August 18, 2011

કોલેજમાં પ્રવેશતાં નવોદિતોએ પ્રારંભે જ મનમાં નિશ્વિત કરી લેવું કે ‘પ્રેમ’માં પડવું છે કે ‘મૈત્રી’માં? કોલેજ કક્ષાએ પ્રેમ અને મૈત્રી એ બંને અલગ-અલગ છે. આ બે પૈકી કયા ટ્રેક પર આપણે ચાલીએ છીએ કે ચાલવું છે તે અંગે સ્પષ્ટ થઇ જવું.

કોલેજમાં પ્રવેશતાંની સાથે જ દરેક યુવાનનાં મનમાં પ્રેમમાં પડવાનો થનગનાટ હોય છે. કારણ કે, હાઇસ્કૂલમાં યુનિફોર્મ, શિસ્ત, ડર, વાતાવરણ, આમન્યા, શિક્ષકો અને આચાર્ય પ્રત્યેનો ભક્તિભાવ તેમજ સારા માકર્સ લાવવાનું ટેન્શન વગેરે બાબતોને કારણે કદાચ ‘પ્રેમ’ જેવા વિષયને ટચ કરવાનું શક્ય બન્યું નથી હોતું એટલે આજે અહીં સૌ પ્રથમ ‘કોલેજમાં પ્રવેશ અને પ્રેમ’ એ વિષય ઉપર થોડો પ્રકાશ પાથરવો છે.

પ્રેમના ટ્રેક પર ચાલો તો એ વાત બરોબર યાદ રાખવી કે ‘પ્રેમ’ શબ્દ એ ‘જવાબદારી’ શબ્દનો પર્યાય છે. પ્રેમમાં બીજું બધું હોય કે ન હોય પણ જવાબદારી તો અચૂક હોય જ છે. પ્રેમી તરીકે વિજાતીય પાત્રને પસંદ કરો ત્યારે તેને સમગ્રતયા સ્વીકારી શકશો કે નહીં તે અંગે અચૂક વિચારી લ્યો. એ પાત્ર તમારું આજીવન સાથીદાર બનવાનું છે તેવા સ્વપ્ન સાથે તેની સાથે નિકટતા કેળવો. આમ થશે તો પરિપક્વ પ્રેમની દિશામાં તમે કદમ માંડ્યા છે તેમ ગણાશે.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓનાં બધા જ કોલેજ કેમ્પસ ખૂલી ગયાં છે અથવા તો ખૂલવાની તૈયારીમાં છે. પરંતુ કોલેજ જીવનનો માહોલ તો શરૂ થઇ જ ગયો છે. એટલે આજે પ્રથમ વાર કોલેજનું પગથિયું ચઢતા યુવા ભાઇ-બહેનોને આ સ્થળેથી કશુંક કહેવું છે. અલબત્ત, એમાં ઉપદેશનો ભાવ રતિભાર પણ નથી. આવું કહીને આ લખનાર કોઇ નમ્રતા કે ઉદારતા નથી દાખવતા પણ નક્કર વાસ્તવિકતાનો સહજ સ્વીકાર કરે છે, કારણ કે ઉપદેશ આપીએ તો પણ તે સાંભળવા યુવા જગત ક્યાં નવરું છે!

કોલેજમાં પ્રવેશતાંની સાથે જ દરેક યુવાનનાં મનમાં પ્રેમમાં પડવાનો થનગનાટ હોય છે. કારણ કે, હાઇસ્કૂલમાં યુનિફોર્મ, શિસ્ત, ડર, વાતાવરણ, આમન્યા, શિક્ષકો અને આચાર્ય પ્રત્યેનો ભક્તિભાવ તેમજ સારા માકર્સ લાવવાનું ટેન્શન વગેરે બાબતોને કારણે કદાચ ‘પ્રેમ’ જેવા વિષયને ટચ કરવાનું શક્ય બન્યું નથી હોતું એટલે આજે અહીં સૌ પ્રથમ ‘કોલેજમાં પ્રવેશ અને પ્રેમ’ એ વિષય ઉપર થોડો પ્રકાશ પાથરવો છે.

કોલેજમાં પ્રવેશતાં નવોદિતોએ પ્રારંભે જ મનમાં નિશ્વિત કરી લેવું કે ‘પ્રેમ’માં પડવું છે કે ‘મૈત્રી’માં પડવું છે? કોલેજ કક્ષાએ પ્રેમ અને મૈત્રી એ બંને અલગ-અલગ છે. મૈત્રીમાં નિર્ભેળ સમજણ અને વાત્સલ્ય પ્રવર્તે છે. જ્યારે પ્રેમમાં ગાંડપણ, ઉદારતા, ન્યોચ્છાવરી, મમત્વ અને આત્મીયતાની અપરિમિત ભાવનાનું સામ્રાજ્ય હોય છે. એટલે સૌ પ્રથમ આ બે પૈકી કયા ટ્રેક પર આપણે ચાલીએ છીએ કે ચાલવું છે તે અંગે જાત સાથે સ્પષ્ટ થઇ જવું. આમ થશે તો કોલેજ જીવનની મજા કંઇક જુદી હશે.

પ્રેમના ટ્રેક પર ચાલો તો એ વાત બરોબર યાદ રાખવી કે ‘પ્રેમ’ શબ્દ એ ‘જવાબદારી’ શબ્દનો પર્યાય છે. પ્રેમમાં બીજું બધું હોય કે ન હોય પણ જવાબદારી તો અચૂક હોય જ છે. પ્રેમી તરીકે વિજાતીય પાત્રને પસંદ કરો ત્યારે તેને સમગ્રતયા સ્વીકારી શકશો કે નહીં તે અંગે અચૂક વિચારી લ્યો. એ પાત્ર તમારું આજીવન સાથીદાર બનવાનું છે તેવા સ્વપ્ન સાથે તેની સાથે નિકટતા કેળવો. આમ થશે તો પરિપક્વ પ્રેમની દિશામાં તમે કદમ માંડ્યા છે તેમ ગણાશે.

આ પ્રેમ આજીવન ટકે અને લગ્ન તેમજ કુટુંબ જીવનમાં પરિણમે તે માટે પ્રથમથી જ આયોજન કરી રાખવું કારણ કે પ્રેમી અને પ્રેમિકા તરીકે સાથે જીવ્યા પછી પતિ-પત્ની તરીકે સાથે જીવવાની મજા પણ કંઇક વિશિષ્ટ હોય છે. બાળકમાંથી પરપિકવ વ્યક્તિ થવાની પ્રક્રિયા જેવી આ ઘટના છે પણ તેમાંથી પસાર થવાની મજા લેવા જેવી છે. આ બાબતમાં સિક્કાની બીજી બાજુ એ પણ છે કે પ્રેમી તરીકે કોલેજમાં રહેવું અને પછી છુટા પડી જવું તે વેદનાજનક છે. ભરપુર પ્રેમ પછી છુટા પડવું તે વ±ા ઉતારવાની નહીં પણ કર્ણનાં કવચ અને કુંડળ ઉતારવાની ઘટના જેવું વેદનાજનક છે. એટલે પ્રેમમાં પડવામાં ઝડપ ન કરવી અને છુટા પડવાની લેશમાત્ર ઉતાવળ ન કરવી.

કોલેજ જીવનમાં મૈત્રીના ટ્રેક પર ચાલો તો જિંદગી બાગેબહાર છે. દુનિયા ભાતીગળ છે, પણ એમાં પહેલી શરત આંતરિક સ્વસ્થતાની છે. વિજાતીય મૈત્રીમાં તો તે સ્વસ્થતાની સવિશેષ જરૂર છે. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે એક કન્યા તરીકે તમે જે છોકરાના મિત્ર હો તેની સાથેના ચાર વર્ષના ઉત્કટ મૈત્રી પ્રવાસ પછી તેના લગ્નપ્રસંગે તમે તેની થનાર પત્નીને હાથે મહેંદી મૂકવા હરખભેર જઇ શકો તો જ માનવું કે આ મૈત્રી ફળદાયી અને સાચી છે. અન્યથા આકર્ષણથી વિશેષ કશું જ નથી તેમ સમજવું કારણ કે કોલેજકાળની મૈત્રી એ જીવનની પિકનિક છે. જેનું સ્મરણ માત્ર તમને તમારા કોલેજકાળ પછીના જીવનકાળમાં આવતા કોઇપણ સારા-માઠા પ્રસંગે લીલાછમ કરી મૂકે છે. આ સમજણ સાથે કોલેજકાળનું મિત્રવર્તુળ રચશો તો તે સુખવર્તુળ બની રહેશે.

અને હા, જો હાઇસ્કૂલ કાળમાં જ પ્રેમમાં પડી ચૂક્યા હો અને એ પ્રેમ બરકરાર હોય, પરંતુ અલગ-અલગ અભ્યાસક્રમવસાત્ હવે મનગમતા પાત્રથી જુદી કોલેજમાં અભ્યાસ કરવો પડે તેમ હોવાને કારણે વિરહ શરૂ થયો હોય તો તે વિરહને પણ માણજો. તમારા પાત્રને ડિસ્ટર્બ ન કરશો. બંને જણ પોત-પોતાના મિત્ર વર્તુળ વચ્ચે જીવો. વારે તહેવારે મળો જરૂર પણ તમારી કારકિર્દીને ભોગે કશું જ ન કરો. આ વિરહ પર્વ તમને વધારે નૈકક્ય બક્ષશે. કોલેજકાળ જો રંગબેરંગી (આજનો શબ્દ વાપરીએ તો ‘કલરફૂલ’) ન હોય તો તે કોલેજકાળ હોઇ જ ન શકે.

તોફાન, મસ્તી, પિરિયડો કોઇક વાર બંક કરવા, શનિવારે છૂટીને સીધા થિયેટરમાં જવું, ‘સોલ્જરી’ કરીને નાસ્તા-પાણી કરવા કે જ્યૂસ પીવા જવું વગેરે બધું કોલેજજીવનનાં અનિવાર્ય અંગો છે. તેને માણી લેવા. એ પરત્વે સુગાળવા ન થવું, કારણ કે આ સુવર્ણકાળ જીવનમાં ફરીવાર નહીં આવે તે નિશ્વિત છે. અલબત્ત, એટલું યાદ રાખવું કે આ તમામ બાબતોનું કોલેજજીવનમાં સ્થાન ગુજરાતી થાળીમાં જે સ્થાન ચટણી, કચુંબર કે અથાણાનું હોય છે એટલું જ રાખવું ઘટે. તો જ કોલેજજીવન અને અભ્યાસજીવન સ્વાદિષ્ટ બનશે. કોલેજજીવનને અંતે તમારો આ કાળ અદભૂત હતો તેવું તમે આજીવન ફીલ કરી શકો તેવી શુભેચ્છા પાઠવવાનું ગમશે.

No comments:

Post a Comment