફ જસ્ટિસ

આ પુસ્તક સંપૂર્ણ ન્યાયની સૈદ્ધાંતિક ચર્ચા કરવાને બદલે અન્યાયનો પ્રતિકાર કરી, કેવી રીતે એનું પ્રમાણ ઘટાડી શકાય એના પર ભાર મૂકે છે. ન્યાયમુક્ત બુદ્ધિ દ્વારા- ‘રીઝનિંગ’ દ્વારા આ અંગેના શક્ય વિકલ્પો સુધી પહોંચી શકાય અને માનવ કલ્યાણની દિશામાં આગળ વધી શકાય.

આ ગ્રંથોનાં શીર્ષકો સૂચવે છે એમ આજના જગતની સભ્યતા અને સંસ્કૃતિને સ્પર્શતા વિકાસના પ્રશ્નો વિશે સેન લખતા રહ્યા છે. એમાંય ‘ધી આઇડિયા ઓફ જસ્ટિસ’- ન્યાયની ખેવના ગ્રંથ વધુ વ્યાપક ભૂમિકાએ આજના વિશ્વને ન્યાયસંગત જોવાની ઝંખના વ્યક્ત કરે છે. ‘આઇડિયા’ની બે અર્થછાયાઓ છે. વિચાર અને કલ્પના. એ બેયને ‘ખેવના’ કહી લેખકના આશયને સૂચવી શકાય.

અમત્ર્ય સેનનું જન્મસ્થાન ઢાકા પાસેનું વારી. હાઇસ્કૂલનો અભ્યાસ એમણે ઢાકામાં કર્યો પછી વિશ્વભારતી-શાંતિનિકેતનમાં જોડાયા. પછી કોલકાતાની પ્રેસડેન્સી કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરી બી.એ. થયા. એ પછી પશ્ચિમમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાંથી એમ.એ.ની પદવી મેળવી. મહાલનોબિસ જેવા મહાનુભાવનો પરિચય ઉપકારક નીવડ્યો. એમણે ‘ધી ચોઇસ ઓફ ટેિકનકસ’ જેવો વિષય રાખીને પીએચ.ડી.ની પદવી મેળવી. પછી તો અનેક માનદ પદવીઓથી એ સન્માનિત થયા છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર- ‘વેલ્ફેર ઇકોનોમિક્સ’ એ એમની પસંદગીનું ક્ષેત્ર છે.

સને ૧૯૯૮માં અમત્ર્ય સેનને અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું. મનુષ્યની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ સાથે આર્થિક વિકાસનો સંબંધ સૂચવીને સેને ગાંધીજીના માનવ અર્થશાસ્ત્રની પરંપરાને આગળ ધપાવી છે.અમત્ર્ય સેન ગાંધીજીની જેમ રવીન્દ્રનાથ ટાગોરના પણ ઋણી હોય એમ લાગે છે. વિચારને ભાવનાના સ્તરે લઇ જઇને એ કાવ્યપંક્તિઓ પણ ટાંકે છે. જેમના સુધી સહેલાઇથી પહોંચી શકાય એવા વિરલ માનવતાવાદી છે આ ચિંતક. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂક્યા છે. ‘ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ’- સ્વાતંત્ર્યરૂપે વિકાસ, ‘રેશનાલિટી એન્ડ ફ્રીડમ’- બૌદ્ધિકતા અને સ્વાતંત્ર્ય, ‘ધી આગ્ર્યુમેન્ટેટિવ ઇન્ડિયન’-તર્કસંગત ભારતીય, ‘આઇડેન્ટિટી એન્ડ વાયોલન્સ’ વ્યક્તિતા અને હિંસા.

આ ગ્રંથોનાં શીર્ષકો સૂચવે છે એમ આજના જગતની સભ્યતા અને સંસ્કૃતિને સ્પર્શતા વિકાસના પ્રશ્નો વિશે સેન લખતા રહ્યા છે. એમાંય ‘ધી આઇડિયા ઓફ જસ્ટિસ’- ન્યાયની ખેવના ગ્રંથ વધુ વ્યાપક ભૂમિકાએ આજના વિશ્વને ન્યાયસંગત જોવાની ઝંખના વ્યક્ત કરે છે. ‘આઇડિયા’ની બે અર્થછાયાઓ છે. વિચાર અને કલ્પના. એ બેયને ‘ખેવના’ કહી લેખકના આશયને સૂચવી શકાય.

આ પુસ્તક સંપૂર્ણ ન્યાયની સૈદ્ધાંતિક ચર્ચા કરવાને બદલે અન્યાયનો પ્રતિકાર કરી, કેવી રીતે એનું પ્રમાણ ઘટાડી શકાય એના પર ભાર મૂકે છે. ન્યાયમુક્ત બુદ્ધિ દ્વારા- ‘રીઝનિંગ’ દ્વારા આ અંગેના શક્ય વિકલ્પો સુધી પહોંચી શકાય અને માનવ કલ્યાણની દિશામાં આગળ વધી શકાય. માત્ર થિયરી-સિદ્ધાંતની ચર્ચા કરનારા કરતાં અમત્ર્ય સેન કેમ જુદા પડે છે, પ્રત્યક્ષ જીવનને સમજી કલ્યાણનો માર્ગ શોધવા પર સવિશેષ ભાર કેમ મૂકે છે? એ પ્રશ્નનો ઉત્તર એમના વ્યક્તિત્વ ઘડતર અને અનુભવોમાંથી પણ મળી શકે એમ છે.

સને ૧૯૩૩ના નવેમ્બરથી ત્રીજી તારીખે ઢાકામાં જન્મેલા આ મહાનુભાવનું નામ કોણે પાડેલું એ પણ જાણવા જેવું છે.અમત્ર્ય એટલે જેને મૃત્યુ નથી તે, ચિરંતન. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ નામ પાડ્યું હતું. આ સેન પરિવાર સાથે રવીન્દ્રનાથના આત્મીય સંબંધનું કારણ છે શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન. સગપણમાં એ અમત્ર્યના નાના થાય. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના એ વિરલ વિદ્વાન હતા. આ દેશની સૌથી મોટી સમસ્યા શી છે? એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય ક્ષિતિમોહન સેને કહેલું: ‘જેની પાસે વાણી છે એની પાસે અનુભવ નથી અને જેની પાસે અનુભવ છે એની પાસે વાણી નથી!’ સમર્થ સર્જક દર્શક આ ઉદ્ગારનો વારંવાર ઉલ્લેખ કરતા.

અમત્ર્ય સેનનું જન્મસ્થાન ઢાકા પાસેનું વારી. હાઇસ્કૂલનો અભ્યાસ એમણે ઢાકામાં કર્યો પછી વિશ્વભારતી-શાંતિનિકેતનમાં જોડાયા. પછી કોલકાતાની પ્રેસડેન્સી કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરી બી.એ. થયા. એ પછી પશ્ચિમમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાંથી એમ.એ.ની પદવી મેળવી. મહાલનોબિસ જેવા મહાનુભાવનો પરિચય ઉપકારક નીવડ્યો. એમણે ‘ધી ચોઇસ ઓફ ટેિકનકસ’ જેવો વિષય રાખીને પીએચ.ડી.ની પદવી મેળવી. પછી તો અનેક માનદ પદવીઓથી એ સન્માનિત થયા છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર- ‘વેલ્ફેર ઇકોનોમિક્સ’ એ એમની પસંદગીનું ક્ષેત્ર છે.

સને ૧૯૯૯માં ‘ભારતરત્ન’થી સન્માનિત આ પ્રજ્ઞાવાન અર્થશાસ્ત્રી સને ૨૦૦૯માં ન્યાયની પોતાની ખેવના ‘ધી આઇડિયા ઓફ જસ્ટિસ’માં રજૂ કરે છે. પ્રસ્તાવના ઉપરાંત ચાર ખંડમાં આયોજિત લગભગ પાંચસો પૃષ્ઠનો આ ગ્રંથ પેંગ્વિન ગ્રૂપના એલેન લેઇન દ્વારા પ્રકાશિત છે. કિંમત છે પચ્ચીસ પાઉન્ડ. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ થાય તો ગુજરાતીનું અનુવાદસાહિત્ય સમૃદ્ધ બને. કાંતિભાઇ શાહે સર્વોદયની સંસ્થા યજ્ઞ પ્રકાશન દ્વારા અનેક મૂલ્યવાન ગ્રંથોના સંક્ષિપ્ત અનુવાદ આપીને માનવ કલ્યાણ ઝંખના ચિંતકોને રૂબરૂ કરી આપ્યા છે. તાજેતરમાં નારાયણભાઇ દેસાઇએ એક ખમતીધર અનુવાદ સંસ્થાનું સ્વપ્ન સેવ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધપિતિ તરીકે એમનું આ મહત્વનું પ્રદાન હશે.

૧. ‘ધી ડિમાન્ડ્સ ઓફ જસ્ટિસ’-ન્યાયની ઝંખના, ૨. ‘ફોર્મ્સ ઓફ રીઝનિંગ’-ન્યાયયુક્ત બૌદ્ધિક અભિગમો, ૩. ‘ધી મટિરિયલ્સ ઓફ જસ્ટિસ’- ન્યાયપ્રાપ્તિની સામગ્રી અને ૪. ‘પબ્લિક રીઝનિંગ એન્ડ ડેમોક્રસી’- ન્યાય માટે જાગૃત લોકમત અને લોકશાહી-આ ચાર ખંડ સ્વતંત્ર પુસ્તકોરૂપે પણ ગુજરાતીમાં ઉતારી શકાય.

જોન રોલ્સને તો આ પુસ્તક સમર્પિત છે. પૂર્વેના અર્થશાસ્ત્રીઓનાં તારણોને લક્ષમાં લેવાની સાથે અમત્ર્ય સેને પોતાના અનુભવોને ભાથું બનાવીને, ચીલાચાલુ થિયરીથી ઉફરા ચાલીને અહીં માનવીય ન્યાયની-અન્યાયના પ્રતિકારની અભીપ્સા વ્યક્ત કરી છે. સેન નવ વર્ષના હતા ત્યારે એમણે બંગાળનો ભીષણ દુકાળ જોયેલો. ખાવાનું ઓછું હતું તેથી લાખો લોકો મરેલા? પ્રશ્ન વિતરણનો પણ હતો. તેથી એમણે ગરીબી અને દુકાળ વિશે ૧૯૮૧માં પુસ્તક લખેલું: ‘પોવર્ટી એન્ડ ફેમિન.’

એમનાં સુપુત્રી નંદના સેન અભિનેત્રી છે. રાજા રવિ વર્મા નામના મહાન ચિત્રકાર વિશે કેતન મહેતા ‘રંગરસિયા’ નામે ફિલ્મ બનાવી રહ્યા છે એમાં નંદના સેનની ભૂમિકા છે.

No comments:

Post a Comment