August 20, 2011

જ્યાં સુધી વિદ્યાર્થીને શિક્ષકનો ડર રહેશે ત્યાં સુધી શિક્ષણની આચારસંહિતા જળવાઇ રહેશે. જે શિક્ષક પગાર સિવાયની વધારાની આવક માટે સામે ચાલીને વિદ્યાર્થીના ઘેર એને ભણાવવા જશે તેનો વિદ્યાર્થીને ડર રહેશે નહીં.

કોઇ શિલ્પકારને કોઇકે પૂછ્યું કે તમે શિલ્પની પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરો છો? ત્યારે એ ઘડવૈયો બોલ્યો કે હું ક્યારેય મૂર્તિ બનાવતો જ નથી. એ તો પથ્થરની અંદર છુપાયેલી જ હોય છે. મારું કામ તો પથ્થરનો બિનજરૂરી ભાગ દૂર કરવાનું છે. એમ દરેક વિદ્યાર્થીમાં પ્રતિભા તો પડેલી જ હોય છે જે શિક્ષક સિવાય કોઇને દેખાતી હોતી નથી અને શિક્ષકનું કામ એ છુપાયેલી પ્રતિભાને બહાર લાવીને પ્રગટ કરવાનું છે.

No comments:

Post a Comment