August 18, 2011

આપ આ વાંચતા હશો ત્યાં સુધીમાં મુંબઇના બોમ્બ બ્લાસ્ટ્સ સમાચારોમાંથી ભુલાઇ ચૂક્યા હશે. પરંતુ વોટ આપવાના બદલામાં મોત મેળવતા એક આમ હિન્દુસ્તાનીના ઘાવ હજી રૂઝાયા નહીં હોય. જેને ‘સ્પિરિટ’ના નામે ખપાવવામાં આવે છે તે રોટીની શોધમાં એણે લોહી નીતરતા શરીરે પણ બેઠા થવું પડે છે. નિર્દોષના મોતનો ચિત્કાર જેમના બહેરા કાને સંભળાતો નથી, એ ચિત્કાર આજથી દાયકાઓ પહેલાં હિન્દી-ઉર્દૂ-પંજાબી કવિઓએ ઝીલ્યો હતો.

‘પાશ’ના નામે જાણીતા ક્રાંતિકારી-કવિ અવતાર સિંહ સંધૂની આ પ્રખ્યાત કવિતાના કેટલાક અંશોના પણ એક એક શબ્દ જો તમે સંવેદનશીલ હો, તો છાતીમાં ભચ્ચ દઇને ભાલાની જેમ ખૂંપી જાય એવો છે. હજજારો કરોડ રૂપિયાનાં કૌભાંડો કરતાંય એ લોકોનો સૌથી મોટો ગુનો એ છે કે એ આપણાં સપનાંને મારી નાખે છે. મોતનો ભય ઘુસાડીને આપણને જીવતી લાશ જેવા બનાવી દે છે. અને સતત લોહીલુહાણ થનારા આપણે મુર્દા જેવી એક ખોફનાક શાંતિ ધરાવતા થઇ જઇએ છીએ. આપણો આત્મા ક્યાંક મરી પરવારે છે. ક્યાંક બુઝાયેલા દીપકનો માતમ ભૂલીને બીજા દિવસનો સૂરજ ચડે ત્યારે આપણે ફરી કોઇ નવા જશ્નમાં ડૂબી જઇએ છીએ.

‘ગુલઝાર’ કહે છે: ‘આદતન તુમને કર દિયે વાદે, આદતન હમને ઐતબાર કિયા.’ પરંતુ હવે સ્થિતિ એ થઇ છે કે, ‘અબ ન માંગેંગે ઝિંદગી યા રબ, યે ગુનાહ હમને ઇક બાર કિયા.’

કવિ સુદામા પાંડે ‘ધૂમિલ’ની બહુ જાણીતી કવિતા છે: ‘એક આદમી રોટી બેલતા હૈ, એક આદમી રોટી ખાતા હૈ. એક તીસરા આદમી હૈ, જો ન રોટી બેલતા હૈ, ન રોટી ખાતા હૈ, વહ સિર્ફ રોટી સે ખેલતા હૈ. મૈં પૂછતા હૂં- ‘યે તીસરા આદમી કૌન હૈ?’ મેરે દેશ કી સંસદ મૌન હૈ.’

સ્ટીઆપણા દેશમાં જેટલી ઝડપથી નવી ફિલ્મ રિલીઝ થાય છે, એના કરતાં પણ વધુ ઝડપથી લોહીના ડાઘા ભૂંસાઇ જાય છે. આપ આ વાંચતા હશો ત્યાં સુધીમાં મુંબઇના બોમ્બ બ્લાસ્ટ્સ સમાચારોમાંથી ભુલાઇ ચૂક્યા હશે. પરંતુ વોટ આપવાના બદલામાં મોત મેળવતા એક આમ હિન્દુસ્તાનીના ઘાવ હજી રૂઝાયા નહીં હોય. જેને ‘સ્પિરિટ’ના નામે ખપાવવામાં આવે છે તે રોટીની શોધમાં એણે લોહી નીતરતા શરીરે પણ બેઠા થવું પડે છે. નિર્દોષના મોતનો ચિત્કાર જેમના બહેરા કાને સંભળાતો નથી, એ ચિત્કાર આજથી દાયકાઓ પહેલાં હિન્દી-ઉર્દૂ-પંજાબી કવિઓએ ઝીલ્યો હતો.

કેમ કે, કવિ-લેખક-સર્જક પ્રકારના લોકો લાગણી-સંવેદનોના ઓક્સિજનથી જીવતા હોય છે. આજે એવા જ કેટલાક ક્રાંતિકારી કવિઓનાં સર્જનનો આશરો લઇએ, એ આશાએ કે કાશ કોઇ બહેરા કાને વાત અથડાય, કોઇની જાડી ચામડી ભેદીને નિર્દોષની પીડાનો સણકો એમના હૃદય સુધી પહોંચે (જો હોય તો!). એ સર્જકોએ પોતાની કલમ પાસેથી બારુદનું કામ લીધું અને એમના શબ્દોની તાકાત તો જુઓ, કે આજે પણ વાંચતાં રૂંવાડા ખડા થઇ જાય છે!

‘‘‘‘

મેહનત કી લૂટ સબસે ખતરનાક નહીં હોતી, પુલીસ કી માર સબસે ખતરનાક નહીં હોતી, ગદ્દારી ઔર લોભ કી મુઠ્ઠી સબસે ખતરનાક નહીં હોતી, ‘‘‘સબસે ખતરનાક હોતા હૈ મુર્દા શાંતિ સે ભર જાના, તડપ કા ન હોના, સબ કુછ સહન કર જાના, ઘર સે નિકલના કામ પર, ઔર કામ સે લૌટ કર આના, સબસે ખતરનાક હોતા હૈ હમારે સપનોં કા મર જાના, ‘‘‘સબસે ખતરનાક વો ચાંદ હોતા હૈ, જો હર હત્યાકાંડ કે બાદવીરાન હુએ આંગન મેં ચઢતા હૈ લેકિન આપ કી આંખોં મેં મિચોઁ કી તરહ નહીં પડતા.સબસે ખતરનાક વો દિશા હોતી હૈ, જિસમેં આત્મા કા સૂરજ ડૂબ જાયેઔર જિસકી મુર્દા ધૂપ કા કોઇ ટૂકડા, આપકે જિસ્મ કે પૂરબ મેં ચુભ જાયે...

‘‘‘

‘પાશ’ના નામે જાણીતા ક્રાંતિકારી-કવિ અવતાર સિંહ સંધૂની આ પ્રખ્યાત કવિતાના કેટલાક અંશોના પણ એક એક શબ્દ જો તમે સંવેદનશીલ હો, તો છાતીમાં ભચ્ચ દઇને ભાલાની જેમ ખૂંપી જાય એવો છે. હજજારો કરોડ રૂપિયાનાં કૌભાંડો કરતાંય એ લોકોનો સૌથી મોટો ગુનો એ છે કે એ આપણાં સપનાંને મારી નાખે છે. મોતનો ભય ઘુસાડીને આપણને જીવતી લાશ જેવા બનાવી દે છે. અને સતત લોહીલુહાણ થનારા આપણે મુર્દા જેવી એક ખોફનાક શાંતિ ધરાવતા થઇ જઇએ છીએ. આપણો આત્મા ક્યાંક મરી પરવારે છે. ક્યાંક બુઝાયેલા દીપકનો માતમ ભૂલીને બીજા દિવસનો સૂરજ ચડે ત્યારે આપણે ફરી કોઇ નવા જશ્નમાં ડૂબી જઇએ છીએ.

આપણી આજને દાવ પર લગાવીને દર પાંચ વર્ષે એ લોકો આપણી આવતી કાલને સંવારવા માટે આવી પહોંચે છે, અને આપણે એને ખોબેખોબે મત પણ આપીએ છીએ. ‘ગુલઝાર’ કહે છે: ‘આદતન તુમને કર દિયે વાદે, આદતન હમને ઐતબાર કિયા.’ પરંતુ હવે સ્થિતિ એ થઇ છે કે, ‘અબ ન માંગેંગે ઝિંદગી યા રબ, યે ગુનાહ હમને ઇક બાર કિયા.’

એમના બહેરા કાને કદાચ નિર્દોષનો આર્તનાદ નહીં સંભળાતો હોય, પણ એને પોતાના રોટલામાં કોઇના લોહીની બૂ પણ નહીં આવતી હોય? કવિ સુદામા પાંડે ‘ધૂમિલ’ની બહુ જાણીતી કવિતા છે: ‘એક આદમી રોટી બેલતા હૈ, એક આદમી રોટી ખાતા હૈ. એક તીસરા આદમી હૈ, જો ન રોટી બેલતા હૈ, ન રોટી ખાતા હૈ, વહ સિર્ફ રોટી સે ખેલતા હૈ. મૈં પૂછતા હૂં- ‘યે તીસરા આદમી કૌન હૈ?’ મેરે દેશ કી સંસદ મૌન હૈ.’ આમેય મૌન સાથે આ સંસદને હવે બહુ ગાઢ સંબંધ થઇ ગયો છે.

આ જ ધૂમિલ લખે છે: ‘લોહે કા સ્વાદ લૌહાર સે મત પૂછો, ઘોડે સે પૂછો, જિસકે મુંહ મેં લગામ હૈ.’ જેનો દીકરો બ્લાસ્ટમાં મરે છે, જેનું સિંદૂર લોહીની ધારમાં ભૂંસાય છે, એને પૂછો જેનું કોઇક ઘરે રાહ જુએ છે અને એ ક્યારેય ઘરે પાછો નથી આવવાનો. આવા સંજોગોમાં ‘ધૂમિલ’ ફ્રસ્ટ્રેટ થઇને આવું પણ લખે: ‘ન કોઇ પ્રજા હૈ ન કોઇ તંત્ર હૈ, યે આદમી કા આદમી કે ખિલાફ ખુલા સા ષડ્યંત્ર હૈ’. સાલું કેવું કહેવાય! માણસની કોઇ કિંમત જ નહીં? આજે દેશમાં લોહી સસ્તું અને પેટ્રોલ મોંઘું થઇ ગયું છે. કોઇ ગમે ત્યારે ગમે તેને ઘાસની જેમ કચડી નાખે અને એને કશું જ ન થાય? દુષ્યંત કુમાર લખે છે એમ, ‘અપાહિજ વ્યથા કો સહન કર રહા હૂં’.

ક્રોધ એ વાતનો છે કે માણસના મોંમાંથી તમે રોટી તો છિનવી જ લીધી છે, હવે એની ઝિંદગી પણ તમને નડે છે? આવા આમઆદમીને દુષ્યંત કુમાર કડવાશથી કહે છે: ‘ભૂખ હૈ તો સબ્ર કર રોટી નહીં હૈ તો ક્યા હુઆ, આજકલ દિલ્લી મેં હૈ યહ ઝેર-અ-બહસ યે મુદ્દઆ. મૌત ને તો ધરદબોચા એક ચીતે કી તરહ, ઝિંદગી ને જબ છુઆ, ફાસલા રખકર છુઆ.’ ગરીબના આંસૂની અહીંયા કોઇ કિંમત છે ખરી? એટલે જ તેઓ આગળ કહે છે: ‘ગિડગિડાને કા યહાં કોઇ અસર હોતા નહીં, પેટ ભરકર ગાલિયાં દો આહ ભરકર બદદુઆ.. દોસ્ત, અપને મુલ્ક કી કિસ્મત પે રંજિદા (નારાજ) ન હો, ઉનકે હાથોં મેં હૈ પિંજરા, ઉનકે પિંજરે મેં સુઆ (સોયો)’.

કદાચ સાચી વાત છે, મરવાનું તો છે જ આપણે સૌએ, પછી કુદરતી મોત મરીએ કે આતંકવાદીના હાથે મરીએ કે પછી ડરી ડરીને રોજેરોજ થોડું થોડું મરીએ. દુષ્યંત કુમાર બીજી એક રચનામાં આક્રોશ ઠાલવતાં કહે છે: ‘પુરાને પડ ગયે ડર, ફેંક દો તુમ ભી. યે કચરા આજ બાહર ફેંક દો તુમ ભી.’ પાશની જ રચનામાં જાણે સૂર પૂરાવતાં દુષ્યંત કુમાર કહે છે: ‘યહાં માસૂમ સપનેં જી નહીં પાતે, ઇન્હેં કુંકુમ લગાકર ફેંક દો તુમ ભી.’

પરંતુ આ હિન્દુસ્તાનની મિટ્ટીની ફિતરત હાર માનવાની નથી અને આ વાંઝિયો વિરોધ પણ નથી. દુષ્યંત કુમારની અતિપ્રખ્યાત રચના કહે છે એમ: ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ સૂરત બદલની ચાહિયે.’ સૂરત બદલશે, કેમ કે એ લોકો જેને નિમૉલ્ય માની બેઠા છે એ આમ હિન્દુસ્તાની પાશની કવિતાના ઘાસ જેવો છે. એ ફરીફરીને બેઠો થશે, ફરી ફરીને ઊગતો રહેશે: ‘મૈં ઘાસ હૂં, મૈં આપકે હર કિયે-ધરે પર ઉગ આઉંગા... મુઝે ક્યા કરોગે મૈં તો ઘાસ હૂં... મૈં અપના કામ કરુંગા, હર ચીઝ પર ઉગ આઉંગા...

No comments:

Post a Comment