ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડા". રાજેન્દ્ર પ્રસાદને પુસ્તકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેમના ઘરમાં દરેક પ્રકારનાં પુસ્તકો હતાં. રાત્રે સૂતાં પહેલાં રાજેન્દ્રબાબુ પુસ્તકો અવશ્ય વાંચતા. એક વાર તેઓ કામ માટે બહાર ગયા હતા અને ઘણા દિવસો બાદ ઘરે પાછા ફયાô ત્યારે જોયું તો તેમનાં પુસ્તકો વેર-વિખેર પડેલાં હતાં. ઘણાં પુસ્તકોનાં પાનાં પણ ફાટી ગયાં હતાં. આ જોઈને તેમને ખૂબ દુ:ખ થયું. તેઓ સમજી ગયા કે, આ કામ ઘરનાં બાળકોનું જ છે. તેમણે બધાં બાળકોને બોલાવીને પૂછ્યું કે, પુસ્તકોની આ હાલત કોણે કરી છે? બાળકોએ ઠપકો મળવાની બીકથી કાું કે, તેઓ તો પુસ્તકોને સ્પશ્યાô પણ નથી અને વેર-વિખેર કોણે કયાô તેની પણ ખબર નથી. રાજેન્દ્રબાબુ બુદ્ધિશાળી હતા. સત્ય શોધવા માટે બાળકોને તેમણે પ્રેમથી કાું કે તમે મને સાચું કહો. જેમણે પણ પુસ્તકોને નુકસાન પહોંચાડયું હશે તેને હું ચોકલેટ આપીશ. આમ કહેતાં જ બધાં બાળકોએ આગળ આવીને જોરશોરથી પોતાનું પરાક્રમ જણાવ્યું. રાજેન્દ્રબાબુએ તેમને ચોકલેટ આપતાં સમજાવ્યાં કે, પુસ્તકો ફાડવાં તે સારું નથી કારણ કે તેના દ્વારા આપણને જ્ઞાન મળ છે. તે આપણા ગુરુ છે. પુસ્તકોને નુકસાન પહોંચાડવું તે ગુરુને નુકસાન પહોંચાડવા બરાબર છે. મને વિશ્વાસ છે કે તમે ભવિષ્યમાં આવું નહીં કરો. બધાં બાળકોએ માફી માગીને હવેથી આમ ન કરવાના સોગંદ લીધા. આ પુસ્તકપ્રેમી રાષ્ટ્રપતિએ આમ કરીને એવો બોધપાઠ આપ્યો કે, બાળકો સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર તેનામાં વિશ્વાસ પેદા કરે છે અને વિશ્વાસથી સત્ય બોલવાની હિંમત પેદા થાય છે.
No comments:
Post a Comment