ઉછીનાં નાણાં લઈને શરૂ થયેલી એપલ વિશ્વની નં. 1 કંપની બની ગઈ છે. ટેક્નોલોજી ક્ષેત્રે માંધાતા ગણાતી
બુધવારે બંધ થયેલા બજારભાવ પ્રમાણે , એપલની બજારમૂડી 337 અબજ ડોલર છે , જે એક્ઝોન મોબિલની 331 અબજ ડોલરની બજારમૂડી કરતાં વધારે છે. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક દ્વારા 1976 માં ઇન્ટેલના એક્ઝિક્યુટિવ પાસેથી ઉછીનાં નાણાં લઈને શરૂ થયેલી એપલમાં 1997 માં સ્ટીલ જોબ્સ પાછા ફર્યા ત્યારથી કંપનીએ સડસડાટ વૃદ્ધિ કરવાનું શરૂ કર્યું હતું.
ખોટ કરતી એપલને નફાના માર્ગ પર લાવવા માટે જોબ્સે બિલ ગેટ્સ પાસેથી 15 કરોડ ડોલર ઉછીના લીધા હતા. એપલે 2001 ના ઓક્ટોબરમાં આઇપોડ લોન્ચ કર્યું ત્યાર પછીનો સમય તેના માટે ' સોનાના સૂરજ ' સમાન રહ્યો હતો.
આ એમપી 3 પ્લેયર સૌથી વધુ વેચાતું ઉપકરણ બની ગયું હતું. બાદમાં 2003 માં કંપનીએ આઇટ્યૂન્સ સ્ટોર (ઓનલાઇન રેકોર્ડ કલેક્શન) લોન્ચ કર્યા ત્યારથી ટેક્નોલોજીની દુનિયામાં તેનો ડંકો વાગવા માંડ્યો. 2007 માં તેણે આઇફોન લોંચ કરીને વધુ એક ક્રાંતિ સર્જી હતી.
No comments:
Post a Comment